Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા ચાઈનિઝ ફટાકડા કાંડ : DRI ના વિવાદીત SIO ની મોટી સંડોવણી..?

26 November

વાડ જ ચીભડાં ગળ્યાની ચાડી ખાતી હલચલ




મુંબઈ ન્હાવાસેવા, દિલ્હી, ચેન્નઈ, ટુટીકોરીન, મુંદરા-
કાસેઝ સુધીમાં ફેલાયેલ ચાઈનિજ સ્મગલીંગ યુકત ફટાકડાની તપાસમાં કુલડીમાં ગોળ ભાંગનાર અધીકારીની કરાવી દેવાઈ સ્વેચ્છીક બદલી : ગાંધીધામથી અમદાવાદ ચીફ કમિશ્નર હસ્તક મુકી દેવાયા  


મુંબઈ ડીઆરઆઈના ડે.ડાયરેકટર શ્રી પાંડે સાહેબે મુંદરામાં ચાઈનિજ ફટાકડાના સિઝ કરેલા કાસેઝના યુનિટના પ્રથમ કન્સાઈનમેટમાં આ વિવાદીત અધિકારીને સ્થાનિકેથી મોકલતા તેઓએ પાર્ટી સાથે ગોઠવણીથી કલીનચીટ આપી દીધી હોવાનુ ખુલતા લેવાયા કડક પગલા : આ ઉપરાંત પાછલા પાંચેક માસમાં જ મુંદરામાં કેમીકલ- ફટાકડા-યુજડ ટાયર્સ-પ્લાસ્ટીક મેટસ, સેકસ ટોયઝ સહિતની ગેરકાયદેસર આયાતમાં આ વિવાદીત અધિકારીની હતી ભુંડી ભુમિકા




ગાંધીધામ : વાડ જ ચીભડા ગળ્યાનું આપણે ઘણી વખત સાંભળતમા હેાઈએ છીએ, તેવી જ ઘટના કચ્છમાં પણ એકમહત્વપૂર્ણ એજન્સીમાં સેવારત રહેલા અધિકારીની સ્વચ્છીક બદલીના તાજા ઓર્ડરને લઈને ચર્ચાઓ સામે અવવા પામી રહી છે. કચ્છમાં કંડલા-મુંદરા પરથી પાછલા અમુક સમયમાં જ મીસડીકલેરશેન અલગ અલગ પ્રકારના કરાડોના ઝડપાવવા પામી રહ્યા છે ત્યારે અહી કાર્યરત એજન્સીઓની ભુમિકાઓ સામે પણ સવાલો તો ઉભા થવા પામી જ જાય તેમ છે.દરમયાન જ ડીઆરઆઈ દ્વારા દેશમાં ઓપેરશન ફાયર ટ્રાયલ ચલાવાઈ રહ્યુ છે એટલે કે ચાઈનિજથી પ્રતિબંધિત ફટાકડાઓની દાણચોરીયુકત આયાત કરેલ હોય તેને પકડવામા આવી રહ્યા છે અને આ જ કેસની કડીમાં મુંબઈ ડીઆરઆઈના ડે.ડાયરેકટર શ્રી પાંડે દ્વારા મુંબઈમાં કાર્યવાહી કરાઈ હતી જેની કડી કાસેઝમાં ખુલવા પામી હતી. આ કાસેજના સબંધિત યુનિટમાં જઈ ખરી તપાસ અને પ્રક્રીયાઓ કરવાની જવાબદારી સ્થાનિકના વિવાદીત અધિકારીને આપવામા આવી હતી અને તેઓ ગયા પણ હતા પરંતુ ત્યા ફટાકડાનો જ્થો સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવાના બદલે સબંધિત યુનિટધારકો સાથે સેટીગ કરી અને તેરી ભી ચુપ મેરી ભી ચુપ કરી અને કલીનચીટ આપી આવ્યા હતા. આ વાત મુંબઈ ડીઆરઆઈના તટસ્થ-કડક અને સરકારની ગુડબુકમાં રહેલા અધિકારી શ્રી પાંડેના ધ્યાને આવતા તેઓએ તે પછી તરત જ બીજા અઠવાડીયામાં મુદરામાં આવા જ કન્સાઈનમેન્ટ રોકાવી કાસેઝમાં એ જ યુનિટમાં મુંબઈથી ખુદ આવી અને દોઢ દીવસ સુધી પડાવ નાખી અને તપાસ કરતા ૩પ કરોડની ડયુટીચોરીનો તગડો કેસ બની જવા પામ્યો હતો. એટલુ માત્ર જ નહી એ યુનિટમાંથી એક શખ્સની ધરપકડ પણ કરવામા આવી હતી. બસ ત્યારથી જ સ્વૈચ્છીક બદલી અપાયેલાઆ અધિકારી વિવાદમાં હતા અને તે વચ્ચે જ જાગૃત ટ્રેડર્સ દ્વારા પણ ઉચ્ચકક્ષાએ આ વિવાદીત અધિકારી બાબતે વિગતવાર ફરીયાદ કરવામા આવતા અને તે દરમ્યાન જ ફરીથી મુંદરા બંદર પર પાંચ કરોડના ચાઈનિજ ફટાકડા તા. ૧પમીએ દિલ્હી ડીઆરઆઈએ આવીને ઝડપી પાડતા આ અધિકારીની આવા કારનામાઓમાં ભુંડી ભુમીકા ચર્ચામા આવી જતા તેની સામે ચીફ કમિશ્નરશ્રીએ લાલઆંખ કરી હોવાના અહેવાલો સાપડયા છે.

