કલેક્ટર કચેરી ખાતે કચ્છના માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. ઉક્ત કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે, જે સંદર્ભે અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાએ તથા ૬ વિધાનસભાના પ્રાંત અધિકારીની કક્ષાએ પણ માન્ય રાજકીય પક્ષોની બેઠક યોજાઇ હતી.
જિલ્લા કક્ષાની બેઠકમાં હાલમાં ચાલી રહેલ મતદારયાદી સુધારણા કાર્યક્રમના વિવિધ તબક્કા વિશે સમજ આપવામાં આવી હતી. ત્યાર બાદ ગણતરી ફોર્મ વિષે સમજૂત કરવામાં આવ્યા હતા અને ગણતરી ફોર્મની ડીજીટીઝેડની વિધાનસભા વાઇઝ કેટલી કામગીરી થયેલ છે અને હવે કેટલી બાકી છે તે બાબતની પણ જાણ કરવામાં આવી હતી. માન્ય રાજકીય પક્ષોને બીએલએ-૧ અને બીએલએ-૨ ની નિમણૂક બાકી હોય તો તે પણ તાત્કાલિક પૂરી કરવા કહેવામાં આવ્યું હતું.
જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ જુદા જુદા સ્થળો ખાતે તા.૩૦-૧૧ને રવિવારના સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી ગણતરી ફોર્મ ભરીને સદર કેમ્પ ખાતે જમા કરાવી શકશે તે બાબતની પણ જાણ કરવામાં આવી હતી.
આ જિલ્લા કક્ષાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જયદીપસિંહ જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે સહેજાદ સમા, આમ આદમી પાર્ટી ના પ્રતિનિધિ તરીકે વનરાજસિંહ વાઘેલા અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિ તરીકે આસિફ ખત્રી હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન એન્યુમેરેશન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
------------

Comments