પોલીસ ફરિયાદ લેતી નથી’ તેમ કહી કિન્નરોનું પોલીસ સ્ટેશનમાં જ સામૂહિક વિષપાન
આદીપુર પોલીસ સ્ટેશનમાં દરવાજા પાસે પાંચ કિન્નરોએ પાણીની બોટલમાં ફીનાઈલ મીકસ કરી ગટગટાવ્યું
ગાંધીધામ-કચ્છઉદય : અંતરજાળમાં કિન્નરો વચ્ચે ભિક્ષાવૃતિ બાબતે ડખ્ખો થયા બાદ એક પક્ષની ફરિયાદ લેવામાં આવી, જો કે બીજા પક્ષની ફરિયાદ લેવામાં ન આવતા પોલીસ સ્ટેશને ભેગા થઈને ફીનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ આદીપુરમાં રહેતા જાનવી દે માનસી દેએ આદીપુર પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે, તેઓ રવિવારે યોગીતા દે, માનસી દે, પ્રવીણા દે પાસે ભિક્ષાવૃતિ માટે નિકળ્યા હતા, ત્યારે સમીરા દે, શીવાની દે, સોમ્યા દે, રોશની દે આવ્યા અને અમારા વિસ્તારમાં ભિક્ષાવૃતિ કમે કરો છો ? તેમ કહી હુમલો કરી કાનમાં પહેરેલ સોનાનો માછલી ભાતનો દોરો અને પ૭૦૦ની રોકડ મળી કુલ્લ ૩૧ર૦૦ ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોધાવી હતી. દરમ્યાન ગતરોજ બપોરે આદીપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં દરવાજા પાસે કિન્નરો ભેગા થયા હતા. જેમાં પોલીસ અમારી ફરીયાદ લેતી નથી, કોઈ એકશન લેતી નથી, તેનું મનદુઃખ રાખીને પાણીની બોટલમાં ફીનાઈલ મીકસ કરીને પી જતા આદીપુરના પાંચ વાડીમાં રહેતા રયા દે, રાધીકા દે, રવીના દે, પ્રવીણ દે, કાજલ દે ને સારવાર માટે ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા આદીપુર પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી.

Comments