Trending News
સ્થાનિક સમાચાર

- તો માંડવીના શેરડી વનતલાવડી-ખનીજકૌભાંડમાં  સુનિયોજીત મોટા કારસાનો થશે ભાંડાફોળ

25 November

ખાણખનિજ વિભાગ પશ્ચિમ કચ્છ તટસ્થ-ઉંડાણપૂર્વક તપાસ કરશે




માંડવીના મામલતદારશ્રી જેઠવાની જાગૃતીભરી કાર્યવાહી સરાહનીય : ટીમ સાથે શેરડીમાં ધસી જઈ વનતલાવડીના નામે બેન્ટોનાઈટ ખનીજચોરીનો કર્યો છે પર્દાફાશ : હવે ખાણખનિજ વિભાગ માત્ર માપણી-સર્વે પૂર્ણ કરવાના બદલે વનતલાવડીની મંજુરી અપાઈ કયા આધારે? કામ કરનાર એજન્સી પેટામાં આ રીતે કામો આપી શકે છે ખરી? પેટામાં કામ રાખનાર કોણ હતા? કેટકેટલા સમયથી આ રીતે ખનીજનું કાંડ ધમધમતું હતુ? સહિતના પ્રશ્નો સુધી તપાસ લંબાવે


વનવિભાગનો જંગલરાજ વધુ એક વખત કચ્છમાં સામે આવ્યો : ભરશીયાળે વનવિભાગે ખાસ કિસ્સામાં શું જોઈ અને વનતલાવડીની મંજુરી આપી દીધી? કાર્યાલય આદેશ કરનાર અધિકારી કોણ છે? ફેબ્રુઆરીથી એપ્રીલ સુધીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે આવી તલાવડી બનાવાતી હોય છે પરંતુ ભરશિયાળે આ તલાવડી બનાવવાની 
શું જરૂર પડી? અને તેમાં ખાનીજ નીકળ્યુ છે તો પછી તલાવડી કેમ બને? વનવિભાગમાંથી કોની બેદરકારી છે? ધાક બેસાડતી કાર્યવાહી જરૂરી


અમે રોજકામ કરી અને ખાણખનિજને સોપણી કરી છે, આગળની કાર્યવાહી પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા વિગતવાર કરવામાં આવશે : શ્રી પી.એ. જેઠવા(મામલતદારશ્રી માંડવી)



