Trending News
સ્થાનિક સમાચાર

ટીમ સુશીલકુમારસિંગની વધુ ૧ સિદ્ધી : ડીપીએ-કંડલાનો કાર્ગો હેન્ડલીંગમાં ૧૦૦ એમટીનો ઐતિહાસીક કીર્તીમાંન

27 November



ર૦રપ-ર૬માં દેશના સર્વાધીક ઝડપી ૧૦૦ મીલિયન ટન કોર્ગો હેન્ડલ કરનાર મેજર પોર્ટ બન્યું કંડલા

ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ચાલતા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. દેશના તમામ મેજર પોટ્‌ર્સમાં સૌથી વહેલા આ સિદ્ધિ હાંસલ કરી, ડ્ઢઁછ કંડલાએ ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા, પ્રતિબદ્ધતા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ આ સિદ્ધિનું વહેલું પ્રાપ્ત થવું, પોર્ટની અદ્વિત ઓપરેશનલ ક્ષમતાઓ, મજબૂત કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ અને તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચેની સુમેળભરી કામગીરીને પ્રતિબિંબિત કરે છે.


.............



ભારતની સમુદ્રી વૃદ્ધિગાથામાં કંડલાનું આગવું સ્થાન



ગાંધીધામ : DPA  કંડલાની આ નોંધપાત્ર કામગીરી સીધા જ નીચેના ક્ષેત્રોમાં યોગદાન આપે છેઃ ભારતની વૈશ્વિક મેરિટાઈમ સ્પર્ધાત્મકતામાં વધારો દેશના EXIM  ટ્રેડને મજબૂતી ટ્રેડ અને
વપરાશકર્તાઓ માટે વ્યવસાય કરવાની સરળતામાં વધારો ગુજરાત અને ઉત્તર ભારતના હિંતરલેન્ડમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વૃદ્ધિ ૧૦૦ MMT નો માઈલસ્ટોન વહેલા પૂર્ણ થવામાં પોર્ટની ઉત્તમ મરીન અને બર્થ પ્રોડક્ટિવિટી,   કાર્ગો ઇવેક્યુએશન સિસ્ટમ્સ, હિંતરલેન્ડ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક સ્ટોરેજ સુવિધાઓના સતત અપગ્રેડનું વિશેષ યોગદાન રહ્યું છે.

...............



આંતરિક વિભાગોની સુમેળસભર કામગીરી
ગાંધીધામ : આ સિદ્ધિ પોર્ટના દરેક વિભાગની સચેત અને સક્રિય કામગીરીનું પરિણામ છેઃટ્રાફિક વિભાગ • સુવ્યવસ્થિત કાર્ગો પ્રવાહ અને પ્લાનિંગ મરીન વિભાગ • સલામત અને કાર્યક્ષમ જહાજ સંચાલન મેકેનિકલ અને સિવિલ વિભાગ • ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાધનોની સતત તૈયારી CISF, ફાઇનાન્સ, એડમિન અને અન્ય વિભાગો 
•પરદર્શ ઓપરેશન્સને મજબૂતી સાથે જ કંટાળ્યા વિના દિવસ-રાત સેવા 
આપતા શ્રમિકો, અધિકારીઓ, સ્ટીવડોર્સ, મરીન પાયલટ્‌સ અને પોર્ટ કર્મચારીઓનો સમર્પિત પ્રયાસ આ સિદ્ધિનો મુખ્ય આધાર છે.


............


ડીપીએ પરિવાર-સ્ટેકહોલ્ડર્સના યોગદાનને ચેરમેનશ્રી એસ કે સીંગે આપ્યા અભિનંદન


શ્રી સીંગે કહ્યુ કે, નરેન્દ્રભાઈ મોદીના વિકસીત-આત્મનિર્ભર ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા ટીમ ડીપીએ-કંડલા સદાય પ્રતિબદ્ધ છે



ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાના અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહ, IRSME  એ સમગ્ર DPA 
પરિવાર અને STAKEHOLDERS ને અભિનંદન પાઠવતા જણાવ્યું કે “રેકોર્ડ સમયમાં ૧૦૦ મિલિયન ટન પાર કરવું DPA  કંડલા અને ભારતના સમુદ્રી ક્ષેત્ર બંને માટે ગૌરવની ક્ષણ છે.આ સિદ્ધિ અમારા શ્રમિક ભાઈ-બહેનો, અધિકારીઓ, કર્મચારીઓ, મરીન ક્રૂ, પોર્ટ યુઝર્સ, સ્ટીવડોર્સ, વેસલ એજન્ટ્‌સ અને દરેક એવા વ્યક્તિના અવિરત પ્રયત્નોનું પરિણામ છે, જે પોર્ટને ૨૪ટ૭ કાર્યરત રાખે છે.અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ અને વૈશ્વિક મેરિટાઈમ નેતૃત્વના વિઝન સાથે સંપૂર્ણ રીતે સંકલિત છીએ. અમારી ઓપરેશનલ કામગીરી ઉપરાંત અમે લીલા ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલના ક્ષેત્રે પણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છીએ. આ સિદ્ધિ આગામી મહિનાઓમાં વધુ મોટા માઈલસ્ટોને તરફનું પગથિયું છે.”


...........


સ્ટેકહોલ્ડર્સના સહયોગને સલામ
ગાંધીધામ : શિપિંગ લાઇન્સ, CHAS , આયાતકો નિકાસકો, કસ્ટમ્સ તેમજ વેપાર સાથીઓના સતત સહયોગે DPA  કંડલાને આ ઐતિહાસિક સિદ્ધિ સુધી પહોંચાડ્યું છે.


............


આગળનો માર્ગ નવતર અને વૃદ્ધિ
ગાંધીધામ : ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, સેવાઓનું ડિજિટલાઈઝેશન, ગ્રીન એનર્જી એકીકરણ અને ક્ષમતા વધારવાના મુખ્ય પ્રોજેક્ટો સાથે, DPA  કંડલા દેશના સમુદ્રી ક્ષેત્રમાં કાર્યક્ષમતાના નવા ધોરણો સ્થાપિત કરવાની દિશામાં દ્રઢતાથી આગળ વધી રહ્યો.

...........



દેશની સ્પર્ધાત્મકતા અને વેપાર સુગમતા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન



ગાંધીધામ : DPA  કંડલાની આ નોંધપાત્ર કામગીરી સીધા જ નીચેના ક્ષેત્રોમાં યોગદાન આપે છેઃ ભારતની વૈશ્વિક મેરિટાઈમ સ્પર્ધાત્મકતામાં વધારો દેશના EXIM  ટ્રેડને મજબૂતી ટ્રેડ અને વપરાશકર્તાઓ માટે વ્યવસાય કરવાની સરળતામાં વધારો ગુજરાત અને ઉત્તર ભારતના હિંતરલેન્ડમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વૃદ્ધિ ૧૦૦ MMT નો માઈલસ્ટોન વહેલા પૂર્ણ થવામાં પોર્ટની ઉત્તમ મરીન અને બર્થ પ્રોડક્ટિવિટી, સુદૃઢ કાર્ગો ઇવેક્યુએશન સિસ્ટમ્સ, હિંતરલેન્ડ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક-સ્ટોરેજ સુવિધાઓના સતત અપગ્રેડનું વિશેષ યોગદાન રહ્યું છે.


................

Comments

COMMENT / REPLY FROM