Trending News
સ્થાનિક સમાચાર

લાખણીયા અને તેરા પુલ નિર્માણની કામગીરી પ્રગતિમાં

27 November



ભુજ - કચ્છઉદય : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના અનુસાર રાજ્ય સરકાર અને માર્ગ - મકાન વિભાગ દ્વારા રોડ બ્રિજ નેટવર્કને મજબૂત બનાવી “ઈઝી ઓફ ટ્રાન્સપોર્ટેશન” વધારવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં નખત્રાણા તાલુકાના રવાપર - નેત્રા - તેરા રોડ પર લાખણીયા અને તેરા પુલના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. લાખણીયા અને તેરા પુલની કામગીરી પ્રગતી હેઠળ છે અને ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ બનવાથી સ્થાનિકો તથા વાહનચાલકોને લાભ મળી રહેશે તેમજ વરસાદી મોસમના અવરોધ દૂર થશે. રોજિંદી અવરજવર વધુ સુરક્ષિત અને આરામદાયક બની રહે તે માટે તંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM