Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કુખ્યાત બુટલેગર-ખાખીની ભ્રષ્ટ બાગભટાઈથી દારૂના નવત કારસાનો પર્દાફાશ : એસએમસી ત્રાટકી!

24 November

શાબાશ છે, સ્ટેટ મોનીટરીંગ સેલના ટીમ શ્રી જાડેજાની કામગીરીને..!





એસએમસીએ પશ્ચિમ કચ્છ પોલીસ અને કસ્ટમ વિભાગને અંધારામાં રાખી નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો  : પંજાબથી માલગાડીમાં ભરીને મુંદરા પોર્ટ પર બે કન્ટેનરમાં આવેલો દોઢ કરોડનો દારૂ પકડાયો 


મહિના પહેલા જ પાસામાં ગયેલા કેરાના કુખ્યાત બૂટલેગર અનોપસિંહે કાળુ સાથે મળીને મંગાવ્યો હતો શરાબ : પોર્ટથી શરાબ બહાર કાઢવા માટે બે રાજસ્થાની ડ્રાઈવરને કામે રાખ્યા હતા : ટ્રેઈલર સહિત ૧.૮ર કરોડનો મુદામાલ જપ્ત કરાયો : કન્ટેઈનરમાં ઓઈલ હોવાના ઈન્વોઈસ રજૂ કરી શરાબની હેરાફેરી કરાતી હોવાનો ખૂલાશો થયો



આ છે મોડસ ઓપરેન્ડી : ટ્રેન મારફતે મુંદરા પોર્ટ પર કન્ટેઈનર આવે, પાસ બતાવી આ કન્ટેઈનર મેળવી પ્રાગપર ચોકડી રંગલા પંજાબ હોટલે પહોંચાડાય, ત્યાંથી અનોપસિંહના કહેવા મુજબ ટ્રેઈલર શરાબ ખાલી કરવા જતું, ડ્રાઈવરોને ફેરા માટે ૩૦થી પ૦ હજાર ચુકવાતા 


મુખ્યપ્રધાનશ્રી ભુજ-કચ્છમાં છે, અને કરોડોનો દારૂ ઝડપાય છે..? કચ્છના પોલીસતંત્રની લાપરવાહી બાબતે કોઈક તો આમળો કાન?


૧ કન્ટેઈનર પકડાયુ, જો તટસ્થ વોચ-તપાસ રખાશે તો પાઈપલાઈનમાં રહેલા અન્ય આવા કન્ટેઈનરો પણ પોલીસ-એસએમસીના હથ્થે ચડતા વાર 
નહી થાય..!



