Trending News
સ્થાનિક સમાચાર

- તો મુંદરા ફટાકડા કાંડમાં થશે મોટા ઘટસ્ફોટ : કંડલા-સુરત-હજીરા-મુંબઈ સુધી તાર લંબાશે..!

29 November

સ્થાનિક એજન્સીના અમુક ભ્રષ્ટતત્વો તેલ અને તેલની ધાર જોઈ રહી છે.!





કંડલા એસઆઈઆઈબીએ મુંદરામાં ચાઈનીઝ ફટાકડાના બે કન્ટેઈનર અટકાવ્યા બાદ તપાસ એકાએક કેમ ઠંડાબક્ષામાં જતી રહી..? : ફટાકડાના દાણચોરોએ સ્થાનિક અધિકારીઓ-એજન્સીઓ સાથે સેટીંગથી જ મંગાવ્યા છે કરોડોના ફટાકડા, હવે માલ પકડાઈ જતા, રસ્તો કાઢવા માટે અમુક ભ્રષ્ટ તત્વો સત્તાવાર સીઝર માટે જોઈ રહ્યા છે રાહ.!


ખાટલે મોટી ખોટ : બે કન્ટેઈનર બાબતે સત્તાવાર ખુલાસાઓ કરવામાં કસ્ટમના મોઢે કેમ મગ ભરાઈ ગયા છે? મોટો સવાલ? 
શું રંધાઈ રહ્યુ છે? ડોક એકઝામિનેશનમાં ફટાકડા પ્રતિબંધિત 
ચાઈનાથી જ આવ્યા હોય તેવુ માલુમ પડી ગયુ છે તે સત્તાવાર ખુલાસો કરવામાં કોની લાજનો તણાય છે ધૂમટો.?


એમએચઓની આડમાં ડિજલની દાણચોરી થાય છે, પ્રતિબંધિત ફટાકડાઓ આડેધડ ઘુસી જાય છે, તો પછી હથિયારો, વિસ્ફોટકો કે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ હજી નહી ઠલવાઈ જતા હોય તેની શું ખાત્રી?


મુંદરામાં અમુક ભ્રષ્ટ તત્વોની જયા સુધી બદલીઓ નહી કરવામા આવે ત્યા સુધી આવા તત્વો પ્રતિબંધિત વસ્તુઓ મંગાવતા જ રહેશે : બેઝ ઓઈલની સ્યાહી સુકાઈ નથી ત્યા ફટાકડાના મોટા કૌભાંડો સામે આવી રહ્ય છે.!



ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા મુંદરા બંદર પર વીવિધ એજન્સીઓ દ્વારા ચાઈનિજ ફટાકડાનો કરોડોનો જથ્થો પકડવામા આવી રહ્ય છે. હજુ તો દિલ્હી ડીઆરઆઈ દ્વારા પાંચ કરોડના ફટાકડાનો જથ્થો મંગાવ્યાના કેસ કર્યાની ઘટનાની તપાસ ચાલી જ રહી છે ત્યાં તો બે રોજ પહેલા કસ્ટમ એસઆઈઆઈબીએ પણ મુંદરાના એક સીએફએસમાથી બે કન્ટેઈનરમાથી ચાઈનિજ ફટાકડાનો જથ્થે પકડી પાડયો હોવાની વાત સામે આવી રહી છે. 
કસ્ટમ વિભાગ કાર્યવાહી કરાઈ હોવાની વાત ઔપચારીક રીતે કરી રહી છે પરંતુ માલ કયાથી આવ્યોા? કેટલાનીકિમંતના ફટાકડા છે? કયા જઈ રહ્યા હતા? કોના કન્સાઈનમેન્ટ છે? સીએચએ કોણ હતુ? સહિતની બાબતોએ મગનું નામ મરી જ ન પાડી રહ્યુ હોવાથી તરેહ તરેહના સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે ક,ે, મુંદરામાથી ઝડપાયેલા બે કન્ટેનરો વાળા ફટાકડા કાંડ તો માત્ર પાસેરામાં પુણી સમાન છે હકીકતમાં આ એક મોટુ નેટવર્ક છે, ખુબજ મોટુ કૌભાંડ છે અને અનેકવિધ કન્ટેઈનરો મુંદરાથી સરકી ગયા અને દેશભરમા અલગ અલગ જગ્યાએ પહોચી પણ ચૂકયા હોવાનુ મનાય છે. ફટાકડાનો આટલો જથ્થો લવાયો હોય તો તે કસ્ટમ સહિતની એજન્સીઓને વિશ્વાસમાં લઈને એટલે કૃે સેટીગથી જ મંગાવાયો હોય અને એટલે જ હવે એજન્સીએ મુંદરામાં પકડેલા ફટાકડાઓના સત્તાવાર ખુલાસો કરવામાં એજન્સી ભરાઈ જવા પામી ગઈ છે. એટલે બે કન્ટેઈનરો બાબતે સત્તાવાર ખુલાસામાં આટલી બધી વાર લાગી રહી હોવાનુ મનાય છે. અન્ય કેાઈ એજન્સી ત્રાટકે અથવા તો અન્યત્ર આ કડીનો મુદામાલ પકડાય તો તેને સાથે જોડી દેવાની વેતરણો અંદર ખાતે ચાલી રહી હોવાની ચર્ચા છે એટલે એજન્સીઓના ભ્રષ્ટ તત્વો આ પ્રકરણમાથી આબાદ નીકળી શકે. કહેવાય છે કે, મુંદરા ફટાકડા કાંડની કડી કંડલા, સુરત, હજીરા અને મુંબઈ ન્હાવાસેવા સુધી પહોચી શકે તેમ છે. 


