Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામમાં પણ સોશ્યલ મીડીયાના ચોપાનીયાની  આડમાં કરોડોના ક્રીકેટસટ્ટા નેટવર્કનો થાય ભાંડાફોળ.!

02 December

પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ખુદ તપાસ કરાવે



સાયબર ક્રાઈમના અમુક લાપરવાહો ધ્યાને ન લે : ભાવનગરમાં સાપ્તાહિક ન્યુઝ પેપરના બની બેઠેલા તંત્રની સવા કરાડેના નાણાકીય કૌભાંડમાં ઓરીસ્સા પોલીસે કરેલી ધરપકડ વખતે સુચક સંકેત

ગાંધીધામમાં પણ રક્ષણ મેળવી લવેા માટે સોશ્યલ મીડીયામાં ચોપાનીયાઓ ફેરવવા, યુટયુબીયા બની બેઠલા સામે જો વક્રદ્રષ્ટી ખુદ એસપીશ્રી કરે તો તેની આડમાં ચાલી રહેલા ગાંધીધામથી અમદાવાદ, વડોદરા તથા દુબઈ સુધીના વકરેલા ક્રીકેટ સટ્ટા-બેટીંગ નેટવર્કના સુત્રધારનો ચહેરો થાય બેનકામ : ચોપાનીયાના રૂપકડા નામ હેઠળ આ શખ્સ ક્રીકેટ સટ્ટાનું ગાંધીધામમાં બેઠા બેઠા ધમધમાવી રહ્યો છે લાબું સામ્રાજય 

ક્રીકેટ સટ્ટાની બેનામી રકમોમાથી જ હવે તો આવા ચોપાનીયાઓના નામે જ એટલા માલેતુજાર બની ગયા છે કે, રીયલ એસ્ટેટમાં તથા શાળા-કોલેજોમાં કરી રહ્યા છે અધ..ધ..રકમનોના રોકાણ : આઈટી કે પોલીસતંત્ર નહી ઈડી જેવી મોટી એજન્સીઓ ત્રાટકે તો જ ચોપાનીયાની આડમાં ક્રીકેટ સટ્ટાના વકરેલા આ મોટા ષડયંત્ર-માયાજાળનો ગાંધીધામમાથી થાય ખુલાસો :ભાડુઆતી બેંક ખાતાઓ લઈ ક્રીકેટ સટ્ટાના કાળા નાણા હવાલાથી મોકલવાના પણ મોટા રેકેટનો થઈ શકે છે પર્દાફાશ

આ બની બેઠલા તંત્રીની ગોવામાં પણ ક્રીકેટ સટ્ટા પ્રકરણમાં થઈ હતી ધરપકડ પરંતુ પૈસાના જોરે બચી ગયો હતો, સાયબર ક્રાઈમના તત્કાલીન પીઆઈને રપ લાખની રોલેક્ષની કાંડા ઘડિયાળ ગિફટમાં આપી હતી અને તે પીઆઈ આ મોઘીદાટ ઘડીયાળ આજે પણ પહેરે છે



ગાંધીધામ : તાજેતરમાં જ ભાવનગરમાંથી સાપ્તાહિક ન્યુઝ પેપર ચલાવતા તંત્રીની સાઈબરફ્રોડના ગુનામાં સંડોવણી ખુલવા પામતા ઓરીસ્સાથી પોલીસ આરોપીની શોધખોળ માટે ભાવનગર દોડી આવી હતી ન માત્ર એટલુ જ બલ્કે ભાવનગર અને ઓરીસ્સા પોલીસે સંયુકત રીતે આ ન્યુઝપેપરના તંત્રની સવા કરોડથી વધુના ફ્રોડમાં ધરપકડ પણ કરી લીધી છે. પ્રાથમિક વિગતો અનુસાર ત્રણ કરોડની ઠગાઈ મામલે ભાવનગરમાથી અખબારની આડમાં ફ્રોડ આચરનાર શખ્સના ખાતામાં એકાદ કરોડની રકમ જમા થયાના આધાર-પુરાવા પોલીસના હાથે ચડી જતા તેની સામે આ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. ખૈર, ઓરીસ્સા અને ભાવનગર પોલીસ તો આ કેસમાં કરવા પાત્ર કડક કાર્યવાહી કદાચ કરશે જ પરંતુ આ ઘટના જયારે સામે આવવા પામી ચુકી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ખુદ જાત તપાસ કરાવડશે તો આવી જ રીતે ગાંધીધામમાં પણ સોશ્યલ મીડીયામાં ચોપાનીયુ કે પછી યુટયુબીયા બની બેસવાની આડમાં કરોડોના ક્રીકેટ સટ્ટા ચલાવનારાઓના પણ ચહેરા બેનકાબ થવા પામી શકે તેમ છે. ગાંધીધામમાં પણ આવા જ સોશ્યલ મીડીયાના બની બેઠેલ ઠગભગતનું નામ ભારે ચર્ચામાં છે. કહેવાય છે કે, ક્રીકેટ સટ્ટાનું સૌથી મોટુ સામ્રાજય છાપાની આડમાં આ શખ્સ ચલાવી રહ્યો છે. એટલુ માત્ર જ નહી પણ લાંબ સમયથી બિનધાસ્ત ચલાવી રહ્યો હોવાનુ મનાય છે.  
જો ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો ગાંધીધમા, આદીપુર, અમદાવાદ, વડોદરાથી લઈ અને દુબઈ સુધી આ શખ્સનું ક્રીકેટ સટ્ટાનુ નેટવર્ક વકરેલુ સામે આવવા પામી જશે. એટલુ માત્ર જ નહી પરંતુ ભાડુઆતી બેંક ખાતાઓ લઈ અને તેમાં ક્રીકેટ સટ્ટાની કરોડોની રકમોના વિદેશમાં હવાલા નાખવાના પણ સુનિયોજીત કાવતરાનો પણ ખુલાસો એ સાથે જ થવા પામી જશે. ગાંધીધામ-આદીપુર સંકુલમાં તો ભાડુઆતી ખાતાઓમાં ક્રીકેટ સટ્ટાની રકમો જમા થઈ અને તેના સાયબર ક્રાઈમના કૌભાંડો આચરાયા તેવી ફરીયાદો પણ નોધાવવા પામી ચુકી છે. પરંતુ આ કૌભાંડોને અખબાર-ચોપાનીયાની આડમાં ચલાવનારા મુખ્ય સુત્રધારો આજે પણ બેખોફીથી ફરી રહ્યા હોવાની જ સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. હવે જયારે ભાવનગરમાં ઓરીસ્સા પોલીસ ત્રાટકી છે, અને અખબારની આડમાં નાના સુના નહી પણ ત્રણ ત્રણ કરોડના સાયબર ક્રાઈમના કૌભાંડો ખુલા પડી રહ્યા છે અને ભાવનગર પોલીસ અંધારામાં રહી જાય છે તેવા સમયે સંકુલનો જાણકારવર્ગ કહી રહ્યો છે કે, પૂર્વ કચ્છમાં તો એસપીશ્રી સાગર બાગમાર કડક અને તટસ્થ અધિકારીની પ્રજાભીમુખતાભરી છબીધરાવી રહ્યા છે, તેઓ ખુદ જો આ નેટવર્કને ડામવાની દીશામાં સક્રીય બનશે તો ગાંધીધામથી દુબઈ સુધીના અખબારની આડમાં ચાલેલા ક્રીકેટ સટ્ટાના એક મોટા રેકેટનો ખુલાસો થઈ શકે તેમ મનાય છે. 

 

Comments

COMMENT / REPLY FROM