Trending News
સ્થાનિક સમાચાર

૪૫ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં આદેશ વિતરણ કરાયા

28 November


પૂરા પગારના આદેશ મળતાં શિક્ષકોમાં આણંદની લાગણી

ભુજ - કચ્છઉદય : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ : તા. ૨૮ના રોજ કચ્છ જિલ્લાના ૪૫ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભાઈ બહેનોને ૫ વર્ષ પૂર્ણ થતાં પૂરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓનાં હિતમાં બમણા જોરથી શિક્ષણ કાર્યમાં લાગી જવા શુભકામનાઓ પાઠવી હતી. ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, વર્ગ ૨ આચાર્ય નાસીર હુસેન મન્સૂરી, બીપીનભાઈ વકીલ, એકાઉન્ટ ઓફિસર ભરતભાઈ મકવાણા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી, અશ્વિનસિંહ વાઘેલા, હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા, બોર્ડ મેમ્બર દિવ્યરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કચેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પૂરા પગારના આદેશ મેળવનાર શિક્ષકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
---- 

Comments

COMMENT / REPLY FROM