પુનિત વનમાં પશુઓનું ભેલાણ : વડીલો ચિંતિત
ભુજ - કચ્છઉદય : શહેરના મુન્દ્રા રોડ મા આશાપુરા સ્કૂલ પછાળ પશ્ચિમ વન વિભાગ રેન્જ ફોરેસ્ટના અન્ડરમાં આવતું પુનિત વન કે જેનુ લોકાર્પણ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલ છે. મોદીજી એમના પ્રવચનોમાં ઘણીવાર ઉલ્લેખ પણ કરતા હોય છે કે હું જેસ્વપ્ન સેવું તે પૂરૂં પણ કરૂં અને લોકાર્પણ હું જ કરૂું અને તેની ઉત્તમ જાળવણી થવી જોઈએ, પણ અહીં ચિત્ર જુદું છે. પુનિત વનની જાળવણી પશ્ચિમ વન વિભાગ દ્વારા કરવામાં આવતી નથી. કારણ કે જાળવણી માટેની કોઈ ગ્રાન્ટ સરકાર ફાળવતી નથી. ગ્લોબલ વોર્મિંગની વાતો વચ્ચે પર્યાવરણની વાતો થણાય છે, પણ આવા વનોની જાળવણી થતી નથી. આ વન ભલે જંગલ ખાતા દ્વારા નિર્મિત હોય, પણ ભૂકંપ બાદ અત્રે રિલોકેશન સાઈટ અને લભગ પ૮ સોસાયટીઓ બની છે, જે આ વનનો પબ્લિક પાર્ક તરીકે ઉપયોગ કરે છે. નિમાબેનના દસ વર્ષના કાર્યકાળ દરમ્યાન ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી યોગ ઓટલો, પાણીની લાઈનો, પાણીનો ટાંકો, રમતગમતના સાધનો વસાવી આપ્યા હતા. મિશન ગ્રીનના પ્રશાંત જોષી દ્વારા વીસ હજારના ખર્ચે એક ટાંકામાં સબમર્શિબલ મોટર ઉતારી આપી છે. જ્યારે પાંચેક હજારનો ખર્ચ અત્રે બનાવેલ પુનિત ગ્રુપના લોકો દ્વારા કરી ટાંકાનો - પાણીનો સદ્દઉપયોગ થાય છે તેમજ સુરેશભાઈ ઠક્કરના દાનથી પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી ચલાવાય છે.
ખાટલે મોટી ખોટ એ છે કે જંગલ ખાતા દ્વારા ગ્રાન્ટના અભાવે ઝાડોની જાળવણી, કમ્પાઉન્ડ વોલ, વોક-વેની સફાઈ અને નવા ઝાડો વાવવા, ઉધઈથી વનનું રક્ષણ કરવું એવા જરૂરી કામો થતાં નથી, જેથી વન જંગલમાં ફેરવાઈ જાય છે. વનમાં પાણીનો બોર, વિશાળ ટાંકો, વીજ કનેક્શન જંગલ ખાતાનું છે. આ જાળવણી માટે અવાર નવાર લેખિત - મૌખિક રજૂઆતો કરાઈ છે. ખાસ તો કમ્પાઉન્ડ વોલ જરૂરી છે, જેથી રખડતા ઢોર, કૂતરા અંદર ન આવે. અત્રે આવતા વડીલો, યોગ સાધકો, મોર્નિંગ વોકર્સ, રમતગમત માટે બાળકો, મહિલાઓ બધા શાંતિની કિલ્લોલ કરી શકે, ઓક્સિજન પાર્કમાં ઓક્સિજન મેળવી શકે આ માટે તંત્ર દ્વારા સરકારમાં વાર્ષિક બજેટમાં કાયમી જોગવાઈ કરી ગ્રાન્ટ મેળવાય તો જ સમસ્યાનું નિવારણ થાય.
જંગલ ખાતા દ્વારા ૮ કરોડના ખર્ચે સિંદુર વન બનાવવામાં આવી રહ્યું છે. અન્ય વન કવર, ગીતા વનની યોજનાઓ છે. ભૂતકાળમાં આજ પુનિત વન, બાયોડાવર્સિટી પાર્ક, વન ચેતના કેન્દ્ર જેવા સ્થળો કરોડોની ગ્રાન્ટથી બનેલ હતા, પણ જાળવણીના અભાવે એ નિસ્પ્રાણ થઈ ગયા છે. જ્યાં પ્રવાસીઓ અને શાળાના બાળકો મુલાકાતે આવતા. એટલે નવા નવો ભલેને બને, પણ જૂનાની યોગ્ય જાળવણી પર્યાવરણના સંદર્ભમાં સરકારે તથા પશ્ચિમ રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નાયબ વન સંરક્ષકે કરવી જોઈએ. સિંદુર વન મોદીનું સ્વપ્ન છે. એમનું સૂચન છે એમ આ પુનિત વન પણ એમનું જ સ્વપ્ન અને એમના જ કરકમળો દ્વારા લોકાર્પિત થયેલ છે. હાલમાં પશુઓના ભેલાણથી અત્રે આવતા લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે પશ્ચિમ રેન્જના વડા અધિકારી ધ્યાન આપે એવી લોકમાંગ છે.
------------

Comments