Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ નમસ્કાર જૈન તીર્થધામના ચોરીકાંડમાં  રાજસ્થાની ગરાસીયા ગેંગના સાગરિતો દબોચાયા

29 November

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમને શાબાશ છે..!





ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થમાં થયેલ ચોરીના ગુનાનો પૂર્વ્‌ કચ્છ એલસીબીની ટીમએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

ધાર્મિક સ્થાનકો સહિતમાં સીસીટીવી કેમેરાઓ લગાવવા જરૂરી : એસપીશ્રી સાગર બાગમારની અપીલ : ભચાઉ નમસ્કાર તીર્થના ગુના ઉકેલ સંદર્ભે પ્રેસ યોજી આપી માહીતી : સીસીટીવીના ફુટેજ ભેદ ઉકેલવામાં બન્યા મદદરૂપ, રાજસ્થાનના જંગલો ખુંદીને ગુનાનો ભેદ ઉકેલનારા પોલીસકર્મીઓને અપાશે પ્રશસ્તિપત્ર, આઈજીશ્રીએ પણ ગુનાના ઝડપી ઉકેલની કરી છે પ્રશંસા : અગાઉ આડેસર પાસેના આઠ-દસ ધાર્મિક ઠામોમાં થયેલી ચોરીમાં પણ રાજસ્થાની ગરાસીયા ગેંગના જ શખ્સોની ખુલી હતી સંડોવણી



ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમ એલસીબી દ્વારા ભચાઉ વિસ્તારમાં થયેલી ધાર્મિક ઠામની ચોરીનો રહસ્ય ગણતરીના સમયમા જ ઉકેલી લીધો છે.  આ બાબતે જાહેર કરવમા આવેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઇ તા.૨૧-૨૨/૧૧/૨૦૨૫ ના રાત્રિના સમયે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડા ના પરીસરમાંથી પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશ કરી ભગવાનની મુર્તિ ઉપરથી મુગટ,કુંડળ,હાર તથા 
દાનપેટી તોડી રોકડ રકમની મંદિર ચોરીનો બનાવ  બનવા પામેલ. જેથી આ બનાવ સબંધે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ 
પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા તાત્કાલીક ચોરી વાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.જેમા નાયબ 
પોલીસ અધિક્ષકશ્રી સાગર  સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના માર્ગદર્શન હેઠળ 
પોલીસ ઇન્સપેકટર એન,એન.ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ,
પુર્વ કચ્છ ગાંધીધામ તથા 
પોલીસ ઇન્સપેકટર એ.એ.જાડેજા ભચાઉ પો.સ્ટે.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ  એનાલીસીસ તથા સી.સી.ટી.વી.ના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતા જેમા મંદિરના પથ્થર ઘસાઇ કામ કરેલ જુના કારીગરો સંકળાયેલ હોવાનુ જણાઇ આવતા તે આધારે આરોપીઓની તપાસ કરતા તે આરોપીઓ રાજસ્થાન બાજુ નાશી ગયેલ હોવાનુ જણાઇ આવતા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી રાજસ્થાનનાં ગૌગંદા ઘાટીનાં જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સમયે સર્ચ કરી ગરાસીયા ગેંગ ના 
આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એન.ચુડાસમા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એ.જાડેજા ભચાઉ પો.સ્ટે. તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.જી.પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એલ.સી.બી. સ્ટાફ તથા ભચાઉ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


............



ગરાસીયા ગેંગની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી

આ કામેના આરોપી મોહનલાલ સાઓ સોપારામ ગરાસીયાનાઓ પથ્થર કોતરણી કામના જાણકાર હોઈ તેઓ સદર ચોરી થયેલ મંદિરનું પથ્થર કોતરણી કામ કરેલ હોઈ જેથી સદર મંદિરની ભૌગોલીક 
પરિસ્થિતીથી વાકેફ હોઈ જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓ 
પોતે ન આવી તેના વિસ્તારના માણસોને મોકલી મદદગારી કરી સદર ચોરીને અંજામ આપેલ છે.

.........



કબ્જે કરેલ મુદ્દામાલ


સોના ચાંદીના મુગઢ - ૩ કિ.રૂ. ૧,૧૦,૦૦૦/-,સોના ચાંદીના વરખ વાળા હાર-૨ કિ.રૂ. ૨૫૦૦/-,કાનની કુંડળ-૬ કિ.રૂ.૬૦,૦૦૦/-,મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦,૫૦૦/-,કુલ કિ.રૂ.૧,૮૩,૦૦૦/


.......

આરોપીનો ગુનાહિત ઈતિહાસ


(૧) હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયા રહે.ઉપલા ભીમાણા પો.સ્ટે.-નાણાં,તા.બાલી,જી.પાલી રાજસ્થાન,કેલવા પો.સ્ટે. (જી.રાજસમંદ ) ગુ.ર.નં. ૧૦૧/૧૭ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,
રેવદર પો.સ્ટે.(જી,શિરોહી) ગુ.ર.નં. ૦૨/૧૮ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,અનદરા પો.સ્ટે.(જી.શિરોહી) ગુ.ર.નં. ૧૩૧/૧૭ ઇ.પી.કો.૪૫૭,૩૮૦,નાણા પો.સ્ટે. (જી.પાલી) ગુ.ર.નં. ૦૪૪૨૫ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)


..........


પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) ભીમારામ ઉર્ફે ભીમો સઓ ખુમારામ ગરાસીયા ઉ.વ. ૨૫ રહે.ઉપલા ભીમાણા,
પો.સ્ટે. નાણાં, તા.બાલી,જી.
પાલી રાજસ્થાન (૨) મોહનલાલ સાઓ સોમારામ ગરાસીયા ઉ.વ. ૩૮ રહે. રહે.ઉપલા ભીમાણા 
પો.સ્ટે. નાણાં, તા.બાલી,જી.
પાલી રાજસ્થાન


..........


પકડવાનો બાકી આરોપીનું નામ

(૧) હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયા રહે.ઉપલા ભીમાણા,પો.સ્ટે.-નાણાં, તા.બાલી,જી.પાલી રાજસ્થાન, શોધાયેલ ગુના-(૧) ભચાઉ 
પો.સ્ટે. ગુ.ર.નં. ૦૯૪૩/૨૫ બી. એન. એસ. ક.૩૦૫ (ડી),૩૩૧(૪),૫૪
.........

 

Comments

COMMENT / REPLY FROM