Trending News
સ્થાનિક સમાચાર

૧ ડીસેમ્બરના ભુજ ખાતે ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે

27 November


જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ,ગાંધીનગર દ્વારા સમ્રગ રાજ્યમાં આગામી માગસર સુદ એકાદશી તા.૧/૧રના શુભ દિવસે ગુજરાતના તમામ જિલ્લા મથકે ગીતા જયંતીનું ભવ્ય ઉજવણી કરવાનું આયોજન છે જે અંતર્ગત  કચ્છ જિલ્લામાં પણ ગીતા જયંતિની ભવ્ય ઉજવણી સ્વામીનારાયણ કન્યા વિદ્યા મંદિર, મીરઝાપર રોડ, ભુજ કચ્છ મુકામે કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતનું ગૌરવ વધે અને તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય યેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજના પંચકમનું લોકાર્પણ થયેલ છે, જેના ભાગરૂપે શ્રીમદ ભગવદ ગીતા યોજના પણ અમલી છે અને જે અનુસંધાને આ વર્ષે શ્રીમદ ભગવદ ગીતા ઉપર આધારિત વિવિધ પ્રકારની શ્લોક ગાન સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. બાળ વાટિકાથી લઈને મોટા વડીલ ભાઈ - બહેનોએ આ સ્પર્ધામાં  ભાગ લીધો હતો. શ્રીમદ ભગવદ ગીતા ઉપર આધારિત આ સ્પર્ધાઓ માત્ર વિધાર્થીઓ પુરતી જ માર્યાદિત નહોતા જન સામાન્ય માટે પણ યોજાઈ હતી, જેમાં શાળા કોલેજના વિધાર્થીઓ, અનાથાલય, વૃદ્ધાશ્રમો, આંગણવાડી વર્કરો, તેડાગર બહેનો અને જન સામાન્યએ સ્પર્ધાઓના વિવિધ સ્તરમાં ભાગ લીધેલ હતો.
સમગ્ર જિલ્લામાં અંદાજીત ૮૦૦ કરતા પણ વધુ પ્રતિભાગીઓ શ્રીમદ ભગવદ ગીતાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની સમીક્ષા કરીને ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓમાંથી શ્રેષ્ઠ પ્રતીભાગીઓને ગીતા જયંતીના પવન અવસરે સન્માનિત કરવામાં આવશે. શ્રીમદ ભગવદગીતાના વિષયમાં નિષ્ણાત વિદ્વાનોને ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે. વિવિધ મંદિરોના સંતોને પણ ગીતા જયંતીની ઉજવણીમાં સહભાગી થઇ આશીર્વચન આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે . ઉજવણી દિવસે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની , ગીતાજીના પાત્રો ઉપર આધારિત વિવિધ કટ આઉટ, બેનરો, શણગાર વગેરે કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર નેજા હેઠળ અમલીકરણ સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં જિલ્લા કક્ષાના વિવિધ અધિકારીઓ સામલે છે .સમગ્ર કાર્યક્રમને સંકલિત કરવાની જવાબદારી જિલ્લા સંસ્કૃત બોર્ડ, કચ્છના નોડલ અધિકારી જી.જી.નાકર સંભાળી રહ્યા છે. 
--------------

Comments

COMMENT / REPLY FROM