કચ્છમાં શનિ-રવિના મત ગણતરી ફોર્મ જમા કરાવવા મેગા કલેકશન કેમ્પ
ભુજ - કચ્છઉદય : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે, જે સંદર્ભે અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ ખાસ કેમ્પના સ્થળ પર તા.૨૯/૧૧ (શનિવાર)ના રોજ બપોરે ૧૨થી સાંજે ૫ કલાક સુધી અને તા.૩૦/૧૧(રવિવાર)ના રોજ સવારે ૧૦થી સાંજે ૫ કલાક સુધી અબડાસાનો મામલતદાર કચેરી નલિયા, મામલતદાર કચેરી નખત્રાણા, મામલતદાર કચેરી લખપત, માંડવીનો મામલતદાર કચેરી માંડવી, મામલતદાર કચેરી મુન્દ્રા, ભુજનો મામલતદાર કચેરી ભુજ (શહેર), મામલતદાર કચેરી ભુજ (ગ્રામ્ય), અંજાર મામલતદાર કચેરી અંજાર, મામલતદાર કચેરી ભુજ ગ્રામ્ય, ગાંધીધામનો સી. જી. ગીધવાણી હોલ ગાંધીધામ, ગાયત્રીકૃપા પ્રાથમિક શાળા ગળપાદર, રાપરનો મામલતદાર કચેરી ભચાઉ, મામલતદાર કચેરી રાપર અને નગરપાલિકા ભચાઉ ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજાશે, જેમાં મત ગણતરી ફોર્મ ભરીને જમા કરાવી શકશે તથા જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા - દાદા કે દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તો શોધી આપવામાં આવશે. આ ઉપરાંત મતદારનું નામ અથવા તેમના માતા - પિતા - દાદા કે દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં મતદાર સ્વેચ્છાએ પોતાના પુરાવા ખાસ કેમ્પ ખાતે જમા કરાવી શકશે, જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન એન્યુફેરેશન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા અને સદર નક્કી કરેલ કેમ્પ ખાતે જમા કરાવવા ઉક્ત સમય અને તારીખે યોજાનાર ખાસ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
-----

Comments