ભુજના સ્ટેશન રોડ પર આવેલી દુકાન અને ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ
ફાયર બ્રિગેડની ટીમે ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી
ભુજ કચ્છઉદય : શહેરના સ્ટેશન રોડ પર આવેલ કૃપા ઓટો પાર્ટસ નામની દુકાનમાં આજે સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી, જે બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ પહોંચી હતી.
દુકાન અને ઉપરના ભાગે આવેલા ગોડાઉનમાં આગની જવાળાઓ પ્રસરી હતી. ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઓટો
પાર્ટસની દુકાનમાં ટાયર સાથે વાહનોના ઓઈલ સહિતની વસ્તુઓ હોવાથી આગ વધુ પ્રસરી હતી. દુર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવમાં વ્યાપક નુકશાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય રોડ પર આગના બનાવથી દોડધામ મચી હતી. આગ બૂઝાવવાની કામગીરીમાં જીગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા, ઈસ્માઈલ જત, જય ઠક્કર, રૂદ્ર જોષી, મોહન રબારી જોડાયા હતા.

Comments