Trending News
સ્થાનિક સમાચાર

મહારાજ ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી દ્વારા માધાપરના ફિલાટેલીસ્ટને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-ર૦રપ એનાયત કરાયો

29 November


ભુજ - કચ્છઉદય : મહારાજ ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી દ્વારા દર વર્ષે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ જાહેર કરવામાં આવે છે, તે અંતર્ગત ૨૦૨૫નો એવોર્ડ માધાપરના ફિલાટેલીસ્ટ અને નુમેસ્સમેટિસ્ટ નારાણભાઈ વી. મચ્છરને જાહેર કરવામાં આવ્યો છે. 
નારાણભાઈ ૧૦ વર્ષની વયથી સિક્કા સંગ્રહ અને ટિકીટ સંગ્રહનો શોખ ધરાવે છે અને આજે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ આ શોખની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈને જીવનનો આનંદ માણે છે. તેમના સંગ્રહમાં ભારતની અને દેશ વિદેશની ટિકીટો, સિક્કાઓ, ફર્સ્ટ ડે કવર, મિનીએચર શીટ, પોસ્ટ કાર્ડ, બ્રિટિશ શાસન સમયના સ્ટેમ્પ પેપર, સિક્કા સંગ્રહ, આઝાદી પહેલાની કરન્સી નોટો, સિક્કાના પ્રુફ સેટ, કચ્છ રાજ્યના સિક્કા અને કોર્ટ ફી ટિકીટો વગેરે સંગ્રહ ધરાવે છે. તેઓ મુંબઈ કોઈન સોસાયટી, કચ્છ ફિલાટેલિક એસોસિએશન અને કચ્છ કોઈન સોસાયટીનું આજીવન સભ્યપદ ધરાવે છે અને આ સંસ્થા દ્વારા યોજાયેલા અનેક પ્રદર્શનમાં ભાગ લીધેલ છે અને તેમના ‘વન મેન શો’ પણ યોજાઈ ચુક્યા છે. કચ્છ કોઈન સોસાયટીના તા. ૭/૧૨ના એરપોર્ટ રોડ પર આવેલા મારું ગામડું હોટલમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં નારાણભાઈ મચ્છરને આ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવશે. 
-----

Comments

COMMENT / REPLY FROM