Trending News
સ્થાનિક સમાચાર

કોંગ્રેસના જનઆક્રોશ રેલીના સજજડ પડઘા : ગાંધીધામ -કંડલા સંકુલમાં દેશી-અંગ્રેજી દારૂના અડ્ડાઓ ટપોટપ બંધ..!

29 November

છે..ને..ચમત્કારને જ નમસ્કાર..!





કોંગ્રેસના આગેવાનો અને વડગામના ધારાસભ્યએ પણ દારૂ મામલે રાજય સરકાર-ગૃહવિભાગને ઉઠાવેલા સવાલો બાદના ઘાત-પ્રત્યાઘાતો : ટુકં જ સમયમાં ગાંધીધામ મધ્યે પણ આ રેલીનો પડાવ હોવાથી સંકુલમાં ખુલ્લીને ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાના વહેતા થઈ ગયા કડક સંદેશ : ખાખીના અમુક બની બેઠલા વહીવટદારોએ મળતીયા બુટલેગરોના મોટા મેાટા પોઈન્ટ હાલમાં થોડા સમય માટે કર્યા બંધ



દારૂના પોઈન્ટ બંધ થતા અમુક બુટલેગરોને થઈ ગયા બખ્ખા : લીકરની ડીમાન્ડ એ જ રહી છે, એટલે ગાપટારૂપે હજુય વેંચાતા દારૂવાળાઓને માંગ્યા તગડા ભાવો દારૂની બોટલોની ડીલીવરીના છુટાછવાયા કિસ્સાઓમાં મળી રહ્યા હોવાની છે ચર્ચા



ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધી લાગુ પડેલી છે પરતું માત્ર કાગળ પર જ રહેલી છે. પાણી કદાચ રાજયમાં નહી મળે પરંતુ ત્યાં દારૂ માંગશો તેટલો મળી જશે, નશાના રવાડે દેશની યુવા પેઢી બરબાદ થઈ રહી છે, આવી અસામાજીક બદીઓથી કઈક ઘરો-પરીવારો તુટી રહ્યા છે, આવા વિષયોની સાથે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. કોંગ્રેસ દ્વારા રાજયમાં કાયદો વ્યવસ્થા, ડ્રગ્સ અને ખાસ કરીને દારૂના જે ગામડાઓમાં તથા શહેરોમાં ઠેર ઠેર અડ્ડાઓ ચાલી રહ્યા છે તેનાથી યુવાધન દેશનો બરબાદ થવા પામી રહ્યો છે અને ગુજરાત રાજય પ્રોહીબીટેડ સ્ટેટ હોય તેવુ લાગતુ જ નથી આવા સવાલો ઉઠાવવામા આવી રહયા છે, ટુંક સમયમાં આ રેલી કચ્છ તરફ પણ આગળ વધી રહી હોવાની સ્થિતીએ સજજડ પડઘા કચ્છમાં પણ ઔદ્યોગીક પાટનગર સંકુલ ગાંધીધમા-કંડલામાં અસર જોવા મળી રહી છે. 
દારૂની બંદી ગુજરાતમાં દારૂની બદી બની ગઈ હોય તેમ દારૂની નદીઓ વહેતી હોવાના મુદાને ગજવા માટે આ કોંગ્રેસની જનઆક્રોશ રેલી કચ્છમાં પણ આવવાના ભણકારઓ ગાજી રહ્યા છે, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ દારૂના વિષયને લઈને ખુલ્લીને પાછલા અમુક સમયથી બોલી રહ્યા છે ત્યારે હવે ગાંધીધામ-કંડલા સંકુલમાં પણ દારૂના અડ્ડાઓ એ પછી દેશના હોય કે અંગ્રેજીના તેને સદંતર બંધ કરાવી દેવામા આવ્યા હોવાનો વર્તારો પાછલા બે દીવસથી જોવા મળી આવ્યો છે. સંકુલમાં ટપોટપ રીતે દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. બે દીવસથી દારૂની શોર્ટેજ સંકુલમાં હોવાની પણ બૂમરાડ ઉઠવા પામી રહી છે. કહેવાય છે કે અમુક બની બેઠેલા વહીવટદારો દ્વારા પણ મોટા મોટા પોઈન્ટ બંધ કરવી રહ્યા છે અને એટલે જ જાણકારો કહે છે કે છે ને ચમત્કારને જનમસ્કાર. તથા વિપક્ષ જો સાચી ભૂમિકામાં ઉતરી આવે તો કેવા તેના ઘાત-પ્રત્યાઘાતોપડી જવા પામે છે તેનો પણ આ દાખલોબની રહ્યો હોવાનુ કહે છે. 

.......

Comments

COMMENT / REPLY FROM