Trending News
સ્થાનિક સમાચાર

ભુજ મામલતદાર કચેરી ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પ યોજાયો

29 November



ભુજ - કચ્છઉદય : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન તળે ભુજ મામલતદાર કચેરી શહેર તથા ગ્રામ્ય ખાતે બે દિવસીય ખાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ શનિવારના પ્રથમ દિવસે  બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો.શનિવારે ભુજ મામલતદાર કચેરી ગ્રામ્ય તથા શહેર બંને ખાતે યોજાયેલા કેમ્પમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોય અથવા ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ ભરવા, સને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે માતા-પિતા - દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
-- 

Comments

COMMENT / REPLY FROM