Trending News
સ્થાનિક સમાચાર

હવે મુંદરા SIIB એ આળસ ખંખેરી : વોલ પેપરની આડમાં આવેલા ચાઈનીઝ ફટાકડાનો જથ્થો ઝડપાયો

28 November

દિલ્હી DRI એ પાંચ કરોડનો જથ્થો ઝડપ્યા બાદ





ચાઈનિઝ ફટાકડા પર પ્રતિબંધ હોવા ઉપરાંત પણ મોટા પ્રમાણમાં દાણચોરો મિસડીકલેરન મારફતે દેશની સુરક્ષા સાથે કરી રહ્યા છે મોટા ચેડા



ડીજીએફીટી, કેન્દ્ર સરકારના નીતીનિયમોના ખુલ્લેઆમ ધજાગરા : પેસોના આદેશની પણ ઐસીતૈસી : દિલ્હી ડીઆરઆઈએ પાંચ કરોડના ઝડપેલા ફટાકડાની તપાસ હજુ પૂર્ણ નથી થઈ કે, કસ્ટમ વિભાગે હવે વિદેશી ફટાકડા ટોળકી પર બોલાવી તવાઈ : આ તો પકડાઈ રહ્યા છે જે નીકળી ગયા હશે તે ફટાકડાનો જથ્થો કેટલો હશે?



થોડા સમય પહેલા જ કાસેઝમાં આવા જ ચાઈનિજ પ્રતિબંધિત ફટાકડામાં એક યુનિટના મુખ્ય સુત્રધારને મુંબઈડીઆરઆઈએ કરી હતી ધરપકડ, ૩પ કરોડના ચાઈનિજ ફટાકડાની કરાઈ હતી દાણચોરી : તો વળી ગાંધીધામમાં જ ગોડાઉન ધરાવતા પરાગ પર પણ દિલ્હી ડીઆરઆઈએ ત્રાટકીને પાંચ કરોડના ફટાકડાનો ઝડપ્યો છે જથ્થો, પરાગના મુંદરા કોર્ટમાં જામીન થઈ ચૂકયા છે નામંજુર, તે વચ્ચે વધુ ફટાકડા પકડાવવા પામતા સબંધિત આલમમાં ફેલાયો છે ફફડાટ




ગાંધીધામ : કેન્દ્ર સરકાર અને ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ઓપરેશન ફાયર ટ્રાયલ ચલાવવામા આવી રહ્યુ છે અને તે અંતર્ગત વિદશથી પ્રતિબંધિત ફટાકડાઓનો જથ્થો દેશના અલગ અલગ બંદરો પર પકડાવવા પામી રહ્યા છે. તમિનલનાડુ, ટુટીકોરીન, મુંબઈ, ચેન્નઈ, કંડલા, મુંદરા સહિત સુધી આ ઓપરેશનની તપાસો લંબાઈ જવા પામી ગઈ છે. 
તાજેતરમાં જ અ જ ઓપેરશન તળે દિલ્હીની ડીઆરઆઈ દ્વારા ત્રાટકી અને મુંદરામાથી અનકલેઈમ્ડ એવા પાંચ કરોડના ચાઈનિજ ફટાકડાનો જથ્થે એક સુત્રધાર શખ્સ પરાગ સાથે પકડી પાડયો હતો. આવા સમયે દિલ્હી ડીઆરઆઈએ જાણે કે અહી ત્રાટકી અને સ્થાનિક એજન્સીઓના નાક જ વાઢી નાખ્યા હોય તેવી સ્થિતી ઉભી થવા પામી હતી. અને તેના જ પગલે હવે આબરૂ બચાવવાની દીશામા મુંદરામાં કસ્ટમ વિભાગે આળસ ખંખેરી હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે. 
આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ગત રોજ મુંદરામાં એસઆઈઆઈબી એટલે કે કસ્ટમની સ્પેશ્યલ વીંગે ત્રાટકી અને વિદેશી ફટાકડાનો મોટો જથ્થો ઝડપાવવા પામી ગયો છે. મિસડીકલેરેશન કરી અને આ પ્રતિબંધિત જથ્થો આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. કન્ટેઈનર-કન્સાઈનમેન્ટમાં વોલપેપર ડીકલેર કરવામા આવ્યુ હતુ અને તેની જગ્યાએ આ ચાઈનિજ ફટાકડાનો જથ્થો નીકળ્યો છે. કંડલા એસઆઈઆઈબી દ્વારા હજુ પ્રાથમિક તપાસ-કાર્યવાહી ચાલુ હોવાથી ઠોસ માહીતી સામે આવવા પામી નથી. આ જથ્થો કયાથી લવાયો, કયાં જવાનો હતો, કોણ કોણ તેમાં સંડાવાયેલ છે? કાઈેની ધરપકડ કરાઈ છે કે કેમ? તે સહિતની વિગતો હજુ અકબંધ જ રહેવા પામી ગઈ છે. પરંતુ અહી સવાલો તો થવા પામી જરહ્યા છે કે, આ તો પકડાયા તે કન્સાઈનમેન્ટ છે પરંતુ આ પહેલા નીકળી ગયેલા કન્ટેઈનરોનો આંક કયા જઈને પહોચતો હશે? ચાઈનીઝ ફટાકડાના દાણચોરો પર મુળીયા ઉલેચતી કાર્યવાહી કરવી ખુબજ અનિવાર્ય બની રહી છે.

.........


ગાંધીધામ  DRI  કેમ અંધારામાં? એ ગ્રુપના 
૩-૩ અધિકારીઓ શું અગરબતી કરવા છે..?


૧ જોઈન્ટ ડાયરેકટર અને બબ્બે ડે.ડાયરેકટર ગાંધીધામમાં નિયુકત છે, 
છતા કેમ આવી દાણચોરી તેમની ટીમોના ધ્યાને નથી આવતી?




ગાંધીધામ : કચ્છમાં મુંદરા-કંડલા જેવા મહાબંદરો કાર્યરત રહેલા છે, અહી પાછલા અમુક સમયથી સતત બહારની એજન્સીઓ સફળ દરોડા પાડી રહી છે ત્યારે સવાલ થાય છે કે, ગાંધીધામ ડીઆરઆઈને કેમ આવા ઘટનાક્રમો ધ્યાને આવતા નથી? તેઓ શું કરી રહ્યા છે? ગાંધીધામ ડીઆરઆઈમાં તો ત્રણ ત્રણ અધિકારીઓ એ ગ્રુપના મુકાયેલા છે. એક જોઈન્ટ ડાયરેકટર છે અને બે ડે.ડાયરેકટરો છે, તેમની ટીમને કેમ આવી દાણચોરીની ગંધ નથી આવતી? શોર્સ નથી, માહીતી નથી મળતી કે ઈચ્છાશકિત ખુટી રહી છે?

......

Comments

COMMENT / REPLY FROM