Trending News
સ્થાનિક સમાચાર

ભુજના મોટી રેલડીમાં ખનિજ ચોરી પકડાઈ

27 November


હાર્ડ મોરમનું ગેરકાયદેસર ખનન કરી વહન કરતા જેસીબી અને ડમ્પર સહિતનો પ૦ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિને અટકાવવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રચાયેલ ટાસ્ક ફોર્સે ખનિજ ચોરો પર વધુ એક સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે વહેલી સવારે ભુજ તાલુકાના મોટી રેલડી નજીક ખનિજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
ટાસ્ક ફોર્સને ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ અંગે અવાર નવાર મળતી ફરિયાદને ગંભીરતાથી લઈ ફરિયાદીની પૂર્વ બાતમીના આધારે ગુરૂવારે વહેલી સવારે ભુજ તાલુકાના મોટી રેલડી ગામને લાગુ સરકારી ખરાબામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ટાસ્ક ફોર્સની ટીમે સ્થળ પરથી એક જેસીબી મશીન દ્વારા હાર્ડ મોરમ ખનિજનું ખનન કરી ગેરકાયદે વહન કરતા એક ડમ્પર નંબર જીજે ૧ર એડબલ્યુ ૭૪પ૪ને ર૦ મેટ્રીક ટન ખનિજ સાથે પકડી પાડ્યું હતું. આ વાહનોને સીઝ કરી પદ્ધર પોલીસ સ્ટેશન પર મૂકવામાં આવ્યા છે. અંદાજીત રૂા.પ૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટાસ્ક ફોર્સની આકસ્મિક તપાસ અને સપાટાથી ખનિજનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
-------

Comments

COMMENT / REPLY FROM