એબીવીપીના આકરા તેવર : કચ્છ યુનિવર્સિટી ધૂંટણીયે
ભુજ : કચ્છઉદય : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સામે પરીક્ષા અને પરિણામ સંબંધી વિવિધ મુદ્દાઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આકરા તેવરથી કચ્છ યુનિવર્સિટીથી છાત્ર સંગઠનની તમામ માંગણીઓનો સ્વીકાર કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ.એ. સેમેસ્ટર-૧માં પ્રશ્નપત્ર બાબતે વર્ષ ર૦રરનું બેઠું પ્રશ્નપત્ર હોઈ કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા શુદ્ધી સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ સમિતિ સમક્ષ પેપર બાબતે પેપર સેટર, ચેરમેન, કર્મચારીઓની બાબત મૂકાશે. ત્યારબાદ સમિતિના આદેશ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તા.પ-૧રના પેપર શુદ્ધી સમિતિને બોલાવવામાંં આવશે. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની સત્રાંત કસોટીઓ પૂર્ણ થયાના ૪પ દિવસ થયા છતાં પરિણામો જાહેર થયા ન હોવાથી છાત્ર સંગઠને સવાલો ઉઠાવતા બાકી રહેતા પરિણામો તાત્કાલિક જાહેર કરવાની ખાતરી અપાઈ હતી. પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને એમબીએમાં ભૂલ બદલ કચ્છ યુનિવર્સિટી દ્વારા રચાયેલ સમિતિનો રિપોર્ટ પણ તાત્કાલિક રજૂ કરવામાં આવશે તેવી બાંહેધરી છાત્ર સંગઠનને અપાઈ હતી.
----------

Comments