સાંયરા (યક્ષ)ના આધેડની નદીમાંથી લાશ મળી
નખત્રાણા : બે દિવસ પૂર્વે ગુમ થયેલા સાંયરા (યક્ષ)ના આધેડ વેલજીભાઈ મમુભાઈની નદીમાંથી ગુરૂવારે બપોરે રઃ૪૦ વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મોટા યક્ષ મંદિર પાછળ, સાયરા યક્ષ ગામ રોડ, પાસે આવેલ નદી ખાતે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર કોલ આવેલ કે, સાયરા યક્ષ ગામ પાસે આવેલ નદીમાં વ્યક્તિ ડુબી ગયેલ છે. જે અંગે ઇ.સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચનાથી ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ રેસ્ક્યુ વહિકલ સાથે ઘટના સ્થળે રવાના થયેલ હતા. ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુના સાધનો દ્વારા ડૂબી ગયેલ અજાણ્યા વ્યક્તિને તા. ૨૭ અને ૨૮ એમ બે દિવસથી શોધખોળ કરેલ જેમાં ગુરૂવારે બપોરે ડૂબી ગયેલ વ્યક્તિને બારે કાઢેલ. કામગીરી દરમ્યાન નદીમાં ઘણા બધા મગર પણ હતા તે દરમ્યાન જીવના જોખમે કામગીરી કરેલ હતી. કામગીરીમાં વિવિધ વોટર રેસ્ક્યુના સાધનોની મદદ લેવાઈ હતી.
તલાટી રઘુવીરસિંહ ઝાલાએ કચ્છઉદયને માહિતી આપતા કહ્યું કે, આ ગુમ થયેલ શખ્સનો મૃતદેહ મળેલ છે. અને આગળની પંચનામા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મામલતદાર રાકેશભાઈ પટેલ, પીઆઈ તથા પોલીસ અને ટીડીઓ, મરણજનાર સગાસબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ડી.સી.ઓ જીજ્ઞેશભાઈ જેઠવા, ઇસ્માઇલ જત ફાયરમેન યશપાલસિંહ વાઘેલા, કમલેશ મતીયા, ઋષિ ગોર, સંજયસિંહ સોઢા તથા ટ્રેની સ્ટાફ જોડાયા હતા.
----

Comments