Trending News
સ્થાનિક સમાચાર

ઘોળાવીરા ૧૩૦ એકર જમીન કૌભાંડ પર કલેકટરનો સ્ટે પરંતુ ખોટા હુકમ કરનાર પર કાર્યવાહી કેમ નહીં?

24 November



કલેકટરશ્રી કક્ષાએ લાંબા સમયથી સુનાવણી ચાલે છે, પણ હુકમ કયારે થશે ?

સાચા ખેડૂતોને બે ગુંઠા જમીન મંજૂર કરાવવામાં

અનેક કોઠા ભેદવા પડે છે અને અહીં તો ૧૩૦

એકર જમીનના હુકમો ૧ ઝાટકામાં થઇ ગયા...!


અધિકારીઓ- રાજકારણીઓની સંડોવણી હોવાથી તપાસ ઠંડી ગતિએ

તો નથી ચાલી રહી ને ? ED  અથવા CBI  તપાસની માંગ ઉઠી








ગાંધીધામ : ઘોરાવિરા વિસ્તારમાં લગભગ ૧૩૦ એકર જમીનના શંકાસ્પદ હુકમો અને લે-વેચના વ્યવહારો બહાર આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. કલેકટરે આ જમીનના વહેવાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ ખોટા હુકમો કરનાર અધિકારીઓ સામે અત્યાર સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી, જે પ્રશ્નાર્થ ઊભો કરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણમાં કેટલાક અધિકારીઓ તથા રાજકીય પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાનો અણસાર મળી રહ્યો છે. જનમંથનનું માનવું છે કે મોટા માથાઓને બચાવવા માટે તંત્રના સ્તરે ઢીલાશ દાખવવામાં આવી રહી છે. ખેડૂત વર્ગમાં પણ આ મામલે ભારે રોષ છે. તેઓ કહે છે કે  “સામાન્ય ખેડૂતને બે ગુઠા જમીન મંજૂર થવામાં વર્ષો વીતી જાય છે, પરંતુ અહીં તો ૧૩૦ એકર જમીનના હુકમ એક ઝટકામાં થઈ ગયા!”આ પ્રકરણમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જો આ મામલાની તપાસ ઈડી અથવા સીબીઆઈ જેવી સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા કરવામાં આવે, તો સત્ય બહાર આવશે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી શક્ય બનશે એવી ચર્ચા છે.માહિતી મુજબ, આ કેસમાં એક નિવૃત્ત તલાટીનું નામ પણ ઉછળી રહ્યું છે, જેની વાગદોડથી આ ખોટા હુકમો પસાર થયા હોવાનો આક્ષેપ છે.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોનો ઇશારો છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આ મામલો ન્યાયાલયના દરવાજે ખખડાવવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM