Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૧૪ સ્થળોએ ગણતરી ફોર્મ જમા કરવાનો ખાસ ઝુંબેશ કેમ્પ યોજાયો

29 November



મતદારોના ગણતરી ફોર્મ જમા કરવા સહિતની સર આનુસંગીક કામગીરી કરાઇ : મતદારોએ બહોળી સંખ્યામાં લાભ લીધો

ભુજ - કચ્છઉદય : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે, જે સંદર્ભે કચ્છમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરકચ્છના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા મતદાર વિભાગોમાં બે દિવસીય ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે હેઠળ શનિવારના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો.
જિલ્લાના ૧૪ સ્થળોએ યોજાયેલા કેમ્પમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોય અથવા ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ ભરવા, સને ૨૦૦૨ની મતદાર યાદીમાંથી પોતાનું કે માતા-પિતા - દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,આવતીકાલે સાંજના ૫ વાગ્યા સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મતદારો ગણતરી ફોર્મ ભરીને સદર કેમ્પ ખાતે જમા કરાવી શકશે, જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન એન્યુમેરેશન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા અને સદર નક્કી કરેલ કેમ્પ ખાતે જમા કરાવવા ઉક્ત સમય અને તારીખે યોજાનાર ખાસ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
-----

Comments

COMMENT / REPLY FROM