Trending News
સ્થાનિક સમાચાર

તો અમિત આણી ટોળકીના MHO ની આડમાં ડિઝલ દાણચોરીનો અરબોનો આંકડો આવે બહાર.!

24 November

જિલ્લા પોલીસતંત્ર-પુરવઠા વિભાગ ક્રોસ વેરીફીકેશન કરે




કસ્ટમ કમીશ્નર શ્રી સૈનીની લાલઆંખથી મુંદરા-પીપાવાવ-કંડલા-હજીરા સહિતના બંદરો પર એમએચોઅની આડમાં ડીઝલની દાણચોરી કરનારા વેશલ્સ, 
કન્ટેઈનરોને બ્રેક લાગી ગયો, ઝડપાયેલો માલ છુટતો નથી, નવો માલ આ ટોળકી મંગાવી શકતી નથી, એટલે હવે સરકારી સાહસ ધરાવતી બીપીસીએલ-આઈઓસીએલ, એચપીસીએલ જેવી કંપનીઓના પાછલા ત્રણ મહીના ૧ કવાર્ટરના ઈધણ આયાતના આંકડાઓ ચકાસાય તો તેમની આવક કેટલી વધી ગઈ, તેના પરથીજ અંદાજ આવી જશે કે, અમિત ટોળકી મહિને કેટલા અરબોની ડિઝલનું સ્મગલીંગ કરતા હતા..! : અભ્યાસુ જાણકારોનો સુચક સંકેત



હાલમાં સરકારને તથા કંપનીઓને -પ્રજાને કેટલો ફાયદો થયો? અને પેટ્રોલપંપોમાં પણ વેંચાણ કેટલી મોટી માત્રામાં વધ્યુ તે આંકડાઓ મેળવો તો આ ભ્રષ્ટચારીઓએ સરકાર અને પ્રજાને મુર્ખ જ 
બનાવતા હોવાનો આંક આવશે બહાર



ગાંધીધામ : કચ્છના બે મોટા બંદરો કંડલા-મુંદરામાં પાછલા અમુક સમયથી એમએચોના નામે પ્યોર ડીઝલની દાણચોરીનું મોટું નેટવર્ક ધમધમી રહ્યુ હતુ. મુંદરામાં વિદેશથી આવતા ઓઈલને એમએચઓ-વ્હાઈટ સ્પીરીટ દેખાડી અને પ્યોર ડીઝલની જ આયાત કરનારી અમિત આણી ગેંગ સક્રીય બનેલી હતી. પરંતુ જયારથી મુંદરા કસ્ટમ કમિશ્નર પદે શ્રી નીતીન શૈની મુકાયા છે ત્યારથી આ ગેંગની બકરી ડબ્બામાં અને પુછડી બહાર થઈ ગયાનો જ તાલ થવા પામી ગયો છે. મુંદરામાં અમિત સહિતનાઓની સામે શૈનીએ આવતા વેંત જ લાલઆંખ કરી અને તેમના પરવાનાઓ ધડાધડ અતિહાસીક રીતે સાગમટા રદ કરી દીધા હતા અને મુંદરામાં જ સૌ પ્રથમ તો આ ગેંગને બુચ મારી દેવામા આવ્યો હતો અને આવા દાણચોરીયુકત ડીઝલના જથ્થાને મુંદરામાં જ અટકાવાઈ દેવાયા હતા. તે બાદ કંડલા કમીશ્નરનો ચાર્જ પણ શ્રી શૈનીને જ સોપવામા આવતા અમિતઆણી ગેંગ મુંદરાથી ભાગીને કંડલામાં અજમાઈશ કરવા જતા અહી પણ તેના ડીજલ દાણચોરીના એકથી વધુ વેશલ્સ પકડાઈ જવા પામ્યો હતા. આવો જ તાલ પીપાવાવ અને હજીરામાં પણ થઈ જવા પામ્યો છે. એટલે શ્રી શૈનીની લાલઆંખથી ડીઝલ દાણચોરી કરનારી અમિત ગેગ સાણસામાં જ આવી જવા પામી ગઈ છે. પીપાવાવ-હજીરા-કંડલા અને મુંદરા સહિતમાં અટકેલો માલ અનેકવીધ અધમપછાડા છતા પણ છુટતો નથી અને બીજીતરફ આબરૂ-પ્રતીષ્ઠાના લીરેલીરા ઉડી ગયા હોવાથી હવે નવો માલ ક્રેડીટ પણ મંગાવી શકે તેવી સ્થિતી નથી એટલે આ ગેંગની બકરી તો હાલમાં ડબ્બામાં જ આવી ગઈ છે. 
આ સ્થિતીમાં જાણકારવર્ગ એક સુચક લાલબત્તીભર્યો ઈશારો કરતા કહી રહ્યા છે કે, હાલના સમયે પોલીસતંત્ર અને પુરવઠા વિભાગ આ બન્ને ક્રોસ વેરીફીકેશન કરાવુ જોઈએ અને સરકારી સાહસ એટલે કે ડીઝલ-ઈંધણ મંગાવાવની માત્ર સરકારે જેને છુટ આપેલી છે તેવી આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ જેવી કંપનીઓના ડેટા ચકાસવા જોઈએ. જયારથી અમિત આણી દાણચોર ગેંગ સાણસામાં આવી ગઈ છે, ત્યારથી આ તમામ સરકારી સાહસોના ઈંધણ આવકમાં કેટલો વધારો થયો છે? બીજે કયાંય નહી પણ માત્ર આ ત્રણ થી ચાર માન્ય સરકાર સાહસોમાં આયાત થયેલા ઈંધણના જથ્થાની અને તેની રકમની તપાસ કરાશે તો તેમાં ન માત્ર ખુબજ મોટો ઉછાળો જેવા મળી આવશે બલ્કે એ જેટલા કરોડોની રકમના ડીઝલની આયાત અહી વધી હશે તેટલી તો અમિત આણી ટોળકી દાણચોરી કરતી જ હતી તેવુ આપોઆપ ફલિત થઈ શકે તેમ છે. જો આ ચકાસણી કરવામા આવશે તો એમએચઓની આડમાં એટલે કે માઈક્રો હાઈડ્રા કાર્બન કહી અને તેના નામે પ્યોર ડીઝલ ગેરકાયદેસર રીતે સ્મગલીંગ કરીને અમિત આણી ગેગ દ્વારા કેટલા કરોડો નહી અરબોનું મંગાવાયુ છે તેનો આંકડાકીય એકસરે જ સામે આવવા પામી શકે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે. માત્ર આટલા આંકડાઓ ક્રોસ કરવમા આવે તો ગેરકાયદેસર રીતે ડીઝલ કેટલા પ્રમાણમાં આ ગેંગ લાવતી હતી તે બધુ જ દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામી જાય.


