નિંગાળની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીના જામીન નામંજૂર કરતી અંજાર સેશન્સ કોર્ટ
ભુજ - કચ્છઉદય : અંજાર પોલીસ ચોપડે બે માસ પૂર્વે નોંધાયેલ ફરિયાદમાં અંજાર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાના કેસમાં આરોપીની નિયમિત જામીન અંજાર સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.
આ કેસની વધુ વિગતો મુજબ નિંગાળમાં પરિવાર સાથે રહેતી સગીરાનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી આરોપી વિશ્વાસ વાઘેલાએ સગીરાને લલચાવી - ફોસલાવી લગ્નની લાલચ આપી બાદમાં પૈસાની માંગણી કરી વિવિધ રીતે ડરાવી - ધમકાવી સગીરાને તેના ઘરે લઈ વારંવાર મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે અંજાર પોલીસ મથકે અપહરણ અને બાદમાં પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ નિયમિત જામીન પર મુક્ત થવા અંજારના અધિક સેશન્સ જજની કોર્ટ સમક્ષ અરજી કરતા બન્ને પક્ષોને સાંભળ્યા બાદ આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરતો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે એજીપી આશિષભાઈ પંડ્યા તથા મૂળ ફરિયાદી તરફે પ્રભુલાલ આર. હડિયા, ગોપાલ એન. ડાંગર તથા ભરત એમ. ભાનાણીએ હાજર રહી દલીલો કરી હતી.
------

Comments