Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરાશે

01 December


એસ.ટી ભુજ દ્વારા ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધી યાત્રાળુઓને પહોંચાડવા સ્પેશિયલ ૧૦ મીની બસ મુકાશે

ભુજ - કચ્છઉદય : કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “ધોરડો રણોત્સવ” નું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આણંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર પહોંચવા સુધી પહોંચવા પ્રવાસીઓને મુશ્કેલી ઉભી ન થાય તે હેતુથી અવર જવર માટે સ્પેશિયલ ૧૦ મીની બસ સેવા શરૂ કરવામાં આવનારી છે.
ભુજથી ધોરડો અવર જવર માટે વધારાની ૦૩ ટ્રીપો ચાલશે. જેમાં ભુજથી ધોરડો સવારે ૮ કલાકે, બપોરે ૧૫ઃ૪૦ કલાકે, સાંજે ૧૭ કલાકે (દર પૂનમે) ભુજથી ધોરડો (નિયમિત) સવારે ૯.૧૫ કલાકે, બપોરે ૧૪ઃ૩૦ કલાકે, સાંજે ૧૯ કલાકે અને ધોરડોથી ભુજ સવારે ૧૦ઃ૩૫ કલાકે, સાંજે ૧૮ઃ૩૫ કલાકે, રાત્રે ૨૩ કલાકે (દર પૂનમે) ધોરડોથી ભુજ (નિયમિત) સવારે ૭ કલાકે, સવારે ૧૧ઃ૩૦ કલાકે, સાંજે ૧૬ઃ૫૦ કલાકે દરમિયાન ચાલશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર વધારાની ૩ ટ્રીપો બસ સેવા ભુજથી ઉપડી વાયા ભીરંડીયારા, લોરીયાથી ધોરડો રૂટ પર ચાલશે જેનો કચ્છના લોકલ નાગરિકો તેમજ પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે. આ સેવાની ટિકિટનું એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ  પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે તેવું વિભાગીય નિયામકશ્રી એસ.ટી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
----

Comments

COMMENT / REPLY FROM