...........



ભ્રષ્ટ પીઆઈ તો ખાસ કરે તપાસ કે, આ તત્વો તેમને 
દારીયા-ફોલ્લા આપીને કોણ કરોડોના કાજુ ખાતા હતા..!


ભ્રષ્ટ અધિકારી તો સૌથી વધુ મુર્ખ બન્યા કારણ કે આ દાણચોરી ટોળકી તેમને જ સૌથી વધારે ઉલ્ટા ચશ્મા પહેરાવતી હતી




ગાંધીધામ : અમિત આણી ટોળકી હાલમાં સાણસામાં આવી ગઈ છે ત્યારે કેટલા પ્રમાણમાં તેઓ મલાઈખાતા હતા તેની ચકાસણી બીજા કરે કે નહી પરંતુ ભ્રષ્ટ પીઆઈ-અધિકારીઓએ તો ખાસ કરવી જોઈએ કે, આ ગેંગ કેટલી તગડી મલાઈ ઓળવી જઈ રહ્યા હતા. ભ્રષ્ટ પીઆઈએ જોવુ જોઈએ કે બે-ચાર દારીયા-મમરાના ફોલ્લા તેને પધરાવી અને કરોડોના કાજુ કોણ ઓળવી જતુ હતુ?


.........


ઘાટ કરતા ઘટામણ મોંધુ પડી રહ્યું છે અમિત દાણચોર ટોળકીને.!
બેનામી ડિઝલ દાણચોરીની કમાણી-કસ્ટમતત્રમાં સમાણી..!




ગાંધીધામ : કરોડોના ડિજલને ગેરકાયદેસર આયાત કરી અને રાતોરાત અરબો પતી બની જશુ તેવા સ્વપ્ના ખુદ પણ જોનારી અને અન્યોને બતાવનારી અમિત આણી ટોળકીની હાલત ખુબજ  ખસ્તા થવા પમાી ગઈ છે. પીપાવાવ-કંડલા-મુંદરામાં બેનામી ડિજલનો જથ્થો અટકી જવા પામ્યો છે, કઈક અધમપછાડા બાદ પણ માલ છુટતો નથી, હવે આ માલ જેમ જેમ જુનો પડતર થાય તેમ તેમ તેના મુળતત્વો છોડી દેતો હોવાથી માલની કિમંત પાણીની થઈ ગઈ છે, એટલે માલ છુટે તો પણ કામનો નથી, આવામાં હવે તમામ પ્રકારના ડેમરેજ, માર્કેટમાંથી લીધેલા નાણાવાળાઓના દબાણ અમિત ગેંગ પર ભરપુર વધી જવા પામ્યા છે. વેશલ્સના કેપ્ટન-કન્ટેઈનર લાઈનવાળાઓ પણ ખુબ દબાણ કરી રહ્યા હોવાથી અમિત માટે તો ડીઝલ દાણચોરીની કમાણી-કસ્ટમતંત્રમાં સમાણીનો તાલ થયો છે અને અમિત તો જાણે કે હાથ મસળતો જ રહી જવા પામ્યો છે.

...........


શ્રી સૈની જેવા ૧ ઈમાનદાર અધિકારી થકી સરકારને-પ્રજાને કેટલો મોટો ફાયદો થયો?



ગાંધીધામ : કંડલા અને મુંદરા બંદર તો એના એ જ છે, અહી ધંધાઓ પણ લાંબા સમયથી ચાલી આવે છે તે બધાય યથાવત જ રહેલા છે, પરંતુ એક પ્રમાણીક-જાબાંજ-તટસ્થ અને ફરજ નિષ્ઠ અધિકારીશ્રી સેની જેવાઓ અહી મુકાયા છે તો તેનો કેટકેટલા લાભાલાભ સરકાર-પ્રજાજનો-વેપારીઓને થવા પામી રહ્યો છે તેનો એમએચઓની આડમાં ચાલતી ડીઝલ દાણોચરી પર તેઓએ બોલાવેલી તવાઈ પરથી જ જોઈ શકાય છે. શ્રી શૈનીના ટુકાં કાર્યકાળમાં અલગ અલગ પ્રકારના બેનામી ધંધાઓ પર મહદઅંશે બ્રેક જ આવવા પામી ગઈ છે.

.........

 

Comments

COMMENT / REPLY FROM