આદિપુરમાં સ્કૂલ પાસે રોમિયોનો અધમ : એક્ટિવામાં ચીઠ્ઠીઓ મૂકી ગયો
કિશોરીનો અવાર-નવાર પીછો કરવામાં આવતો : ગિફટ પણ મૂકી જતો : વારંવાર સમજાવવા છતા ફરક ન પડતા આદિપુર પોલીસમાં જાતિય સતામણી બાબતે નોંધાઈ ફરિયાદ
ગાંધીધામ - કચ્છ ઉદય : આદિપુરમાં આવેલી ખાનગી સ્કૂલ પાસે રોમિયોએ અધમ મચાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આરોપી દ્વારા વારંવાર કિશોરીની એક્ટિવામાં ચીઠ્ઠીઓ અને ઘડિયાળ જેવી ગિફટ મુકી સતામણી કરવામાં આવતી હતી.
આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ર૬ તારીખે બપોરે રથી સાડાચાર અને ર૮ તારીખે બપોરે ત્રણેક વાગ્યે આ બનાવ બન્યો હતો. વોર્ડ નં.૪/બીમાં આવેલી સ્કૂલ પાસે સગીરાનો પીછો કરી પરેશાન કરવામાં આવતી હતી. ભોગ બનનાર ૧૬ વર્ષિય સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી આદિપુરમાં રહેતો રવજી આહિર દ્વારા સગીરવયની દીકરીનો પીછો કરી તેની એક્ટિવામાં અલગ અલગ તારીખ અને સમયે ઘડિયાળ તથા હાથથી લખેલી ચીઠ્ઠીઓ મુકી જાતિય સતામણી કરવામાં આવી હતી. સગીરાએ પિતાની વાત કરતા આદિપુર પોલીસ સ્ટેશનમાં આવીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ નોંધી છે. પીઆઈ આર.સી.રામાનુજે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે મહત્ત્વનું છે કે, આ ઘટના વાલીઓ માટે લાલબતી સમાન છે. નમાત્ર આદિપુર પરંતુ મોટા ભાગની સ્કૂલ અને કોલેજની બહાર છોકરીઓને પ્રેમજાળમાં ફસાવવા માટે યુવકો ફરતા હોય છે. આવી રોમિયોગીરી અટકાવવા માટે સી-ટીમની રચના કરવામાં આવી છે પરંતુ આવી ટીમો દ્વારા જ્યારે કોઈ ઘટના બને તે પછી પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ખરેખર શાળા-કોલેજ છુટવાના સમયે ખાનગી પહેરવેશમાં હાજર રહી આવા લોકોને શોધી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે જરૂરી બની રહે છે.
............

Comments