Trending News
સ્થાનિક સમાચાર

બાથરૂમમાં દારૂ પીવા જતા દારૂના બદલે અંધારામાં એસીડ પી લીધું 

29 November







ગાંધીધામ - કચ્છ ઉદય : હાલમાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ચર્ચામાં છે. કારણ કે, કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના વિપક્ષ દ્વારા સરકારને ચારેય તરફથી દારૂબંધી અને ડ્રગ્સ બાબતે ઘેરવામાં આવી છે. સામે સતાપક્ષ ચૂપ છે. પોલીસ દ્વારા ધારાસભ્યના નિવેદન મામલે રેલી કાઢવામાં આવે છે. આ સમગ્ર માહોલ વચ્ચે નશાનું દુષણ એટલી હદે વધી ગયું છે. આદિપુરમાં દારૂના બદલે યુવાને એસીડ પી લીધું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. 
આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ આદિપુરના વોર્ડ નં.પ/બી રામબાગ હોસ્પિટલની સામે રહેતા રપ વર્ષિય ગોવિંદ રવીદાસ રાણા નામના યુવાને એસીડ પી લીધું હતું. તેને સારવાર માટે લઈ આવનાર બહેને જણાવ્યું કે, ભોગ બનનાર દારૂ પીવાની ટેવવાળો છે. બાથરૂમમાં ઈંગ્લિશ દારૂ રાખેલો હતો. બાથરૂમમાં અંધારૂં હતું ત્યારે દારૂ પીવા માટે આ યુવક બાથરૂમમાં ગયો ત્યારે દારૂના બદલે ભુલથી એસીડ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલુમાં છે. આદિપુર પોલીસે જાણવાજોગ દાખલ 
કરી હતી. 


........

Comments

COMMENT / REPLY FROM