ગાંધીધામ -કચ્છઉદય : સામાન્ય રીતે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કોઈ માલ સામાનની આડમાં અથવા ટેન્કરમાંથી દારૂ પકડાય છે. પરંતુ બૂટલેગરો પોલીસને જાણે પડકાર ફેકતા હોય તેમ ટ્રેનમાં માલગાડીમાં બે આખા કન્ટેનર ભરીને દારૂ મંગાવ્યો હતો. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળતાં મુંદરામાં આવીને દોઢ કરોડનો દારૂ પકડી પાડ્યો છે. અગાઉ પણ આ પ્રમાણે ટ્રેન મારફતે દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવતર કિમિયાનો પર્દાફાશ થયો છે. આ દરોડાએ કસ્ટમની સાથે પોલીસ તંત્રની પણ બેદરકારી ઉજાગર કરી છે. 
આ બાબતે એસએમસીએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રરમી તારીખે રાશાપીર સર્કલ પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી કે ટ્રેઈલર નંબર આર.જે. ૦૪ જીબી ૧૯૧૮માં કન્ટેનર સાથે રાજસ્થાનના ડ્રાઈવર જોગારામ સરૂપારામ જાટ અને ભજનારામ સદારામ બિષ્નોઈ કન્ટેઈનરમાં દારૂ ભરી મુંદરા પોર્ટથી મુંદરા તરફ હેરાફેરી કરે છે, જેથી આ વાહનની વોચમાં હતા, ત્યારે બોરાણા સર્કલ પાસે આવેલ નિર્મન કોમ્પ્લેક્ષ પ્રિસ્ટાઈન પ્રા.લિ. પાસેથી આ વાહનને શોધી લેવાયું હતું. ટ્રેઈલરને રોકી સાઈડમાં ઉભુ રખાવી રાજસ્થાનના બંને ઈસમોને સાથે રાખી તપાસ કરતાં પ્રિસ્ટાઈન લોજીસ્ટીક કંપનીનું કન્ટેઈનર અને ફોર્મ-૬ની નકલો મળી હતી. કેબીનમાં તપાસ કરતાં નવકાર કોપોરેશન લિમિટેડના બે ગેટ પાસ, આર્યા કન્ટેઈનર સર્વિસની બે સર્વિસ સ્લીપ, પંજાબ ફિરોજપુરની બાલાજી ટ્રેડીંગ કંપનીની ઈન્વોઈઝ નકલ સહિતના કામગળો મળ્યા હતા. કન્ટેઈનર ખોલીને જોતા તે ખાલી હતું. તેમાં દારૂ હતો નહીં, જેથી ડ્રાઈવર જોગારામની પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે, આ ટ્રેઈલર તેની માલિકીનું છે, મુંદરા પોર્ટ ખાતે આવતો દારૂ લેવા માટે આવ્યો છું. બાલાજી ટ્રેડીંગના જયગુરૂદેવસિંહે ફોન કરીને કહ્યું હતું કે, પંજાબથી મુંદરા પોર્ટ ખાતે કન્ટેઈનર આવ્યું છે, જે કન્ટેઈનર ટ્રેઈલરમાં ભરી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ ખાતે ભજનારામ બિષ્નોઈને ટ્રેઈલર કન્ટેઈનર આપવાનું છે. આ જયગુરૂદેવસિંહે વોટસેએપમાં ફોર્મ-૬ મોકલ્યા હતા, જેના આધારે મુંદરા પોર્ટથી કન્ટેઈનર મેળવી રંગલા પંજાબ હોટલ ખાતે ભજનારામને આપવામાં આવતું. બાદમાં ભજનારામ કન્ટેઈનર સાથેનું ટ્રેઈલર લઈ જતો અને ખાલી કરીને જોગારામને આપી જતો, આ ફેરા માટે પ૦ હજાર રૂપિયા બાલાજી ટ્રેડિંગ કંપની વાળા મોકલતા હોવાની હકિકત જણાવી હતી. વોટસેએપમાં ફોર્મ-૬ ન આવે તો નાના કપાયાની પ્રિસ્ટન મેગા લોજીસ્ટીક કંપની ખાતેથી ફોર્મ -૬ મેળવી લેવાતા હતા. ફોર્મ-૬માં લખેલ કન્ટેઈનર બાબતે પુછતાં તે રેલ માર્ગે આવી મુંદરા પોર્ટ ખાતે હોવાની અને પોતે લોડ કરવા જવાનો હોવાની હકિકત જણાવી હતી. આ કન્ટેઈનરમાં દારૂ ભરેલો હતો. જોગારામ પાસેથી ર૧મી તારીખે રંગલા પંજાબ હોટલ ખાતેથી કન્ટેઈનર મેળવી બૂટલેગર અનોપસિંહના સાથીદાર કાળુને આપ્યું હતું. કાળુ ટ્રેઈલર પરત આપી જતાં આ ગાડી પ્રાગપર ચોકડી ખાતે જોગારામને આપવામાં આવી હતી. રરમી તારીખે બીજુ કન્ટેઈનર લોડ કરવા જવાનું હતું, અનોપસિંહ કે કાળુનો ફોન આવે ત્યારે જોગારામ પાસેથી રંગલા પંજાબ હોટલથી કન્ટેઈનર મેળવી અનોપસિંહ કહે ત્યાં ટ્રેઈલર ચલાવી આપવા પેટે ભજનારામને મહિને ૩૦ હજાર મળતા હતા. 
પ્રિસ્ટીન મેગા લોજીસ્ટીકમાં તપાસ કરી તેઓના સ્ટાફ સાથે પુછપરછ કરતાં જણાવ્યું કે, પંજાબના લુધિયાણા ખાતે રહેતા બાલાજી ટ્રેડિંગ કંપનીના સુખદેવસિંહ રેલવે દ્વારા મુંદરા પોર્ટમાં કન્ટેઈનર મોકલાવે છે. આ કંપની ર૯-૮થી આજદિન સુધી ૧૦ કન્ટેઈનર આવ્યા છે, જેમાંથી ૮ ડિસ્પેચ થઈ ગયા છે. ૯મું કન્ટેનર પોર્ટ ખાતે હોવાથી તપાસ કરવા માટે બંને ડ્રાઈવરોને પોલીસ જાપ્તા સાથે મુંદરા પોર્ટમાં લઈ જઈ કસ્ટમની મંજૂરી મેળવી, કસ્ટમના અધિકારીઓ સાથે કન્ટેઈનરનું સીલ તોડી તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી. રોયલ ચેલેન્જ, ઓલ સીઝન, સીગ્રામસ બ્રાન્ડની કુલ ૧૧,૭૩૧ દારૂની બોટલો મળી હતી, જેની કિંમત ૧,પ૪,૮૭,૯૦૦ આંકવામાં આવી છે. આ તમામ બોટલોના બેચ નંબર ભુસી નખાયેલા હતા. આ કન્ટેઈનરનું બિલ ઓઈલનું હતું અને તેમાં દારૂ ભરેલ હતો. જેથી શરાબ તેમજ રપ લાખનું ટ્રેઈલર, ૧ લાખનું કન્ટેઈનર, ઝડપાયેલા બંને શખ્સોના મોબાઈલ સહિતના દસ્તાવેજો મળી કુલ ૧,૮ર,૪૭,૯૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 
એસએમસીએ મુંદરા પોલીસમાં હાજર મળી આવેલા રાજસ્થાનના ડ્રાઈવર જોગારામ અને ભજનારામ તેમજ દારૂ મંગાવનાર કેરાનો કુખ્યાત બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ, કાળુ, માલ મોકલનાર લુધિયાણા બાલાજી ટ્રેડિંગ કંપનીનો સુખદેવસિંહ અને જયગુરૂદેવસિંહ તેમજ તપાસમાં નિકળે તે ઈસમો સામે પ્રોહીબીશન સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે. 
અત્રે મહત્વનું છે કે, આ પ્રકરણમાં કસ્ટમની લાપરવાહીનો પણ પર્દાફાશ થયો છે. હાલ એક કન્ટેઈનર દારૂ સાથેનું મળ્યું છે. એક કન્ટેઈનર ખાલી પકડાયું અને તે પહેલા ૮ કન્ટેઈનર ડીસ્પેચ થઈ ચુકયા છે. ત્યારે આ કન્ટેઈનરમાં શરાબ હતો તો કેમ કસ્ટમના ધ્યાને ન આવ્યું અને દારૂ પોર્ટમાં આવે છે, અને ત્યાંથી ટ્રેઈલર મારફતે જિલ્લામાં ઠલવાય છે. તો માર્ગો પર પોલીસના ધ્યાને આવા કન્ટેઈનર કેમ આવતા નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

