Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના શિરડી વનતલાવડી કૌભાંડમાં ખાણખનિજ વિભાગ એકશનમાં : વન અધિકારીના જંગલરાજનો થશે ભાંડાફોડ!

01 December

 કલેકટરશ્રીની ટાસ્કફોર્સની મીટીંગમાં મુદો ઉછળતા દોડધામ મચી



મામલતદારશ્રી જેઠવાએ શિરડીમાં વનતલાવડી દર્શાવી અને ત્યાથી બેન્ટોનાઈટનો 
ગેરકાયદેસર ખનનનો તગડો જથ્થો ઝડપ્યા બાદની તપાસ તેજ : માંડવી મામલતદારએ ખનીજવિભાગને રોજકામ કર્યા બાદ સાપ્યો હતો અહેવાલ : ખાણખનિજ વિભાગની ટીમ સ્થળ તપાસણી-સર્વે-માપણી માટે ધસી ગઈ, મોટો દંડ ફટકારવાની તૈયારી

મામલતદારશ્રી તરફથી અમને અહેવાલ મળ્યો છે, વનવિભાગ પાસેથી અમે વિગતો માંગી છે, ટીમોને સ્થળ પર મોકલી છે, જે માહીતીઓ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે : 
શ્રી દેવેન્દ્ર બારીયા (સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પશ્ચિમ કચ્છ ખાણખનિજ)

ત્રીજી આંખ : ખાડાથી પ૦૦ મીટર દુર ખનીજ ખોદેલો દેખાડી અને ખનીજવિભાગ પણ પાર્ટીને છટકબારીઓનો રસ્તો ન કરી આપે તે જરૂરી, સૌ પ્રથમ તો વનતલાવડીમાં ખનીજ નીકળ્યાની જાણ કેમ પશ્ચિમ કચ્છ ખનીજ વિભાગને ન કરવામાં આવી? વનવિભાગ, સબંધિત પાર્ટીનો આ જ વિષય પર ખુલાસો મંગાય તો ઘણુ બધુ બહાર આવી જાય..! મામલતદારશ્રી આ કૃત્ય પકડી શકે છે તો વનવિભાગ તથા ખાણખનિજ વિભાગના જવાબદારો કેમ અંધારામાં રહી જાય છે?



ગાંધીધામ  : કચ્છના વનતંત્રમાં જાણે કે જંગલરાજ જ ચાલી રહ્યો હોય તેવી રીતે સરકારી ચોપડે એક પછી એક ઘટનાઓ સામે આવવા પામી રહી છે. માંડવી મામલતદારશ્રી દ્વારા તાજેતરમાં જ શીરડીથી ગગાપર જતા રોડ પર વનવિભાગે વનતલાવડી બનાવવા મંજુરી આપેલી હતી તે જગ્યા પરથી બન્ટેાનાઈટનું ગેરકાયદેસર બેરોકટોક ખનન કરવામા આવતુ હોવાનો ખુલાસો થવા પામી ગયો હતો અને હવે આ કૌભાંડમાં ખાણખનિજ વિભાગ પશ્ચીમ કચ્છ પણ એકશનમાં આવવા પામી ગયુ હોવાનો વર્તારો જોાવ મળી રહ્યો છે. વનવિભાગને શિયાળામાં વનતલાવડીની મંજુરી ર/૧૧/રપના રોજ કાર્યાલય આદેશ કરીને આપવાની કઈ તાત્કાલીક જરૂરીયાત ઉભી થઈ હતી? મંજુરી અપાઈ છે તો સરકારી નીતીનીયમો અનુસરાયા છે ખરા? તે જગ્યાએથી બેન્ટોનાઈટ નીકળવા પામી ગયુ તો શા માટે ખનીજ વિભાગને આ બાબતે પાર્ટી અથવા તો વનવિભાગ દ્વારા જાણ જ કરવામા ન આવી? સહિતના અનેકવિધ પુછાણાઓ વનવિભાગ તથા સબંધિત પાર્ટીઓના લેવામા આવી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. તો વળીબીજીતરફ ખનીજચોરીને અટકાવવા માટે કચ્છ કલેકટરશ્રી દ્વારા સંયુકત રીતે અધિકારીઓની એક ટાસ્કફોર્સ બનાવેલી છે અને તેમાં પણ વનતલાવડીના નામે ખનીજચોરીના પ્રકરણનો મુદો પણ આ ટાસ્કફોર્સની મીટીંગમાં પણ બરાબરનો ઉછળવા પામી ગયો હાવેાનુ સામે આવવા પામી રહ્યુ છે. જો આ પ્રકરણમાં અંતિમ કડક અને તટસ્થ તપાસ કરવામાં આવશે તો ચોકકસથી વનવિભાગમાં પેધી ગયેલો જંગલરાજ વહીવટ પણ ખુલવા પામી શકે તેમ મનાય છે.
બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ દરોડા સંદર્ભેની રોજકામની કામગીરી સાથેનો અહેવાલ મામલતદાર શ્રી માંડવીએ અમને આપેલો છે  અને તેના આધારે અને વનવિભાગ પાસેથી પણ કેટલીક માહીતીઓ મંગાવી છે, સ્થળ પર અમારી ટીમોને મોકલાવી છે જે માપણી-સર્વે સીટ તૈયાર કરશે તે બાદ આગળની કાર્યવાહી થશે. શ્રી બારીયાએ વધુમાં કહ્યુ હતુ કે, વનવિભાગને બન્ટેોનાઈટ નીકળે તો સૌ પ્રથમ ખાણખનિજને જાણ કરવાની હોય છે તે કરાઈ હતી કે કેમ? તે સહિતની દસ્તાવેજી માહીતીઓ મંગાવી છે જે આવેથી ચોકકસથી આ બાબતે કડકાઈથી ધોરણસરની કાર્યવાહી જે કોઈ પણ ચુક કરનારાઓ હશે તેમની સામે કરવામા આવશે તેવુ શ્રી બારીયાએ જણાવ્યું છે. 


...........


વનવિભાગના બેદરકાર અધિકારીની સામે થવી જોઈએ કડક લાલઆંખ


શિરડીમાં વનતલાવડીનો કાર્યાલય આદેશ કોણે કર્યો છે? શું સરકારી નીતીનિયમોને તેને કોઈ જ ગતાગમ નથી, કાર્યાલય આદેશમાં પણ 
કોઈ જ વધુ વિગતો કેમ નથી લખાયેલી?



ગાંધીધામ : વનવિભાગ દ્વારા કાર્યાલય આદેશ કરી અને વનતલાવડી બનાવવાનો આદેશ અપાયો અને તેમાં બેન્ટોનાઈટ જેવા કીમંતી ખનીજનું ખનન ઝડપાઈ જવા પામ્યું છે. આ કૃત્ય ક્રોસ રેઈડમાં સામે આવવા પામ્યુ છે. વનવિભાગ તેને નથી પકડી શકયુ એટલે સવાલો થાય છે કે આ વનતલાવડીની મંજુરી કયા અધિકારીના કાર્યાલય આદેશથી અપાઈ છે? કોની સહીઓ તેમાં રહેલી છે? શું નીતી નિયમોને જોઈને આ મંજુરી અપાઈ છે? કચ્છ કલેકટરશ્રીએ વનવિભાગના આ અધિકારીની સામે જ કરવી જોઈએ ધાક બેસાડતી કડક કાર્યવાહી?



..............


માંડવીના વનવિભાગે આવી કેટકેટલી વનતલાવડીઓની આડમાં
ખનીજ ખોદકામની આપી દીધી છે મંજુરી? કરાવો કડક તપાસ.!



ગાંધીધામ : માંડવીમાં વન તલાવડીની મંજુરીઓ લઈ અને ખનીજચોરીનું મોટુ નેટવર્ક ચાલી રહ્યુ હોય તેવી ગંધ ફેલાતો ઘટનાક્રમ સામે આવવા પામી ગયો છે. માંડવીના મામલતદારની ટીમ દ્વારા આ કારનામુ પકડી પડાયુ છે. શિરડીમાં અક કેસમાં તપાસ ચાલી રહી છે આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, માંડવી વનવિભાગના અધિકારીઓએ આવા કૃત્યો અન્ય કેટકેટલામાં કરી દીધા છેો તે સહિતની તમામ માહીતીઓ મંગાવી જોઈએ. વનતલાવડીઓ શિાયળામાં બનાવવાની કેમ જરૂર પડી છે? અને કયા આધારે આ વનતલાવડીઓની મંજુરી કાર્યાલય આદેશ કરીને અપાઈ છે? શિરડીમાં જે કૃત્ય પકડાયુ તેવા કૃત્યો અન્ય કયાં કયાં ચાલી રહ્યા છે? તેની પણ તપાસ કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM