Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં ફરી એકવાર ૧.૭૧ કરોડનો શરાબ ઝડપાયો

03 December



સ્થાનીક પોલીસ અને સાયબર સેલે ધ્રબ જીઆઈડીસીના ગોડાઉનમાં તપાસ કરતા દારૂની ૩૧પ૦૦ બોટલ નિકળી : દરશડીના અનિલે માલ મંગાવ્યો અને મોકલાવ્યો રાજસ્થાનના અનિલે : કટીંગ થાય તે પહેલા ર.૧૧ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો : ચોખાના ભુંસાની આડમાં હેરાફેરીનો હતો કારસો



મુંદરા-કચ્છઉદય : ઔદ્યોગીકનગર મુંદરા હવે દારૂની હેરાફેરીનું હબ બનતું હોય તેમ અઠવાડીયામાં કરોડો રૂપિયાનું શરાબ ઝડપાયો છે. સપ્તાહ અગાઉ એસએમસીએ દરોડો પાડી ટ્રેન મારફતે આવેલા ર.૯૭ કરોડના દારૂના જથ્થાને કબજે કર્યો હતો. જે બાદ સ્થાનીક પોલીસ અને સાયબર સેલે હરકતમાં આવી મુંદરામાંથી ૧.૭૧ કરોડનો શરાબ શોધી કાઢયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ મુંદરા પીઆઈ આર.જે. ઠુમ્મર અને એસએમસીના પીએસઆઈ એમ. એચ. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ધ્રબ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉન નં. ૩૩ માં દરોડો પાડતા દારૂની પેટીઓ મળી આવી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, માંડવી તાલુકાના દરશડી ગામના અનિલસિંહ જાડેજાએ પાટણના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા સાથે મળીને બહારથી દારૂ મંગાવ્યો હતો. જે ધ્રબ જીઆઈડીસીના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન શંખેશ્વરના મુજપુરનો વિક્રમસિંહ દિલુજી વાઘેલા અને સુરેન્દ્રનગરમાં રહેતો રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ હાજર મળી આવ્યા હતા. જયારે માલ મંગાવનાર અનિલસિંહ, મહિપતસિંહ હાજર મળી આવ્યા ન હતા. આ દારૂ કુખ્યાત બુટલેગર રાજસ્થાનના શિકરના અનિલ ઉર્ફે પાંડયા જગદીશ પ્રસાદે મોકલાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસ દ્વારા દારૂની બોટલો અને બીયરના ૩૧પ૦૦ નંગ કબજે કરવામાં આવ્યા છે. જેની કિંમત ૧,૭૧,૦૯,૮૪૦ આંકવામાં આવી છે. આ સાથે રપ લાખની ટ્રક નંબર આર.જે. ૧૯ જી.જે. પ૪૭પ, પાંચ લાખની બોલેરો નંબર જી.જે. ૩૬ વી. ૧૭૬૦, દસ લાખની આઈશર નંબર જી.જે. ૧ર બીઝેડ ૮પપ૪ તેમજ ૧પ હજારના ત્રણ મોબાઈલ, ૭ હજાર રોકડા સહિત કુલ્લ ર,૧૧,૩૧,૮૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, આરોપીઓ દારૂની હેરફેર માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા પર ચોખાનું ભુસું પેકીંગ કરેલી હાલતમાં રાખતા હતા. રેડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુંસાના બાચકા હતા. કટીંગ કરીને જે વાહનમાં દારૂ લઈ જવાના હતા, તે વાહનમાં પણ આવા ચોખાના ભુંસાના બાચકા મળી આવ્યા છે. હાલ મુંદરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.



..........



ગોડાઉન આદીપુરના શખ્સની માલિકીનું નિકળ્યું



આ ગોડાઉન બાબતે તપાસ કરતા તેના માલિક આદીપુરમાં રહેતા નરેન્દ્ર મણીલાલ મકવાણા અને ઓમ ટ્રેડીંગ કંપનીના પ્રોપાઈટર અમિતભાઈ મુકેશભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને વચ્ચેનો ભાડા કરાર પણ મળી આવ્યો છે. ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચને જણાવ્યું કે, સદર દારૂ બાબતે કોની કોની સંડોવણી છે. ? કેટલા સમયથી આ પ્રવૃતિ ચાલુ છે ? તેમજ ગોડાઉન માલિકની ભૂમિકા સહિતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.



 

Comments

COMMENT / REPLY FROM