Trending News
સ્થાનિક સમાચાર

લખપત ગામમાં ફિલ્મ શૂટિંગ વખતે ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ચાર લોકોએ કર્યો ડખ્ખો 

23 November



કલેક્ટરની મંજૂરીથી ફિલ્મ શૂટિંગ થતું હોવા છતા શૂટિંગના સ્થળ પર જઈ દાદાગીરી કરી અમારી પરમીશન લીધી નથી તેમ કહી મારામારી કરી : ફિલ્મના પ્રોડ્યૂસરે દયાપર પોલીસમાં નોંધાવી ફરિયાદ 

ભુજ - કચ્છ ઉદય : લખપત તાલુકાના લખપત ગામે હાલમાં લખપત નામની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગના સ્થળ પર જઈ ગામના સરપંચ પ્રતિનિધિ સહિતના ચાર લોકોએ અમારી પરમીશન લીધી નથી. તેમ કહી દાદાગીરી કરી ડખ્ખો કરતા દયાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ મુંબઈના ફિલ્મ એક્ઝિક્યુટીવ પ્રોડ્યૂસર ધનરાજ હનુમંત સાવંતના જણાવ્યા મુજબ તે અને સાહેદો રાત્રિના ૯ઃ૩૦ વાગ્યાના અરસામાં ફિલ્મ શૂટિંગના સ્થળ પર હતા ત્યારે ફરિયાદી તથા સાહેદ કંચનબેનને આરોપીઓએ બોલાવ્યા અને તમે અમારું કહ્યું કરતા નથી તેમ કહી ફરિયાદી અને સાહેદ સાથે ગાળાગાળી કરી માર મારવાની ધમકી આપી હતી. ર૧ તારીખે સાંજના છ વાગ્યાના અરસામાં શૂટિંગના શેડ પાસે આવી કોની પરમીશનથી આવ્યા છો તેમ કહી ફરિયાદી સાથે ગાળાગાળી કરી અહીંથી ચાલ્યા જજો નહીં તો ગામના બીજા લોકોને બોલાવી તમને માર મારીને અહીંથી કાઢવા પડશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી. રર તારીખે બપોરે ફરીથી આરોપીઓએ આવ્યા અને તમે અમારી પરમીશન લીધી નથી તેમ શહી ઝઘડો કરી પ્રોડ્યૂસરને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી આ પ્રમાણે ઝઘડો કરી યાતના પહોંચાડવામાં આવી હતી. કચ્છ કલેક્ટરની પરવાનગીથી લખપત ગામમાં આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. છતા શૂટિંગ કરવા ન આપી ધાકધમકી, ગાળાગાળી અને મારામારી કરવામાં આવતા સરપંચ પ્રતિનિધિ સાલેમામદ ખલીફા, ઉસરપંચ હિતેશ ઉર્ફે બાદલ ઠક્કર, ટુરિઝમ વિભાગમાં ગાઈડ તરીકે કામ કરતા લિયાકતઅલી નોતિયાર અને અબ્દ્રેમાન સોઢા સામે દયાપર પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM