Trending News
સ્થાનિક સમાચાર

તુંબડીમાંથી ર.૧૦ લાખના વાયર ચોરીની ઘટનામાં ત્રણ શખ્સો ઝડપાયા

03 December




દોઢ લાખના વાયર રિકવર કરાયા



મુંદરા-કચ્છઉદય : તાલુકાના નાની તુંબડી અને મોટી તુંબડીમાંથી ર.૧૦ લાખના વાયર ચોરાયા હોવા બાબતે પ્રાગપર પોલીસમાં બે અલગ અલગ ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ભુજના ભીડનાકા બહાર દાદુપીર રોડ પર રહેતા મોસીન મામદ ગગડા, નાની તુંબડીના ઈકબાલ ઈશાક જુણેજા, અંજારના રામદેવનગર સામે ખારા પસવારીયા રોડ પર રહેતા અકબર ઈલીયાસ શેખની અટક કરવામાં આવી હતી. કુલ્લ દોઢ લાખના ૬૦૦ કિલો વાયર કબજે કરવામાં આવ્યા છે. ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો નંબર  જી.જે. ૮ યુ ૪૯૯૪ કબજે કરવામાં આવી હતી. ભુજથી પ્રાગપર ચોકડી તરફ આરોપીઓ આવતા હતા ત્યારે વાહન રોકાવી ઝડપી લેવામાં આવ્યા હતા. પુછપરછ દરમ્યાન નાની અને મોટી તુંબડી સીમમાંથી વીજપોલ પરથી આ વાયરની ચોરી કરી હોવાાની કબુલાત આપવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM