Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં માંડ ૪ર,૮૭૦ સ્માર્ટ વીજ મીટર લાગ્યા

25 November

વર્ષાતે ૩.પ૮ લાખના લક્ષ્યાંક સામે 





ર૧૯૮ સરકારી કચેરીઓ અને ૪૦,૬૭ર અન્ય વીજ જોડાણામાં મીટર બદલવાની કામગીરી થઈ પૂર્ણ : પ્રિ-પેઈટ સ્માર્ટ મીટરના વ્યાપક વિરોધ બાદ હવે પોસ્ટ પેઈડ મીટર લગાવવાની ધીમી ગતિએ આગળ ધપતી કામગીરી : સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બીલ અનિયમિત મળતા હોવાની ફરિયાદ 




ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી જોશભેર આગળ વધારવામાં આવી રહી છે. પ્રિ-પેઈડ સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ થયા બાદ વીજતંત્ર દ્વારા હવે કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં અ ાવી રહ્યા છે. કચ્છના જિલ્લા મથક ભુજમાં પણ નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. ભુજ વીજ વર્તુળ કચેરી તળે આવતા વિસ્તારોમાં અત્યાર સુધી ૪ર,૮૭૦ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. જો કે, વીજ વિભાગે આ વર્ષના અંત સુધીમાં ૩.પ૮ લાખ સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, પરંતુ નવેમ્બર માસના મધ્યભાગ સુધી ચોથા ભાગનું લક્ષ્યાંક પણ સિદ્ધ થયું નથી. 
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી દ્વારા આ વર્ષના અંત સુધી ભુજ શહેર અને ગ્રામ્ય ઉપરાંત નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી અને મુંદરા તાલુકા મળીને અંદાજીત ૩.પ૮ લાખ જેટલા વીજ ગ્રાહકોને ત્યાં પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્યાંક રખાયું છે. ભુજ વર્તુળ કચેરી દ્વારા પ્રથમ તબક્કે ભુજની પીજીવીસીએલ કોલોની અને સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારના ૮,૪૦૦ ટ્રાન્સફોર્મરમાં આ પ્રકારના મીટર લગાવવાની કામગીરી અન્વયે અલગ અલગ વિસ્તારની ટીસીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. પહેલા ચરણમાં શહેરની સરકારી કચેરી અને શાળાઓમાં મળી રપ૦૦ જેટલા વીજ જોડાણમાં પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી ભુજ વર્તુળ કચેરી દ્વારા કુલ ૪ર,૮૭૦ પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, જે પૈકી ર૧૯૮ સ્માર્ટ મીટર સરકારી કચેરીઓમાં લાગ્યા છે. જયારે અન્ય વીજ જોડાણોના ૪૦,૬૭ર પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર લાગ્યા છે. પીજીવીસીએલ તંત્રના જણાવ્યા અનુસાર પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટરથી ગ્રાહક મોબાઈલ એપના માધ્યમથી પોતાનો દૈનિક વીજ વપરાશ જાણી શકશે. આ ઉપરાંત મીટર રીડરો દ્વારા થતી માનવીય ભૂલો પણ સ્માર્ટ મીટર થકી ટાળી શકાશે. જો કે, વીજ ગ્રાહકોને સમયસર તેમના વીજ બીલ મળશે. તેવો તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે. કચછમાં જયાં ડિજીટલ મીટર લાગ્યા છે, ત્યાં વીજ ગ્રાહકોને મહિનાઓ સુધી વીજ બિલ ન મળ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. 

.......

Comments

COMMENT / REPLY FROM