Trending News
સ્થાનિક સમાચાર

ભુજીયાની તળેટીમાં બોથડ પદાર્થના ઘા ઝિંકી આધેડની હત્યા 

01 December




ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીની સાથે હત્યાના બનાવો સામાન્ય બન્યા હોય તેમ એકાદ અઠવાડિયે ખૂનનો બનાવ સામે આવ્યો છે. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યો તે બનાવ સામે આવ્યો હતો. જે બાદ આજે સવારે ભુજીયા ડુંગરની તળેટીમાંથી આધેડનો દેહ મળી આવ્યો છે. જેમાં હત્યાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ માધાપર ઝાંસીકી રાણી સર્કલથી નળ સર્કલ જતા રોડ પર ભુજીયા ડુંગરની તળેટી અને સ્મૃતિ વનના પાછળના ભાગે બાવળોની ઝાડીમાંથી દેહ મળી આવ્યો હતો. ડુંગરની ફરતે ફેન્સિંગ કરેલી છે. તેની અંદર આ બનાવ બન્યો હતો. સ્થળ પરથી મળેલી માહિતી પ્રમાણે હતભાગી દિનેશભાઈ સથવારા હોવાનું જાણવા મળ્યું છે. માથાના ભાગે કૂહાડી ઘા મારવામાં આવતા ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર મોત થયું હતું. પોલીસે પરિવારની શોધખોળ કરી બોલાવતા પરિવાર ભાંગી પડ્યો હતો. એમ્બ્યુલન્સ બોલાવીને દેહને જી.કે.માં લઈ જવામાં આવ્યો હતો. કેવા કારણોસર મોત થયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ડુંગરની અંદર બનાવ બન્યો કે પછી દેહ ત્યાં ફેકી દેવામાં આવ્યો છે. તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બી-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી છાનબીન હાથ ધરી હતી. 

Comments

COMMENT / REPLY FROM