............



મુંદરા કસ્ટમના કાળા ધોળા કરતુતોની બલીહારી.!



સુરત - હજીરા - મુંબઈ આસપાસના આઈસીડી - 
નાના વેરહાઉસ માં થોકબંધ કન્ટેનરો પહોચી ગયા..?



ગાંધીધામ :મુંદરામાં વોલપેપરની આડમાં પ્રતિબંધિત ચાઈનિજ ફટાકડાઓનો જથ્થો પકડાયો હોવાની વાત સામે આવી રહી છે. સીએફએસમાં આ જથ્થો પકડાઈ ગયો છે પરંતુ હજુ સુધી કસ્ટમ મગનું નામ મરી પાડતુ ન હેાવાથી સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, આ પ્રકરણનો રેલો મુંદરાથી સુરત, હજીરા, કંડલા અને મુંબઈ ન્હાવાસાવા પોર્ટ સુધી પહોચી રહ્યો છે. પકડાયેલ બે કન્ટેઈનરોથી અગાઉ તો કઈક થોકબંધ કન્ટેઈનરો અહી સરકી ચુકયા હોવાની વાત સામે આવી રહી છે. 


...........


કંડલામાં પણ ફટાકડાના કન્ટેઈનર ખડકાયાની ચર્ચા.!


મુંદરામાં પકડાઈ ગયા હોવાથી હવે માલ કોઈ કલેઈલમ કરવા આવતુ નથી કે શું?

ગાંધીધામ : મુંદરામાં પકડાયેલ ફટાકડાના બે કન્ટઈનરોના તાર કંડલા પોર્ટ સુધી પણ પહોચી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, કંડલામાં પણ આવા કન્ટઈનર ખડકાઈ ગયા છે. અને હજુ પણ પડતર પડયા છે. આ કન્ટેઈનરો મુંદરામાં પકડાઈ ગયેલાની કડીમાં જ હેાવાથી હવે કંડલામા તેના માટે કેલેઈમ કરવા કોઈ આગળ આવતુ ન હોવાની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે. 

..........



ડીસેમ્બરમાં લગ્નની સિઝનમાં ફટાકડા ભારતમાં
હોય છે ઓનડીમાન્ડ : જાન્યુ.માં ચાઈના રહે છે બંધ.!



ગાંધીધામ : નવેમ્બર ડીસેમ્બર ભારતમાં વણજોયા લગ્ન મુહર્તો હેાય છે. અનેકવિધ લગ્ન સમારોહ આ સમયગાળામાં થતા હોય છે. ભારતમાં પણ લગ્ન સમોરાહેમાં ફટાકડાનું ચલણ ખુબ વધી ગયુ છે અને તેમાં પણ નીતનવા તથા સસ્તા ફટાકડાનું ચલણ વધારે છે. ચાઈનાના ફટાકડા ભારતના પ્રમાણમાં સસ્તા હોય છે. એટલે આ સમયગાળા દરમ્યાન ઓનડીમાન્ડ રહેલ આ ફટાકડાઓ મોટા પ્રમાણમાં હાલના સમયગાળામાં પોર્ટ મારફતે ભારતમાં ઠલવાઈ જતા હોય છે. જાન્યુઆરીમાં ચાઈના સદંતર સજજડ બંધ રહેતુ હોવાથી ફટાકડાના દાણચોરો દિવાળી પહેલાથી લઈ અને નવેમ્બર સુધીમાં મોટા ફટાડાકનો જથ્થો મંગાવી લેતા હોય છે તેવુ જ હાલમા મુંદરા સહિતના બંદરોથી પરથી પકડાતા ફટાકડાના કન્સાઈનમેન્ટ પરથી જોવા મળી રહ્યું છે. 


...........

 

Comments

COMMENT / REPLY FROM