Trending News
સ્થાનિક સમાચાર

ચેરમેન સુશીલકુમારની કાર્યદક્ષતા પર કેન્દ્ર સરકાર ઓળઘોળ : જવાબદારીમાં થયો વધારો

25 November

ડીપીએ-કંડલા માટે વધુ એક ગૌરવની ક્ષણ 




આગામી છ માસ માટે ન્યૂ મેંગલોરપોર્ટના ચેરમેનનો સોપાયો કાર્યભાર 



ગાંધીધામ : ભારત સરકારના પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલા ઓફિસ ઓર્ડર નં. ૩૨/૨૦૨૫ અનુસાર, દીન દયાલ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમારસિંહને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઓર્ડર મુજબ, કેબિનેટની  Appointment Committee (ACC) ની અનુમતિને અધિન રાખીને, શ્રી સુશીલકુમાર સિંહને ન્યૂ મેંગલોર પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે ૧ ડિસેમ્બર, ૨૦૨૫થી આગામી ૬ મહિનાની અવધિ માટે અથવા નવા અધ્યક્ષની નિમણૂક થાય ત્યાં સુધી અથવા અન્ય કોઈ નવી સૂચના સુધી  જે પ્રથમ આવે તે પ્રમાણે  વધારાનો પ્રભાર 
સોંપવામાં આવ્યો છે. આ નિમણૂંક પોર્ટ ક્ષેત્રમાં તેમના અનુભવો, વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને 
નેતૃત્વ ક્ષમતાને માન્યતા આપતી ગૌરવસભર જવાબદારી છે.આ આદેશ માનનીય પોટ્‌ર્સ, 
શિપિંગ અને વોટરવેઝ મંત્રીએ મંજૂર કર્યો છે. 
દીન દયાલ પોર્ટ ઓથોરિટી પરિવાર તેમજ કચ્છ-ગુજરાત માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની છે. પોર્ટ વિકાસ, લોજિસ્ટિક્સ અને રાષ્ટ્રીય સમુદ્રી દૃષ્ટિકોણને મજબૂત બનાવવા માટે આ નિર્ણય મહત્ત્વનો સાબિત થશે તેવી 
અપેક્ષા છે.

Comments

COMMENT / REPLY FROM