Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં બુટલેગરોનો આતંક : ખાખી નાકામ : દેશી-અંગ્રેજીના ધંધામાં લોહીયાળ અથડામણ SMC ને જ ત્રાટકવુ પડશે કે શું?

28 November

સ્થાનિક પોલીસની હપ્તાવસુલી કે પછી અજાણતા?



આદીપુરમાં તોલાણી બોયઝ હોસ્ટેલની અડોઅડ લાંબા સમયથી દેશી-અંગ્રેજી દારૂના પોઈન્ટ ધમધમાવનારા ધંધાકીય આંતરીક લડાઈમાં હથિયારો ઉછાળ્યા, પ્રાણઘાતક શસ્ત્રોથી ધંધાની સ્પર્ધામાં થઈ મારામારી : કાયદો વ્યવસ્થાના ઉડયા લીરેલીરા

રેલવે સ્ટેશનની બાજુમાં, નવા પોલીસ સ્ટેશનથી ૧૦૦ ફુટના અંતરે આંકડા, દારૂ-જુગારના મંડાય છે રોજેરોજ હાટડા, આ પોઈન્ટ એસઓજી કચેરીથી પણ ૧૦૦ મીટરના અંતરે જ ધમધમી રહ્યા છે, કેમ કોઈને દેખાતા નથી?



ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા દારૂ સહીતની અસામાજીક બદીઓને ડામવાની દીશામાં કડક કાયદાઓ બનાવવા અને તેની સજજડ અમલવારી થાય તે દીશામાં પૂર્વ કચ્છ એસપીશ્રી સતત ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે બીજીતરફ આ જ પુર્વ કચ્છ પોલીસના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો, વહીવટદારો થકી હવે બુટલેગરો ફાટીને ધુમાડે જ જવા પામી ગયા હોય અને કાયદો વ્યવસ્થાને રીતસરના લલકાર જ આપી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાતી જોવા મળી રહી છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ આદિપુર તોલાણી બેાયઝ હોસ્પિટલની એકદમ પાછળના ભાગે દેશી અને અંગ્રેજીના બે બુટલેગરો દ્વારા રીતસરનો દારૂના ધંધાકીય અદાવતમાં લોહીયાળ અથડામણને જ અંજામ આપી દીધો હોય તેવી અથડામણ થવા પામી હેાવાની ઘટના બનવા પામી છે. દેશી અને અંગ્રેજીના બુટલેગરો આ રીતે અસામાજીક બદીના વકરા-વેપલા માટે સામસામે આવી જાય અને કાયદો વ્યવસ્થાને હાથમાં લઈ ખાખીને પડકાર ફેકે તે આમપ્રજાજના જાન-માલની સુરક્ષાને લઈને ચોકકસથી મોટો ચિંતારૂપ ઘટનાક્રમ જ બની જાય તેમ છે. પરંતુ જે રીતે આ બુટલેગરો બાખડયા અને હથિયારો ઉલાળી લોહીયાળ જંગ ખેલી દીધો તે જોતા તો અહી ખાખીની રીતસરની નાકામી જ સામે આવી જાય છે. અથવા તો કહી શકાય કે આવા માથાભારે બની ગયેલા બુટલેગરોને ખાખીનો કે કાયદાનો કોઈ ભય જ અહી રહેવા પામ્ય નથી. તો જ આ રીતે ગંભીર મારામારીને અંજામ આપી દે. 
જાણકારો તો એવો પણ સવાલ કરી રહ્યા છે કે, આદીપુર બોયઝ હોસ્ટેલની પાછળના ભાગે લાંબા સમયથી દારૂનો આ પોઈન્ટ ધમધમી રહ્યો છે અને તે બાબતે આદિપુર સબંધીત પોલીસ અધિકારીઓને સતત ધ્યાન દોરાયુ છે પરંતુ તે બંધ જ કરવામા ન આવતો હોવાથી ચોકકસથી વહીવટદાર, ભ્રષ્ટ ખાખીની સંડોવણી પણ અહી હોય તેવુ જાણકારો માની રહ્યા છે. આ પ્રકારની રીતસરની ધંધાકીય અદાવતના લોહીયાળ ઝઘડાઓનીઘટના બાદ સ્થાનિક પોલીસ લાપરવાહી છોડશે ખરી? કે પછી આવા પોઈન્ટ બંધ કરાવવા માટે પણ ગાંધીનગરથી વિજિલન્સ એસએમસીની ટુકડીને ત્રાટકવાની ફરજ પડશે?

.........

Comments

COMMENT / REPLY FROM