Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં મેવાસા એનએચથી પેથાપર કુંભારિયા માણાબા રોડનું નવીનીકરણ શરૂ કરાયું

01 December



ભુજ -કચ્છઉદય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મેવાસા એન.એચ.થી પેથાપર કુંભારિયા માણાબા રોડ, કુલ ૧૨.૫૦ કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્યશ્રી તેમજ ગામના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
માર્ગના નવીનીકરણ માટે રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સરકારમાં રજૂઆત કરતાં, ગુજરાત સરકાર દ્વારા મેવાસા એન.એચ. થી પેથાપર કુંભારિયા માણાબા ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૭૦૦.૦૦ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવેલ હતી. મંજૂર થયેલા માર્ગનું કાર્ય જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભચાઉ-કચ્છ દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ કાર્ય નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
--------

Comments

COMMENT / REPLY FROM