Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં કલાપૂર્ણ વિલામાં મકાનના તાળા તોડી ૧.૬૦ લાખની ચોરી 

29 November


ખાવડાના આરઈ પાર્કમાંથી ૪૦ હજારનું ઓઈલ ચોરાયું 


ભુજ - કચ્છ ઉદય : ઠંડીની મોસમ વચ્ચે કચ્છમાં ફરી એક વખત તસ્કરો સક્રીય બન્યા છે. જેમાં ભુજમાં રેલવે કર્મચારીના ઘરેથી ૮૦ હજારની ચોરી કર્યા બાદ મુન્દ્રામાં વધુ ૧.૬૦ લાખની ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ મુન્દ્રામાં યુએસ વિલા પાસે આવેલ કલાપુર્ણ વિલામાં આ બનાવ બન્યો હતો. ર૧ તારીખે બપોરે બે વાગ્યાથી રર તારીખે સાંજે ૭ વાગ્યા સુધી ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી પંચશીલ રાજેશકુમાર શાક્યાએ જણાવ્યું કે, કોઈ ચોર ઈસમે તેમના ઘરનું તાળુ તોડી પ્રવેશ કરી મકાનમાં અંદરના રૂમમાં આવેલા કબાટમાંથી ૧૬ ગ્રામની સોનાની ચેઈન, ૩ ગ્રામની વીટી, ચાર નંગ ઈયરીંગ, ચાર નાકના દાણા, સોનાનું પેંડલ, ચાંદીના બે છડા, ચાંદીની ત્રણ વીટી, ર૦ ગ્રામનો સિક્કો મળી રપ૦ ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવી હતી. કુલ ૧,૬૦,૩૦૦ ની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. જે અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્ય હતો. 
આ તરફ ખાવડામાં આવેલા આરઈ પાર્કમાં અદાણી ફેઝ-ર મા આવેલ અલગ અલગ પ્લોટોમાંથી ઓઈલ ચોરાયું હતું. ફરિયાદી મૂળ રાજસ્થાનના હાલે સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા સોહનદાન ગોવિંદદાન ગઢવીએ જણાવ્યું કે, અલગ અલગ પ્લોટમાં આવેલ ટ્રાન્સફોર્મરોમાંથી બોલેરો પીકઅપ ગાડી નં.આરજે - ર૭ - જીઈ- ૯૪૬૦ ના ડ્રાઈવર ઈશ્વરસિંહ ઉકારસિંહ સારંગદેવોત અને સોહનસિંહ ભગવતસિંહ સારંદેવોતે સાથે મળી ટ્રાન્સફોર્મરોમાંથી ૪૦૦ લિટર ઓઈલ કિંમત રૂા.૪૦ હજારની ચોરી કરી હતી. જે અંગે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM