SIR ની સમસ્યા : BLO એકલો કેટલુ કરશે ? પ્રજાજનો આપે સહયોગ : પ્રશાસન પણ રહે પડખે
ચૂંટણી મતદારની સ્પેશ્યલ રીવીઝનની કામગીરીમાં એક બીએલઓનું મોત થયુ, એક એ દબાણ તળે આપઘાત કરી લીધો, એકને અતિશય કામના પ્રેસર-દબાણથી આવી ગયો એટેક, રાત ટુંકી અને વેશ જાજાનો તાલ થયો છે, સરકાર-પ્રજાજનો બીએલઓને સરખો જરૂરી સહયોગ-મદદ નહી આપે તો એકલા બીએલઓ દોડી દોડીને હતાશ જ થશે, ડીપ્રેશનમાં જ આવશે, અને આ કામગીરી સમય સર નહી પૂર્ણ થાય તો સરકારનો હેતુ પણ મરી ભાંગશે
બીએલઓ પર અતિશય દબાણ કરવાના બદલે કલેકટરશ્રી, મામતલદાર સહિતના જવાબાદરોએ તેમને મદદે આવવુ જોઈએ, સખ્તાઈ દાખવવાના બદલે સરળતાથી બીએઓને કામગીરી કરવા માટે શેની-શેની મદદ-જરૂર છે તે વિવેકી રસ્તાઓ શોધી આ પ્રક્રીયા વધુ સરળ બનાવવા કરવા જોઈએ પ્રયાસ : જાણકારોનો ઈશારો
ખાટલે મોટી ખોટ : ચૂંટણી પંચે ખો આપી દીધી, હવે ડેડલાઈન આવી રહી છે નજીક, બીએલઓ અને મતદાર સૌ કોઈ છે પરેશાન-લાચાર : હકીકતમાં પ્રશાસન ઉપરાંત ભાજપે પણ કાર્યકર્તાઓને બીએલઓની મદદે મોકલવા જોઈએ, અન્ય રાજકીય પક્ષોએ પણ બીએલઓને જરૂરી સહાયતાઓ કરવી ઘટે : પરંતુ ગુજરાતમાં તો સર માટે મોટી મોટી હંકાઈ ગઈ ડંફાસો, કમલમ સુધી બઠકો કરાઈ પરંતુ કાર્યકર્તાઓને યાત્રા-રેલીઓમાથી જ ફ્રી થવા દેવાતા નથી, તો પછી કાર્યકર્તાઓ પણ કેવી રીતે મતદારને સહાય કરે..!
સરની કામગીરીના દબાણ તળે તાપીમાં પણ પ૬ વર્ષીય આચાર્યા હાર્ટ એટેકથી મોતને ભેટયા, જુનાગઢમાં પણ બીએલઓએ આપઘાત કરી લીધો, આટઆટલુ દબાણ કામગીરીનું વધારાવવા બદલે સરળતા થાય કામગરીમાં તે દીશામાં વીચારવુ વધારે હિતાવહ
બીએલઓને સતત મીટીંગો, સતત ફોન, સતત કામગીરી, સતત આંકડાઓ મંગાય છે બીએલઓથી, રાત્રીના ૧૧ વાગ્યે તેમની પાસેથી આંકડાકીય માહીતીઓ માંગવામા આવે છે, પ્લાનીંગ વગર જ બીએલઓ પર એક સાથે આટઆટલુ ભારણ મુકી દેવુ, તાલીમનો અભાવ, ટુંકી બેઠકો કરી અને કામગીરી સોપવામાં આવી, તો પછી બીએલઓ થાકશે નહી તો શું થશે? જે બીએલઓના અવસાન થયા છે તેઓની મદદે પણ સરકારે આવવુ જોઈએ, તમામ બીએલઓના સરકારી રાહે વીમા પણ ઉતારવા જોઈએ, મૃતકોના પરીવારજનોની મદદે પણ સરકારે આવવુ ઘટે
ગાંધીધામ : દેશમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન એસઆઈઆરની કામગીરમાં જે પ્રક્રીયા શરૂ થઈ છે તેમા અનેક રાજયોમાં રાજકીય સહિતના મદે વિરોધ થયો છે પણ ગુજરાતમા આ કામગીરી પુરી પૂર્વ તય્રી વગર અને યોગ્ય ઓનલઈન ઓફલાઈન નેટવર્ક ગોઠવ્યા વગર જ જે રીતે ફકત બીએલઓના આધારે જ આ મહાકવાયત શરૂ કરી એક તરફ અડધાથી વધુ સરકારીતત્ર આ કામગીરીમાં જોડાઈ જતા લોકોના રોજબરોજના અનેક કામો પણ રખડી પડયાની રાવ ઉઠવા પામી રહી છે. ભાજપનો કાર્યકર્તા ખભ્ભેથી ખભ્ભા મિલાવી અને સરની કામગીરીમાં જોડાશે તેવુ તો મોટા ઉપાડે બેઠકો કરી ત્યારે કરી દેવાયુ હતુ, પરંતુ કમલમોમાં આવી જાહેરાતો કરનાર ભાજપ અને તે સિવાયના રાજકીય મુખ્ય પક્ષો હાલમાં આ જ કાર્યકર્તાઓને પોતાના પક્ષના રેલી-યાત્રાઓમાં જ વ્યસ્ત રખાઈ રહ્યા છે તેથી ભાવ્યે જ મતદારોને કે બીએલઓને કાર્યકર્તાઓ તરફથી કોઈ મદદ મળી રહી છે. ભાજપે રાજયભરમાં બીએલઓની કામગીરી સમયે ભાજપના બુથ ઈન્ચાર્જ સતત હાજર રહેશે અને મતદારોની મદદ કરશે પણ ભાગ્યે જ ફિલ્ડમાં ભાજપના કાર્યકર્તા દેખાય છે. આવી સ્થિતીએ સમજવાની જરૂર છે કે જો લોકો સરની કામગીરીમાં નહી જોડાય તો તેમના નામો મતદાર યાદીમાંથી કમી પણ થઈ શકે છે.
તાજેતરમા જ કોડીનારમા સરના ભારથી બચી એક શિક્ષકો આત્મહત્યા કરતા ચૂંટણીપંચે થોપી બેસાડેલી આ કાર્વાહી કરેટલી માનશીક અને શારીરીક તનાવ પામનારી છે તે ખુલ્લું થયું છે. નોકરી કરતા શીક્ષકોને હાલ આ સરની કામગીરીમાં જોતરાા છે તે માંડી પુરી થશે ત્યાં વસતી ગણતરીનો રાઉન્ડ શરૂ થશે અને તે વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ આવશે તેમા શીક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જોડાશે જેથી લોકોને રોજબરોજના કામ ટલ્લે જ પડતા રહેશે તે નિશ્ચિત છે. અને
બીએલઓ માટે પણ આગામી સમય વધુ કટોકટી વાળો બની રહેશે કારણ કે સરની કામગીરીનો પ્રથમ રાઉન્ડની ડેડલાઈન ચોથી ડીસેમ્બર નજીક આવી રહી છે ત્યારે હવે ટાર્ગેટ અનુસારની કામગીરી પૂર્ણ કરવા માટે દીવસ-રાત એક કરાવી અને આ કાર્યવાહી થવા પામી રહી છે. ચૂંટણી પંચની દીશા નિર્દેશ અને વહીવટીતંત્ર દ્વારા પણ બીએલઓ પર પ્રેસર-અતિશય દબાણ કરવામા આવી રહ્યા છે અને તેનાથી શિક્ષકોના
મૃત્યુ થયાની ઘટનાઓ તથા અન્ય બીએલઓને હાર્ટએટેક આવવા, તબિયત લથડવા સહિતની ઘટનાઓ પણ સામે આવવા પામી રહી છે.
હકીકતમાં આ તબક્કે સરકાર , પ્રજા અને પ્રશાસને થંભવુ જોઈએ અને વિચારવુ ઘટે કે ર૩ વર્ષ જુની મતદાર યાદીના આંકડાઓ, દસ્તાવેજો ચકસવા, ઘરોઘર પહોચવુ, અન ેતે પણ ડેડલાઈનવાળા સમયમાં કરાડો-લાખો લોકો સુધી આ કામગીરી પાર પાડવી તે એકલા બીએલઓ માત્રથી પૂર્ણ થઈ શકે તેવુ કામ નથી? સરની કામગીરી જેટલા ઓછા સમયમાં પાર પાડવાની છે તેને જોતા ખુબજ કપરૂ કાર્ય છે. પ્રજાનો સાચો સહયોગ, સરકાર, પ્રશાસન અને ભાજપના કાર્યકર્તાઓ બીએલઓની ખડેપગે નહી રહે તો એકલો શિક્ષક કે પછી આઈટીઆઈનો કર્મચારી શું કરી શકશે? પ્રજાના સહયોગ વગર આ કાર્યને સફળતાથી પાર પાડવુ પડકારરૂપ જ છે. કલેકટરશ્રી, મામલતદાર સહિતનાઓ પણ બીએલઓ પણ માત્ર ખાનાપૂર્તિ કરવાની દીશામાં અતિ સખ્તાઈ અને કડકાઈ ન કરે અને હકીકતમાં આ પ્રકીયા બીએલઓ માટે વધુ સરળ રૂપ બને તે દીશામાં વિચારવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનુ વધુ પડતુ દબાણ કે પ્રેસર કરવાના બદલે બીએલઓ પાસે સરળતાથી કામ લેવાની જરૂરીયાત હાલની સ્થિતી જોતા
બની રહી છે
તેવુ પ્રબુદ્ધવર્ગ કહી રહયો છે.

Comments