ગાંધીધામ : માંડવી તાલુકામાં તાજેતરમાં બનેલા વન તળાવડી ગેરરીતિ કેસમાં મામલતદારશ્રી સી. જે. જેઠવા અને નાયબ મામલતદારની આગેવાની હેઠળ કરાયેલી કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સ્વાગત્ય અને સરાહનિય પગલું ગણાયું છે. માંડવી તાલુકાના અંતરીયાળ વિસ્તાર શેરડી-ગંગાપુર રોડ વિસ્તારમાં વન તળાવડીના નામે નાઇટ ખનીજના મોટા પાયે ગેરકાયદેસર ઉતખનન ચાલી રહ્યાની ફરિયાદો મળતી હતી. આ કામ વન તળાવડીના નામે મંજૂર હોવાની આડમાં કથિત રીતે અતિરિક્ત વાળી ખનીજચોરી આચરવામા આવતી હોવાના પુરાવા સામે આવતા હવે સમગ્ર પ્રકરણમાં અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છેગુજરાત સરકાર લોકસુવિધાઓ વધારવા માટે કરોડોની ખાસ ગ્રાન્ટો ફાળવી અને વિકાસકામો કરાવતી હોય છે પરંતુ આ જ સરકારના અમુક સરકારી વિભાગના ભ્રષ્ટ સરકારી બાબુઓ અને ભેજાબાજ તત્વો સાથે મળી મેળાપીપણાં કરી અને આડેધડ કરોડોની કરચોરી કરતા રહેતા હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં જ માંડવીના શેરડી પટ્ટામાથી વનતલાવડીના નામે બેન્ટોનાઈટ ખનીજ ઉત્ખનનનો ખુલાસો થવા પામ્ય છે અને સફળ દરોડો પાડી અને સવા કરોડ જેટલી કિમંતનો મુદામાલ પણ કબ્જે કરવામા આવ્યો હતો. આ કેસમાં માંડવી મામલતદારશ્રી અને ખાણખનિજ વિભાગ દ્વારા સંકલન સાધી અને કાર્યવાહી આગળ થવા પામી જ રહી છે પરંતુ તે વચ્ચે જ પ્રબુદ્ધવર્ગ દ્વારા કહેવાય છે કે જો ખાણખનિજ વિભાગ પશ્ચીમ કચ્છ આ પ્રકરણમાં હકીકતમાં તટસ્થ અને તલસ્પર્શી તપાસ કરશે તો વનતલાવડીના નામે ખનીજ ચોરીનું આ એક નેટવર્ક જ ચાલતુ હોય તેવુ ફલિત થવા પામી શકે તેમ છે. કારણ કે ખાણખનિજ વિભાગ જો અહી માત્ર સર્વે-માપણી કરી અને નાનો સુનો દંડ કરી અને તપાસ સમેટી લેશે તો આ પ્રકારના કારસાઓ અજમાવનારાઓને મનોબળ વધારે ઉચકાઈ જશે. અહી સવાલ તો એ જ થવા 
પામે છે કે, શિયાળાના દીવસોમાં વનતલાવડી બનાવવાની કઈ ઈમરજન્સી આવી પડી હતી? સરકારની જોગવાઈ અનુસાર તો ફેબુઆરીથી એપ્રીલ મે સુધીમાં જળસંચયના આવા કામો કરવામા આવતા હોય છે? ખૈર વન તલાવડી મંજુર કરાઈ તો તેની સમીતીમા કોણ કોણ હતા? આ સમીતીવાળાઓએ શું જોઈને વનતલાવડીને મંજુરી આપી છે? સવાલ તો એ પણ થવા પામી રહ્યો છે કે, શું મુળ પાર્ટીએ પેટામાં કામ આપેલ હતુ? જો પેટામાં કામ આપેલ હોય તો આ કામો પેટામાં કઈ રીતે આપી શકાય છે? તે પણ તપાસ થવી ઘટે. બીજીતરફ આ બાબતે માંડવી માલતદારશ્રી જેઠવા કે જેઓએ આ પ્રકરણમાં ટીમ સાથે જઈ અને સફળ રેઈડ કરી હતી તેઓની સાથે વાતચીત કરવમાા આવતા તેઓએ કહ્યુ હતુ કે, સબંધિત કેસમાં વિગતવાર રોજકામ કરી અને અમે ખાણખનિજ વિભાગને આ વિગતો સુપરત કરી દીધી છે. તેઓ માપણી કરી છે, જે બાદની કદાચ આગળની કાર્યવાહી તેઓ હસ્તક જ થવા પામશે. જોવાનુ રહ્યુ છે કે, ખનીજ વિભાગના અધિકારીઓ આ કેસને રૂટીન તપાસમાં લઈ અને ફીંડલુ વાળી દે છે કે પછી આખાય નેટવર્કને તોડવાની દીશામાં કાર્યવાહી કરે છે?માંડવી તાલુકામાં તાજેતરમાં બનેલા વન તળાવડી ગેરરીતિ કેસમાં મામલતદારશ્રી સી. જે. જેઠવા અને નાયબ મામલતદારની આગેવાની હેઠળ કરાયેલી કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સ્વાગત્ય અને સરાહનિય પગલું ગણાયું છે. માંડવી તાલુકાના અંતરીયાળ વિસ્તાર શેરડી-ગંગાપુર રોડ વિસ્તારમાં વન તળાવડીના નામે નાઇટ ખનીજના મોટા પાયે ગેરકાયદેસર ઉતખનન ચાલી રહ્યાની ફરિયાદો મળતી હતી. આ કામ વન તળાવડીના નામે મંજૂર હોવાની આડમાં કથિત રીતે અતિરિક્ત વાળી ખનીજચોરી આચરવામા આવતી હોવાના પુરાવા સામે આવતા હવે સમગ્ર 
પ્રકરણમાં અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

..........



બેન્ટોનાઈટ હતુ, તો વનતલાવડી મંજુર કરાવનાર
પાર્ટીએ કેમ તંત્રને અંધારામાં રાખ્યા? કરો તપાસ.!


ગાંધીધામ : શેરડીથી ગંગાપર જતા માર્ગ પર વનવિભાગ દ્વારા ખેતતલાવડી મંજુર કરાઈ હતી ત્યાંથી મોટા પ્રમાણમાં બેન્ટોઈનની ગેરકાયદેસરખનન ખુલવા પામી ગયુ છે. અહી તપાસ કરવાનો વિષય એ છે કે જે બેલ્ટમાં કે સ્થળ-ઠામમાં ખનીજ પડયુ છે ત્યાં વનતલાવડી બનાવવાની મંજુરી આપી જ કેમ શકાય? અને વનતલાવડીના કામ વચ્ચે કદાચ ખનીજ નીકળ્યુ હોય તો પણ આ ખનીજ ખનન કરતા પહેલા ખાણખનિજ વિભાગને જાણ કરવાની થતી હોય છેે? તો કેમ પાર્ટીએ તંત્રને આ બાબતે અંધારામાં રાખ્યા? અહી કોઈ ભુલ કે ચુક નથી થઈ પરંતુ આયોજીત ષડયંત્ર મારફતે જ ખનીજચોરી માટા પ્રમાણમાં કરવામા આવતી હોય તેવુ માની લેવુ વધુ પડતુ નહી કહેવાય.


..........


વનતલાવડી કાંડમાં ઉઠતા સવાલો..!

ગાંધીધામ : • વન તળાવડીનું કામ કયા નામે અને કયા અધિકારી દ્વારા મંજૂર કર્યું? • મંજૂરી પહેલાં શું સાઇટ મોનેટરીંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું? શું કામ ટેન્ડર પ્રોસેસ મારફતે જાહેર કરવામાં આવ્યું હતું કે “પેટા કન્ટ્રાક્ટ” મોડલમાં સોંપાયું હતું?• વન વિભાગના કયા અધિકારી/કર્મચારીઓ આ મંજૂરી પ્રક્રિયામાં જોડાયેલા હતા? • શું આ મંજૂરી નિયમોના વિરુદ્ધ જઈ વર્ષના શિયાળામાં તાત્કાલિક આપાઈ હતી? • મંજૂરી સંબંધિત દસ્તાવેજો અને ઓર્ડરમાં કોઈ ફેરફાર અથવા હેરાફેરી થયેલી છે?

...........


શેરડીથી નલીયા-ભુજ સુધી તાર લંબાયેલા?

ગાંધીધામ : મૂળ તપાસ મુજબ અંદાજ છે કે આ કૃત્ય માત્ર સ્થાનીક સ્તરની ગડબડ નહીં પરંતુ એક સિન્ડીકેટ મરફતે વકરેલ ગેરકાયદેસર નેટવર્ક હોઈ શકે છે, જેના તાર શેરડી ગંગાપુરથી લઈ અને  નલિયા, માંડવી,  ભુજ સુધી  જોડાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

.........


શેરડી જેવી કચ્છમાં અન્ય કેટકેટલી વનતલાવડીના નામે
કરોડોનું ઉસેડાય છે ખનીજ? 
કલેકટરશ્રી કરાવે તપાસ!



ગાંધીધામ : શેરડી વિસ્તારમાં જે રીતે વન તલાવડીના નામે ખનીજ ચોરીનો ખુલાસો થવા પામ્યો છે તેને લઈને હકીકતમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ખાણખનિજ સહીતનાઓને એક ટુકડી બનાવ અને તપાસ કરાવી જોઈએ કે જિલ્લાભરમાં આવા ઘોટાળાઓ કેટકેટલી જગ્યાએ ચાલી રહ્યા છે? આ તો માંડવી મામલતદારશ્રીએ જાગૃતી દાખવ અને અંતરીયાળ વિસ્તારમાં ધસી જઈ અને દરોડો પાડી અને સરકારની તિજોરીને થતુ મોટુ નુકસાન અટકાવ્યુ છે, પરંતુ આ જ રીતે અન્યત્રણ પણ સુનિયોજીત કૌભાંડો નહી આચરાતા હોય તેની શું ખાત્રી?


..........

 

Comments

COMMENT / REPLY FROM