Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ડિઝલ દાણચોર અમિત-ભ્રષ્ટ PI  ટોળકીની બકરી ડબ્બામાં પુછડી બહાર : પીપાવાવમાં મોટો ઝટકો....!

29 November

અબ આયા ઉંટ પહાડ કે નીચે : હવે ગાંધીધામ કોમ્પલેક્ષમાં કાળા-ધોળાના થશે મોટા ડખ્ખા.!



પીપાવાવમાં અટકેલા કન્સાઈનમેન્ટમાં સરકારે તરફે થઈ નિર્ણાયક કાર્યવાહી : સેમ્પલ નેગેટીવ આવ્યા, ભારતમાં રીસ્ટ્રીકટેડ કાર્ગોની યાદી વાળો જ હોવાનુ સેમ્પલમાં થયુ ફલિત : મુંબઈ પવઈ લેબમાં થયું પૃથકરણ : હવે ગમે તે ઘડીએ કાર્ગો રીએકસપોર્ટ કરવાનો વછુટી શકે છે ઓર્ડર : આ ઓર્ડર આવ્યો એટલે ડિઝલ દાણચોર અમિત આણી ગેંગને તો રાતા પાણીએ રોવાનો આવી શકે છે વારો

આ ટોળકી અનેક પોર્ટ પર ગેરલાભ લેવા જાય છે, કયાંક ભ્રષ્ટ અધિકારીથી ભેંટો થઈ જાય તો મજા પડી જાય, પણ આ વખતે પોલ ખુલ્લી પડી ગઈ છે એટલે હાલત કફોડી બની ગઈ હોવાનો દેખાય છે વર્તારો : જો કે અમીતનો તો રોવાનો વારો આવવાનો જ નથી, કારણ કે માલ પેટે અમિતે મોટી ડીપોજિટ સંકુલમાથી ભેગી કરી લીધી છે, અને એ ડીપોજિટ જેમણે આપી છે તે પણ મોટાભાગની બેનંબરી જ છે એટલે અમિતને તો ઘી-કેળા જ થઈ ગયા, રોવાનો વારો તો જેમને બેનંબરી નાણા રોકયા છે તેમનો જ આવશે..!



ગંધીધામ : ડીઝલ દાણચોર અમિત તથા તેનો સાગરીત ભ્રષ્ટ પીઆઈની બકરી હવે ડબ્બામાં અને પુછડી બહાર જેવો તાલ થવા પામી રહયો હોવાનો વર્તારો સકુલમાં જાણકારવર્ગ જોઈ રહ્યો છે. પીપાવાવ વાળા કન્સાઈમનેમ્ટનમાં અનેકવીધ અધમપછાડા બાદ પણ આ ગેગને ઝટકો જ મળી ગયો હોવાની ચર્ચા પણ તેજ બની છે.આ બાબતે સંકુલમાં ચર્ચાતી વિગતો અનુસાર માઈક્રો હાઈડ્રા કાર્બન દર્શાવી અને તેની આડમાં લાંબા સમયથી ડીઝલની દાણચોરી કરનાર ટોળકી હવે બરાબરની સાણસામાં આવી ગઈ હોવાનો વર્તારો દર્શાય છે. અમિત આણી ટોળકી પહેલા મુંદરામાં એમએચઓના નામે ડીઝલ દાણચોરીને અંજામ આપતી હતી પરંતુ હવે તો આ ગેગના મુંદરામાં ૩૦૦ કન્ટેઈનર, તે બાદ પીપાવાવ પોર્ટ પર ૭૦૦૦થી વધુ ટનનો જથ્થો અને તે પછી કંડલામાં ૧ જહાજમાં સેમ્પલો નગેટીવ આવ્યા બાદ આગળ ધપતી તપાસોમાં કસ્ટમ-એજન્સીઓ જરા સહેજ પણ મચક આપવાના મુડમાં ન હોય તેવા એંધાણો સામે આવવા પામી રહ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે, પીપાવાવમાં અટકેલા કન્સાઈનમેન્ટમાં સરકારે તરફે નિર્ણાયક કાર્યવાહી થવા પામી ચુકી છે. પીપાવાવમાં ગાંધીધામના કઈક લોકોના રોકાયેલા નાણા સાથે અમિત આણી ટોળકીએ જે કન્સાઈમન્ેન્ટ મંગાવ્યુ હતુ તે હવે કલીયર થાય તેમ જણાતુ નથી. આવુ એટલા માટે કહેવાય છે કે તેના સેમ્પલ નેગેટીવ આવ્યા હોવાનુ મનાય છે એટલે કે ભારતમાં રીસ્ટ્રીકટેડ કાર્ગોની યાદી વાળો જ જથ્થો આ જહાજમાં હોવાનુ સેમ્પલમાં ફલિત થવા પામી ગયુ છે. કહેવાય છે કે,  મુંબઈ પવઈ લેબમાં પૃથકરણ કરવામા આવેલ છે. હવે ગમે તે ઘડીએ કાર્ગો રીએકસપોર્ટ કરવાનો આદેશ પણ વછુટી શકે છે.  આ ઓર્ડર આવ્યો એટલે ડિઝલ દાણચોર અમિત આણી ગેંગને તો રાતા પાણીએ રોવાનો વારો આવી જશે તેવી વકી પણ સામે આવી રહી છે. પીપાવાવ વાળા કાર્ગોમાં રીએસકપોર્ટનો ઓર્ડર ન વછુટી જાય તે માટે હવે અમિતના મુંબઈમાં આંટાફેરા-દોડધામ વધી ગઈ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, જુના કસ્ટમના ભ્રષ્ટ જોગીઓના કદમપોશી કરી, યેન કેન પ્રકારે અન્ડર સિઝર ઓર્ડર પીપાવાવનલ લેવા માટે અમિત મથી રહ્યો છે. જો કે, અમદાવાદ કસ્ટમ ચીફ કમિશ્નરશ્રી મચક આપે તેમ નથી, મુંદરા-પીપાવાવ-કંડલા સહિતના અટકેલા કન્ટેઈનરોની પાછળ માસ્ટકમાઈન્ડ એક જ હોવાનુ તારણ એજન્સએ કાઢી લીધુ હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે.

...........



અમિતની ડિઝલ દાણચોરીમાં એક કા ડબલમાં સંકુલના
કઈકના ઉપરના નાણાનું રોકાણ સલવાયાની છે ચકચાર



ગાંધીધામ : એમએચઓ ડીકલેર કરી તેની આડમાં ડિજલ લાવી માર્કટમાં ઠાલવી અને ગેરકાયદેસર રીતે રાતોરાત એક કા ડબલ કરી લેવાની લોભામણી જાહેરાતો ડીજલ દાણચોર અમિત દ્વારા અપાતી રહી તેમાં લોભાઈ અને અદ્વર પડી રહેલા નાણા જયા ત્ય સાચવવા તેના કરતા રાતોરાત ડબલ કરી લેવાની લ્હાયમાં કઈક લોકોએ રપ-પ૦ લાખ આ અમિતની સાથે ડિજલ દાણચોરીના ધંધામાં રોક્યા હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે. હવે આવા અલગ અલગ વેપારીઓ સહિતનાઓના આવા નાણા પણવિવિધ કન્સાઈનમેન્ટ એજન્સીના રડારમાં આવી જતા સલવાઈ જવા પામ્યા હોવાની સ્થિતી સર્જાતી જેાવાઈ રહી છે.


.............



એસીબી તપાસ કરે કે, ભ્રષ્ટ પીઆઈ આટઆટલી બધી
સંપત્તીનો આસામી કેવી રીતે બન્યો? નાણા કયાંથી આવ્યા?




ગાંધીધામ :  કચ્છમાં જ પડયાપાથર્યા રહેતા એક બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈ મોંઘીદાટ હોટેલોમાં ભાગીદારી કરી રહયો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, એન્ટી કરપ્શન બ્યુરોએ આ બાબતે અહી વક્રદ્‌ષ્ટી કરવાની જરૂ રછે કે, હોટલોમાં ભાગબટાઈ, મોંધીદાટ લોચાવાળીકરોડોની જમીનોમાં રોકાણ, ઝોનમાં યુનિટ ખરીદી કરવા સહિતની રકમ આ પીઆઈ લાવે છે કયાંથી? તેની આવકના સ્ત્રોત કયા છે? તે દીશામાં પણ તપાસ કરવી ઘટે. 

............

Comments

COMMENT / REPLY FROM