Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પીએસઈ - એસએસઈની પરીક્ષા લેવાઈ

29 November



જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૬ અને ૯ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પીએસઈ અને એસએસઈ પરીક્ષા કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ૨૮ કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસએસઈ પરીક્ષામાં ૧૭૨૮ વિદ્યાર્થીઓમાંથી ૧૩૭૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.  જયારે પીએસઈમાં ૪૩૮૮ વિદ્યાર્થીઓમાંથી ૪૦૯૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.  ઝોનલ અધિકારી તરીકે વર્ગ ૨ આચાર્ય વનિતાબેન મહિડાએ જવાબદારી નિભાવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM