ખાવડામાં હરતા-ફરતા ગેરકાયદે પેટ્રોલપંપ પર પોલીસની તવાઈમાં ભેદભરમ.!
DYSP કક્ષાએ જ થવી જોઈએ દરોડાની કાર્યવાહી!
કચ્છભરમાં બેજઓઈલ-મિક્ષ હોઈલના ઠેર ઠેર ધમધમી રહ્યા છે હાટડાઓ, વિદેશથી વ્હાઈટ સ્પીરીટ દર્શાવી અને અરબોના પ્યોર ડીજલ ઠલવાય છે, તેની હેરફેર ગુજરાત બહાર કરવા માટે કચ્છમાં ઠેર ઠેર હાટડાઓ છે, મોટા વપરાશનવાળા ક્ષેત્રોમાં શંકાસ્પદ ડિજલની ધૂમ ડીલીવરી થાય છે, પોલીસતંત્ર છુટાછવાયા કેસો કરે છે, પણ કોઈએ આંકડાઓ પુછયા છે ખરા, કે પોલીસના કરેલા કેટલા કેસો નામદાર કોર્ટમાં ટકે છે..? શું કારણો છે તેની પાછળના..!
પુરવઠા અધીકારીશ્રીએ પાંચ વર્ષમાં શેખપર પાસે ઝડપાયેલ કિસ્સામાં રાજયસાત કરાવવાની કરાવી છે કાર્યવાહી : કલેકટરશ્રીના કરેલા ઓર્ડરને તહોમતદારોએ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં પુરવઠા અધિકારીએ ટેકનીકલ-કાયદાકીય-પુરવઠાની કલમોના નિષ્ણાંતો ને જોડીને આ હુકમ મેળવી ધાક બેસાડી કાર્યવાહી કરતા ફેલાયો હતો ડિઝલચોરોમાં ફફડાટ પરંતુ પોલીસ વિભાગે પણ કાર્યવાહી માટે સરકારની નીતીઓનો કરવો જોઈએ તટસ્થ અમલ : છેલ્લા બે વર્ષમાં ડીએસઓશ્રીે ૪૦થી વધુ કેસોનો કર્યો છે નિકાલ
ખાટલે મોટી ખોટ : ખરેખર તો જિલ્લા સંકલનની બેઠકમાં આ મુદો રાજકીય આગેવાનોએ કલેકટરરશ્રી અને અન્ય લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ કેમ ઉપાડવામાં નથી આવતો કે પોલીસના વર્ષમાં કેટલા ડીઝલના કેસો થયા? તેમાથી કેટલા કેસો નામદાર કોર્ટેમાં ટકયા અને કેટલા એકિઝાટકે કાઢી નખાયા? તેની પાછળ કોની બલીહારી છે? શું ડીઝલના શંકાસ્પદ કેસો પકડવાની સત્તા કોન્સટેલબ-એસએઆઈ-પીએસઆઈ કે પીઆઈને અપાયેલી છે ખરી? એક જ લાઈનમાં કોર્ટમાં કેસટકતો નથી, તમને આ જથ્થો પકડવાની સત્તા જ નથી..?
ગાંધીધામ : કચ્છમાં ઈન્ડીસ્ટ્રીયઝ ઓઈલના નામે પ્યોર ડિજલની હેરફેર-મિક્ષ ઓઈલના નામે બાયોડીઝલ-બેઝઓઈલના ઓઠા હેઠળ શંકાસ્પદ ઓઈલની મોટા પાયે હેરફરુ થવા પામી રહી છે. પોલીસતંત્ર દ્વારા જિલ્લાભરમાં અલગ અલગ જગ્યાએ આ બાબતે છુટછવાયા કેસો કરવામા આવી રહ્યા છે પરંતુ તે કેસામાં મુળીયા ઉલેચાયા હોય અથવા તો મુળ ૃસુધી પહોચી શકાયુ હોય અને પોલીસ દ્વારા કરવામા અવેલ કેસ કોર્ટમાં સાબિત થવા પામી ગયો હોય તેવા કિસ્સાઓ ખુબજ ઓછા અથવા તો નહિવત સમાન જ જોવા મળી આવતા પ્રબુદ્ધવર્ગમાં તરેહ તરેહના સવાલો થવા પામી રહ્યા છે. દરમ્યાન જ તાજેતરમાં જ ખાવડા વિસ્તારમાં પણ એક હરતા ફરતા પેટ્રોલપંપ સમાન ગેરકાયદેસર ડીઝલ-ઈંધણના ટેન્કરને પશ્ચીમ કચ્છ એલીસીબીએ પકડી પાડયો છે. તમાં પણ ભેદભરમની સ્થિતી ઉભી થવા પામી રહી છે. એલસીબીએ આ જથ્થો અટકાવાયો છે તે વાત તો ખુબજ સરાહનીય છે પરંતુ આ સમગ્ર કાંડને અંજામ અપવાનારના ચહેરાઓ ખુલ્લા થશે ખરા? છેવાડાના મુળ સુત્રધારોના નામો ફરીયાદમાં ચોપડે ચડયા બાદ તેમની સામે કાર્યવાહી થશે ખરી?
આ પ્રશ્નો એટલા માટે થવા પામી રહ્યા છે કે, હકીકતમાં પોલીસ દ્વારા જે કેસો થાય છે અથવા તો અત્યાર સુધીમાં જેટલા કેસો થયા છે તેમાંથી મોટાભાગના નામદાર અદાલતમાં ટકતા ન હોવાના આંકડાઓ ચર્ચાય છે અને તેની પાછળનુ કારણ એ છે કે, આ મુજબના દરોડાઓ પાડવાની તપાસ કરવાની સત્તા સરકારશ્રી તરફથી જ ડીવાયએસપી કક્ષાના અધિકારીને આપવામા આવેલી છે તેનાથી નીચેના અધિકારીઓને દરોડા પાડવાની સત્તા જ રહેલી નથી. એટલે પીઆઈ કે પીએસઆઈ કે અન્ય દ્વારા દરોડો પાડવાની કાર્યવાહી કરાઈ છે તે નામદાર અદાલતમં એક જ લીટીમાં કેસ ઉડી જતો હોય છે કે, તમને આ કામગીરી કરવાની સત્તા જ નથી,? આ ઉપરાંત પકડાયેલા જથ્થાની સેમ્પલીંગની જે પ્રક્રીયાઓ છે તેમાં પણ કેસ મજબુત બની શકે તેવી ચોકકસાઈ સહજ રીતે જ પોલીસ ટેકનીકલ રીતે ન રાખી શકતી હોવાથી પણ કેસો કોર્ટમાં ટકે નહી અને ગુનો આચરનારાને મોકળુ મેદાન જ મળી જવા પામતુ હોય તેમ બની જતુ હોય છે. હકીકતમાં પોલીસ અને પુરવઠા વિભાગનું સંકલન થવુ ખુબજ જરૂરી છે. સૌ પ્રથમ તો પોલીસતંત્ર આવા દરોડા પરિપત્રના આદેશ અનુસાર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના નેતૃત્વમાં જ કરે તે જરૂરી છે. તેની સાથે જ પુરવઠા વિભાગને પણ આવા દરોડાઓ વખતે સાથે રાખે તો સેમ્પલીંગ વધુ કડકાઈથી અને ચોકકસાથઈ થતા નામદાર કોર્ટમાં કેસને મજબુત બનાવી શકાય અને ઝડપાયેલ માલને રાજયસાત કરી શકાય તથા ગુનાહિત તત્વોને નશ્યત કરી શબક શીખવાડી શકાય. જો આમ થાય તો જ પોલીસે કરેલી કાર્યવાહી સરકારી હિતમા થઈ કહેવાય, બાકી તો મુદામાલ પકડી, અને કોર્ટમાથી તેને ગણતરીની મીનીટોમાં છોડી મુકવાની નોબત આવી જાય તો તો આવા ગુનાહત
કૃત્યો આચરનારનુ મનોબળ વધુ ઉચકાઈ જાય. હાલમાં ખાવડામાં પણ જે હરતુફરતું પેટ્રોલપંપ જ પકડાયુ છે તો તેમા પણ ઝડપાયેલા શખ્સોની કડકાઈથી ઉલ્ટતપાસ કરવી જ ઘટે.
..........

Comments