આદિપુરથી નવી બસ સ્ટેશન સુધી દબાણમુક્ત અભિયાન શરૂ
ગેરકાયદેસર દબાણો સામે તંત્રનું ત્રણ દિવસનું કડક અભિયાન કૉલેજ સર્કલ નવી બસ સ્ટેશન માર્ગ પર દબાણ દૂર કરવા તંત્ર સક્રિય ગાંધીધામ નગરપાલિકા-જીઇઝ્ર-ય્ડ્ઢછની સંયુક્ત કાર્યવાહી
ગાંધીધામ : આદિપુર વિસ્તારમાં કાચા-પાકા દબાણોને દૂર કરવાની દિશામાં જિલ્લામાં સંકલિત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આદિપુરના કૉલેજ સર્કલથી નવા બસ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવતા અધિકારીઓએ ત્રણ દિવસનું વિશેષ ક્લીરન્સ અભિયાન હાથ ધર્યું.આ કાર્યવાહી દરમ્યાન ગાંધીધામ નગરપાલિકા, એસ.આર.સી. વિભાગ અને જી.ડી.એ. ના અધિકારીઓ જોડાયા હતા અને સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. માર્ગ પર ચાલતા વાહનવ્યવહારને સુગમ બનાવવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જાહેર સુવિધા સુધારવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું.ત્રણ દિવસ સુધી ચાલનારી આ કામગીરીમાં દબાણો અંગે સૂચના આપવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરનાર સામે આગળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી અધિકારીઓએ આપી છે.ગાંધીધામ-આદિપુર વિસ્તારને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા તંત્ર દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.

Comments