..............



એસએમસીની રેઈડ, હવે કેટલાના ચડશે તપેલા?
સાયબર ક્રાઈમમાંથી કોની ઉડશે વિકેટ?

એસએમસી તપાસ પોતા પાસે રાખી છે તે પણ કહેવાય સુચક 

બુટલેગર તો વડોદરા જેલમાં બેઠો છે, ત્યાથી કચ્છમાં દારૂનું ધમધમાવે છે નેટવર્ક : જેલમાં તો જાણે કે તેને વધુ સેફટી થઈ ગઈ છે, આ અનોપના મોબાઈલ કોલ્સ ચેક કરવા જોઈએ 



ગાંધીધામ : મુંદરામાં કન્ટેઈનરમાં દારૂની હેરફેરનો પર્દાફાશ થવા પામ્યો છે. જે બુટલેગરનું નામ ખુલવા પામ્યુ છે તે તો હાલમાં વડોદરા જેલમાં પાસા તળે ધકેલાયો છે. ઉપરાંત પણ તેણે દારૂ મગાવ્યો હાવેાનુ ખુલ્યુ છે અને તે એસએમસીએ રેઈડ કરી છે. એસએમસીએ તપાસ પણ પોતા હસ્તક જ રાખી હોવાથી હવે આ પ્રકરણમાં કઈકના નામો બહાર આવી શકે છે તો કઈકના તપેલા પણ ચડી શકે છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજીની સાયબર ક્રાઈમની ટુકડીના જવાબદારોના પગ તળે પણ રેલો લંબાય તો નવી નવાઈ નહી કહેવાય. અનોપને જેલમાં ધકેલીને જાણે કે તેને વધુ સેફટી જ ધંધા માટે મળી ગઈ હોય તેમ જેલમાં બેઠા બેઠા ધંધો ચલાવી રહ્યો છે. 


..........


આ તો ઝડપાયા, અગાઉ કેટલા કન્ટેઈનર અનોપના દારૂના ઠલવાઈ ગયા?



અગાઉ ૮-૮ કન્ટેઈનર આ જ રીતે કુખ્યાત બુટલેગર અનોપે અગાઉ બહાર કાઢી લીધા છે? પોલીસ ચોપડે ખુલી ગયુ છે, નવમુ કન્ટઈનર પકડાયુ છે, વિચાર તો કરો કચ્છના પોલીસ બેડામાં કેટકેટલો અંધેરરાજ છે..! હાલમાં એક કન્ટેઈનરમાં દોઢ કરોડનો દારૂ પકડાયો તો અગાઉના આઠમાં ૧રથી ૧પ કરોડનો દારૂનો ઘુસાડી દેવાયો? આ બુટલેગરો કોના જોરે ફાટીને આટઆટલા ફાટીને ફુલેકે જાય છે તેમની સામે જયા સુધી કડકાઈથી કાર્યવાહી નહી થાય ત્યા સુધી કચ્છમાં દારૂની 
રેલમછેલ અટકાવી કપરી છે..!


ગાંધીધામ : એસએમસીની ચોકકસાઈપૂર્વકની કામગીરીના લીધે એક મોટા એમઓનો પર્દાફાશ થવા પામ્ય છે. કન્ટેઈનરમાં પંજાબથી દારૂ મંગાવાયો હોવાનુ ખુલી ગયુ છે. જાણકારો કહે છે કે આ તો પકડાઈ ગયા પણ અનેાપ ટોળકીએ જે દારૂ ઠાલવી દીધો હશે તેનો આંક કેટલો છે? અગાઉ કેટલા કન્ટેઈનર આ રીતે ઠલવાઈ ગયા?







ઝડપાયેલા માલ અન્ય એજન્સીને કેમ નથી સોંપાતો ? 
ડુપ્લીકેટ દારૂ-કડદો હોવાનું સૌ કોઈ જાણે છે..!



બેંચ નંબર બોટલો પરથી કાઢી નાખવાનું કારણ શું? મુળીયા ઉલેચાય તે ખુબજ જરૂરી


ગાંધીધામ :  મુંદરામાંથી જે દારૂનો જથ્થો પકડાયો તેની બોટલો પરથી બેંચ નંબર કેમ કાઢી નખાયા છે? તેના પાછળનો રહસ્ય શું છે? આ દારૂ ડુપ્લીકેટ જ છે. જો બેચ નબર હોય તો દારૂ કયાથી મેકલાવાયો ત્યા સુધી પંજાબમાં આરામથી રેલો પહોચી જાય. અને જીએસટી તથા એકસાઇઝના અધિકારીની પણ ભુમિકાઓ સવાલોના ઘેરામાં આવી જાય તેમ છે. હકીકતમાં આ દારૂ કડદા-સ્લઝરૂપ જ હોય છે. અને એટલો તો પકડાયા બાદ અન્ય એજન્સીને પણ નથી આપવામાં આવતો. બોટલોની ગુણવત્તા ચકાસો તો પણ અંદાજ આવી જશે કે દારૂ કયો છે?

