Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં તલાટીઓની સાગમટે બદલીના ઓર્ડરમાં  ભેદભરમ : શિક્ષાત્મક વાળાઓના નામ કેમ અકબંધ?

27 November





૭૪ જેટલા તલાટીઓની તાજેતરમાં જ કરાઈ છે સામુહીક બદલી : અચાનક જ આટઆટલી બદલીઓ એકીઝાટકે કરવાની કેમ ફરજ પડી? જેમની સામે શિક્ષાત્મક પગલા લીધા છે તેમના નામો કેમ તંત્રએ ન કર્યા સાર્વજનિક : શું આ બદલીઓ સેટીંગથી જ કરવામા આવી છે કે પછી લેતીદેતીથી થઈ છે? : બદલીઓમાં અમુક માનીતાઓના ચાર-પાંચ વર્ષથી ચીટકીને બેઠેલાઓની કેમ બાદબાકી.? જયારે ચાર-છ માસમાં બદલી પામેલાઓને ફરીથી ઉખેડીને અન્યત્ર મુકી દેવાયા હોવાની છે ચકચાર : તો અમુક સેજાઓ ખાલી રાખવામાં આવ્યા છે તેની પાછળનું રહસ્ય શું?



ગાંધીધામ :  તાજેતરમાં જ કચ્છ જિલ્લામાં એક સાથે ૭૪ જેટલા તલાટીઓની સાગમટે બદલી કરવામા આવી છે તો વળી કેટલાકની સામે શિક્ષાત્મક પગલા પણ લીધા હોવાનુ તંત્રએ જાહેર કર્યુ છે. તલાટીઓની આ સામુહીક મોટી બદલીઓ કરવામા આવી છીે તેને લઈને અથવા તો તેના થયેલા આદેશોને જોતા જાણકારવર્ગમાં તરેહ તરેહની ચર્ચાઓ તેજ થવા પામી ઈ છે. અંતરંગ વર્તુળો આ બાબતે કહી રહ્યા છે કે, અચાનક જ એકાએક આટલાબધા તલાટીઓની બદલી કરવાનુ કારણ શું? આ ઉપરાંત જે બદલીઓ થવા પામી છે તેને જોઈને જાણકારો કહી રહ્યા છે કે, વરસોથી અમુક સ્થળો પર ચીટકીને જે બેઠા છે એટલે કે જેઓ એક જ જગ્યાએ ચાર-પાંચ વર્ષથી સેવાઓ બજાવી રહ્યા છે તેવાઓ આ બદલીમાં સમાવાવના રહી ગયા છે, એટલે કે તેઓ કોઈને કોઈ મોટા રાજકીય નેતાઓના માનીતા હોવાથી જયા છે ત્યાં જ યથાવત રખાયા છે જયારે કે ચાર-છ આઠ માસ જેઓની બદલીને થયા છે તેવાઓને ફરીથી આ બદલીના ગંજીફામાં સમાવી લેવામા આવ્યા છે? કેમ આવી અસામનતાઓ બદલીના આદેશોમાં રહી જવા પામી ગઈ છે? કચ્છના જિલ્લા વિકાસ અધીકારી તો હોશીયાર અને સુઝબુજવાળા છે, તો શું તેઓના ધ્યાને આ બાબતો નહી આવી હોય? આ ઉપરાંત અહી એક સવાલ એવો પણ કરવામા આવી રહ્યો છે કે,  જેમની સામે શિક્ષાત્મક પગલાઓ લેવામા આવ્યા છે તેવાઓના નામો કેમ સાર્વજનિક કરવામાં નથી આવ્યા? જાહેરહિત એવુ તો આ બાબતમાં કયુ સમાયેલું છે? જેમની સામે કાર્યવાહી કરાઈ છે તેમના નામો બહાર પડાય તો બાકીનાઓ પણ તેવી ચુક કરતા ચોકકસથી અટકે? અહી તો શિક્ષાત્મક પગલા લીધા પણ જાહેરાત ન કરાઈ એટલે આવુ કરનારા અન્યો 
પણ નંચિત જ બની જાય તેવુ દર્શાય છે.  આ ઉપરાંત જાણકારો દ્વારા એવો પણ સવાલ થાય છે કે, આ બદલીઓ કરાઈ છે તેમ છતા પણ અમુક સેજાઓ ખાલી રહી ગયા છે કે રાખી દેવાયા છે? તેમાં ઈન્ચાર્જને મુકવામા આવે છે? આ પ્રકારની કોઈ ગોઠવણીઓ કરાઈ છે કે પછી હકીકતે આ સેજા ખાલી રહી જાય તેવી સ્થિતી જ સર્જાયેલી છે? જિલ્લા વિકાસ અધિકારીશ્રી આ બાબતે જાત અભ્યાસ કરે તે સમયનો તકાજો બની રહ્યો છે.


.....

Comments

COMMENT / REPLY FROM