પંજાબથી મુંદરા રેલ માર્ગે કરોડોના દારૂકાંડમાં નવા કડાકાભડાકા : અનોપની દવા થઈ કે શું?
SMC ને રજેરજની માહીતીઓ કેમ હાથે લાગી ગઈ?
કચ્છમાં મોટા દારૂના નેટવર્ક ચલાવાવ હોય તો પુના-રામાની પરવાનગ લેવી જ પડે, તેને બાયપાસ કરવો એટલે આ બેલ મુજે મારનો જ થઈ જાય તાલ, પુના-રામાની સાથે જ ઉછરેલ માંડવીના યુવરાજ પણ ત્રગડી પટ્ટામાં બુટલેગર કીંગ બનવા ગયો હતો, તેનો છ કરોડનો મુદામાલ તો પકડાવી જ દીધો, જેલની હવા ખાતો પણ આ પુના-રામા અને તેના સાથેના ખાખીના ટોંચના વહીવટદારોએ કરી દીધો, પંજાબવાળા કાંડમાં પણ કયાંક અનોપ પુના-રામાથી અલગ પોતાની કોઈ લાઈન સેટ કરવા ગયો અને સ્ટેટ મોનીટરીગ સેલને બાતમી આપી દેવાઈ, હોય તેવુ તો નથી બન્યુ ને..?
અનીલ પંડીયા-પવનસિંહ-પુનાને ઓવરટેક કરવાનુ તો અનોપને કયાંક મોઘુ સાબિત નથી થઈ ગયુ ને? જાણકારોની ચર્ચા
“કોઈપણ બુટલેગરને એટલું ન ફૂલાવો કે તે પોલીસને પણ આંખ દેખાડવા લાગે. હવે વાત પૂનાની આવી ગઈ છે પોલીસ રજા આપે, પણ હવે તો પૂનાની મંજૂરી લેવી પડે એવા દિવસો આવી ગયા છે.”
ગાંધીધામ : પંજાબથી કચ્છના મુંદરામાં રેલ માર્ગેા દારૂ લાવવાના એક નવા અને મોટા કારસ્તાનનો ખુલાસો તાજેતરમાં જ થવા પામી ગયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ વિજિલન્સની ટીમ દ્વારા આ નવા પ્રકારના એમઓ સાથે કરોડોના ઘુસી ગયેલા દારૂને અટકાવતો સપાટો બોલાવયો હતો. પંજાબના લુધીયાણાથી મુંદરા સુધી આવી અને પ્રાગપર ચોકડી પાસે કન્ટેઈનર ખાલી થતા હતા અને અહીથી માળીયા સુધી તથા ત્યાથી સુરત સુધી આ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ પહોચતો હોવાની વાત ખુલવા પામી હતી અને જાણે કે સૌ કોઈમાં ખળભળાટી જ મચી જવા પામી ગઈ હતી.
આ દારૂના કન્ટેઈનરો તો એક પછી એક એમ બે પકડાયા પરંતુ એથી પહેલા ૧૬જેટલા કન્ટેઈનરો તો અહીથી નીકળી જ ગયા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ કેસની તપાસ એસએમસીએ પોતા પાસે જ રાખેલી છે અને તે આગળ ધપી જ રહી છે તેની વચ્ચે જ હવે જાણકારો દ્વારા આ નવા પ્રકારના પેંતરાઓની ગોઠવણી થતા તે પકડાઈ જવાને લઈને તરેહ તરેહની ચર્ચાઓ કરી રહ્યા છે. તપાસ તટસ્થ થશે તો કદાચ દુધનું દુધ અને પાણીનું પાણી તેમાં થવા પામી જ જશે પરંતુ મુંદરા રેલ માર્ગો કરોડોના આ દારૂકાંડમાં નવા કડાકાભડાકાઓ જે સામે આવી રહ્યા છે તેને જો સમજીએ તો કયાંક ને કયાંક બુટલેગર અનોપની પણ અહી દવા જ થવા પામી ગઈ હોવાનુ ચર્ચાય છે. આ વાતને વિતગવાર સમજીએ તો પુના અને રામા પાસે અનોપ પેટામાં માલ લેતો હતો. કિડાણાનો આ શખ્સ બુટલેગર અનોપ પુના-રામાની ટોળકીનો જ સાગરીત હતો. પુનાનુ નામ દારૂમાં બહુ બદનામ થઈ ગયુ એટલે તેણે અનોપના નામે ગાડીઓ મંગાવવાની ચાલુ કરી અને ર૦ ટકા કમિશન ગાડી પેટે અનોપને આપી દેવાનુ નકકી કર્યુ હતુ. અને તે અનુસાર જ અનોપ કરોડોનો દારૂ પુનાની લાઈનથી જ ગુજરાતના સોથી મોટા સપ્લાય અનિલ પંડીયા મારફતે જ મંગાવતો હતો અને તે કરોડોનો દારૂ પકડાતા ફલીત પણ થવા પામી ગયુ હતુ. આ કેસોમાં અનોપની ધરપકડ કરાઈ અને તેને પાસા હેઠળ પણ ધકેલી દેવામા આવ્યો છે. પરંતુ કહેવાય છે કે કે લાલચ બુરી બલ્લા હે, જંગલમાં બેઠા બેઠા પણ અનોપ પોતાના દારૂનો નેટવર્ક ન માત્ર ધમધમાવતો હતો પરંતુ અનોપ પુના અને રામાની જે અનિલ પંડયાની લાઈન હતી તેને બાયપાસ કરી અને પોતાની રીતે પંજાબ-લુધીયાણાથી ડાયરેકટર દારૂ મંગાવતો થયો હતો. જે પુના તથા અનિલ પંડયા સહિતનાઓને ખુંચવા પામ્યુ હતુ. જે બાદ અનોપને બોલાવી અને એકવાર અનિલનો માલ મંગાવવો અને એકવાર પંજબાથી અલગથી તેની લાઈનથી મંગાવાવે તેવુ નકકી થયુ હતુ પરંતુ રેલ માર્ગે વધારે સેઈફ-સલામતી હોવાથી અનોપે અનેક કન્ટેનરો પંજાબથી ન માત્ર મંગાવ્યા બલ્કે તેને મુંદરાથી મોરબી અને ત્યાથી સુરત સુધી ઠાોલવી પણ દીધા હોવાની જાણ પુના-રામા-અનિલ પંડયા ટોળકીને થતા કયાંક ને કયાંક પંજાબથી રવાના થયેલ અનોપના કન્ટેઈનરના દારૂની ચોકકસ બાતમી એસએમસી સુધી પહોચાડી દીધી અને તેનો માલ પકડાવી અને તેની દવા જ કરાવી દીધી હોય તેવુ જાણકારો માની રહ્યા છે.
................
પાલનપુર-પાટણની સરહદો ફરી આવેલ
વહીવટદાર ભગીરથની કેટલી ભાગબટાઈ?
અમિત-ચંદન જેવા કુખ્યાત બુટલેગરોને નાની નાની ગાડીઓમાં માલ રાજસ્થાન-બનાસકાંઠાથી મંગાવી દારૂની ધુમ ડીલીવરીમાં વહીવટદાર તરીકે પંકાયેલ ભગીરથની અનોપ પ્રકરણમાં કેટલી સંડોવણી?
ગાંધીધામ : કચ્છમાં અલગ અલગ રીતે દારૂની રેલમછેલ નેટવર્ક સાથે જ થવા પામી રહી હોય તેમ પકડાઈ રહેલા કેસો પરથી જોવાઈ રહ્યું છે. અનોપનું નેટવર્ક હોય કે પછી અમિત ચંદન સહિતનાઓના કારનામાઓ, છુટાછવાયા કેસો થવા પામી જ રહ્યા છે. પંજાબથી મુંદરા સુધી કરોડોના દારૂનો ખુલાસો થયો છે તેમાં કચ્છમાં જ હાલમાં કાર્યરત અને અગાઉ પાલનપુર પાટણ સહિતની સરહદો જોઈ આવનાર વહીવટદાર ભગીરથની કેટલી ભુમિકા છે? અમિત-ચંદનના ગાડીઓ મારફતે દારૂ ઘુસાડવામાં તો આ ભગીરથનું નામ વહીવટદાર તરીકે ચર્ચામાં આવી જ ચુકયુ છે પરંતુ અનોપ-નવઘણ-ગવલા સહિતનઓના દારૂના ધંધામાં પણ ભગીરથની ભાગબટાઈ છે કે કેમ?
.................
જેલમાં બંધ હોવા છતા અનોપનું કેટલુ વિશાળ છે નેટવર્ક..!
જુઓ તો ખરા? નવઘણ - હિંમત, ગવલો અને કઈક બીજા.!
પંજાબથી મુંદરા, ત્યાંથી પ્રાગપર ચોકડી પાસેથી માળીયા અને સુરત સુધી દારૂ ઠલવાતો હોવાની સામે આવેલી ચર્ચાઓ વખતે લાલબત્તી : હિંમત ભુજમાં કાળા કલરની સ્કોપર્યોમાં કયા આંગડીયામાં વહીવટ કરવા સાંજે જાય છે?
અનોપ તો જેલમાં બેઠો છે, છતા તેનો વહીવટ-નેટવર્ક તેનો સબંધી હિંમત સંભાળતો હોવાની છે ચર્ચા પોલીસ સાથેના બધા જ વહીવટ હિંમત-નવઘણ હસ્તક છે, ભુજ આસપાસનો વિસ્તાર પણ નવઘણને જ અપાયેલો છે, એનો જ માલ થાય છે કટીંગ, સામખીયાળી-ભચાઉ સુધી વહીવટ પણ નવઘણ જ કરતો હોવાની છે ચર્ચા : તો ગાંધીધામ એ-બી ડીવીઝન સહીતના વિસ્તારોમાં અનોપનો દારૂ ગવલો ઠાલવતો હોવાની ચર્ચા
ગાંધીધામ : કચ્છમાં દારૂની બંધી કેટલી હદે બદી બની જવા પામી ગઈ હશે કે, પાસા તળે અન્ય જેલમાં બંધ બુટલેગરો પણ બિનધાસ્ત થઈ અને કચ્છમાં તેમના નેટવર્ક ચલાવી રહ્યા હોવાનુ કાગળ પર ફલિત થવા પામી રહ્યુ છે. પંજાબથી મુંદરા રેલ માર્ગો ત્રણ કરોડથી વધુના દારૂના કેસમાં ખુલાસા થયા છે તે અનુસાર અનોપનુ જ નામ તેમા ખુલવા પામ્યુ છે. આ શખ્સ તો પાસા હેઠળ જેલમા બંધ છે. છતા દારૂનો આટલુ વિકરાળ નેટવર્ક ચલાવી રહ્યો છે તે વાત ખરેખર ચિંતાજનક ન કહેવાય! પંજાબથી મુંદરા, ત્યાથી માળીયા, ત્યાથી સુરત અને પછી આખાય ગુજરાતમાં આ દારૂ સપ્લાય થવા પામી જાય. જાણકારો કહી રહ્યા છે કે, અનોપનો વહીવટ તથા વિતરણ નવઘણ-હિમંત-ગવલો સહિતનાઓ સભાળી રહ્યા હાવેાનુ મનાય છે. ભુજમાં નવઘણનો જ દારૂ કટીંગ થાય છે, અન્ય કોઈને મોટી મંજુરી નહી, નવઘણ ભચાઉ-સામખીયાળી સહિતના વિસ્તારોનો પણ વહીવટદારની ભુમિકામા છે તો વળી હિમંત અનોપના હપ્તાઓ સહિતની વ્યવસ્થાઓ જોઈ રહ્યો હોવાનુ કહેવાય છે. જયારે કે ગવલો ગાંધીધામ એ બી ડીવીઝન સહિતના વિસ્તારોમાં બુટલેગરોને અનોપનો દારૂ પહોચતો કરાવતો ફરી રહ્યો છે.

Comments