..........



દિપક-અજય-સતીશ મારફતે રપ લાખની ખંડણી 
પ્રતિ આયાતકાર પાસેથી માંગતો હતો? 



ફેબ્રીક-ટાયર સ્ક્રેપ્સ, સોપારી, ઓઈલ-કેમીકલ કરનારાઓને શાંતીથી સાચો-ખોટો ધંધો કરવા માટે રપ લાખની લાંચ આપવી પડતી હતી આ વિવાદીત અધિકારીને?




ગાંધીધામ : પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ડીઆરઆઈનો આ વિવાદીત અધિકારી કંડલા-મુંદરામાં ફ્રેબીક, સોપારી, ઓઈલ સહીતના સાચા ખોટા ધંધા કરનારા આયાતકારો પાસેથી રપ લાખની ખંડણીઓ લેતો હતો. શાંતીપૂર્વક ધંધો કરવો હોય તો આ લાંચ આપવી જ પડે તેવી બીન ઘોષિત પ્રથા લાગુ કરી બેઠા હતા. તેમા પણ ખાસ કરીને ફેબ્રીક, યુઝડ ટાયર્સ, સોપારી અને ઓઈલના ખોટા ધંધા કરનારાઓ આ અધિકારી ટોળકીના રડારમાં રહેતા હતા. સૌથી વધુ આવા બેનામી દાણચોરી ધંધાના નેટવર્કને પાછલા ટુંકાગાળામાં આ વિવાદીત અધિકારીના કાર્યકાળમાં વકરાવી દેવાયુ હતુ. 


............


મહિનાની પાંચ કરોડની રોકડી કરતો 
હતો આ વિવાદીત અધિકારી? કોના ૪ હાથ?




આ અધિકારીએ ઈન્સપેકટર, એસપીથી લઈ અને એસઆઈઓ 
સુધીની બધી રેંકના પ્રમોશન કચ્છમાં જ મેળવ્યા છે, ૧૧ વર્ષથી પડયો પાથર્યો રહેતો હતો કચ્છમાં, કોની મહેરબાની?




ગાંધીધામ : છેલ્લા ત્રણ માસમાં આ વિવાદીત અધિકારીને લાંચ આપીને ર૦૦૦થી વધુ કન્ટેઈનરો મિસડીકલેર કરાયેલા કલીયર થઈ ગયા હોવાનુ મનાય છે.  આ અધીકારી કહેતો હતો કે મને લાંચ આપો, મારા ગજવા ભરો, પછી ડીઆરઆઈમાંથી ભારતભરમાંથી કોઈ અધિકારી તમારો માલ નહી રોકે. ખરેખર તો તપાસ કરવી જોઈએ કે, આ વિવાદીત અધિકારી પાંચ જ મહીનામાં આટલો છાકટો કોના પીઠબળથી બની ગયો હતો. મહીને પાંચ કરોડની લાંચ આ વિવાદીત અધિકારી ગજવામાં નાખતો હોવાનુ ચર્ચાય છે. 

......

Comments

COMMENT / REPLY FROM