..........


બોટલો પરથી બેચ નંબર કાઢી નખાયા 

સામાન્ય રીતે દારૂની બોટલો પર બેચ નંબર લખેલા હોય છે, જેના પરથી દારૂ કઈ ફેકટરીમાં કયારે બન્યો તે સહિતની વિગતો જાણી શકાય પરંતુ અહીં વિદેશી દારૂની તમામ બોટલ પરથી બેચ નંબર કાઢી ઓળખ છુપાવવા પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. 


એસએમસીએ તપાસ પોતાની પાસે જ રાખી 

સામાન્ય રીતે રાજય સ્તરની ટુકડી દરોડો પાડે તે પછી આગળની તપાસ એલસીબી અથવા અન્ય કોઈ થાણાના અધિકારીને આપવામાં આવે છે, પરંતુ ચર્ચાસ્પદ રહેલા આ મામલામાં એસએમસીએ તપાસ પોતાની પાસે જ રાખી હતી. એસએમસીના પીએસઆઈ વી.એન. જાડેજા અને કે.ડી. રવિયા સહિતની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને આગળની તપાસ પીએસઆઈ એન.એચ. ચુડાસમાને સોપવામાં આવી છે.


.........


ર૦ કલાકથી વધુ સમય સુધી કાર્યવાહી ચાલી 

રરમી તારીખે સાંજે ૭ઃ૪૦થી શરૂ થયેલી કાર્યવાહી ર૩મી તારીખે બપોરે ૧ઃર૦ કલાકે પૂર્ણ થઈ હોવાનું મુંદરા પોલીસમાં દાખલ થયેલી ફરિયાદમાં જણાવાયું છે. જો કે, આજે ર૪મી તારીખે બપોર સુધી એટલે કે, ર૪ કલાક બાદ પણ ફોટા સહિતની વિગતો જાહેર કરવામાં આવી નથી.



..........


પૂર્વ કચ્છ પોલીસની કડક કામગીરીની અસર 

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ્સના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. રોડ માર્ગે પશ્ચિમ કચ્છમાં આવવું હોય તો પૂર્વ કચ્છ સિવાય વિકલ્પ નથી. પૂર્વ કચ્છમાં એસપી સાગર બાગમારની સૂચનાથી કડક ચેકિંગ ચાલતું હોઈ બૂટલેગરો હવે આ રસ્તેથી નિકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે રોડના બદલે રેલ માર્ગે દારૂ મંગાવ્યો અને કંડલાના બદલે પશ્ચિમ કચ્છના મુંદરાના ખાનગી બંદરે કન્ટેનર ઉતારવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, કાનૂનના હાથ લાંબા હોય તેમ પશ્ચિમ કચ્છ પોલીસ આ શરાબ સુધી ન પહોંચી શકી પરંતુ ગાંધીનગરથી એસએમસી પહોંચી આવી હતી. 



..........


અનોપસિંહ પાસામાં ગયો તેને મહિનો પણ નથી થયો

કેરાના કુખ્યાત બૂટલેગર અનોપસિંહ સામે દારૂના ર૯ જેટલો ગુના નોંધાયેલા છે. ગત મહિને ર૭મી તારીખે ભુજ એલસીબી દ્વારા પાસા તળે તેની અટકાયત કરીને વડોદરા જેલમાં મુકવામાં આવ્યો હતો. આ આરોપીનો ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે ૧.ર૮ કરોડનો દારૂ એસએમસીએ પકડયો હતો. જે બાદ એલસીબી અને સ્થાનિક પોલીસે પણ અનોપસિંહનો દારૂ પકડ્યો, પાસામાં હોવા છતાં દારૂનો ધંધો ચાલુ રહેતા ફરી એકવાર એસએમસીએ અનોપસિંહનો દારૂ પકડીને દારૂની બદી સામે રાજય સ્તરેથી તવાઈ ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. 

.........

Comments

COMMENT / REPLY FROM