Trending News
સ્થાનિક સમાચાર

લાખાપરના તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

22 November


ગઈકાલે બપોર પછી બન્ને તરૂણ વયના બાળકો ગુમ હતા : તળાવમાં ચંપલ દેખાતા ફાયર વિભાગને બોલાવી તપાસ કરતા દેહ મળી આવ્યો : માસુમ બાળકોના મોતથી પરિવારો પર આભ તુટી પડયું’

ભચાઉ-કચ્છઉદય : તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડુબી જવાના કારણે બે બાળકોના મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ વાંઢીયા ગામથી આગળ આવેલા લાખાપર ગામમાં આ બનાવ બન્યો હતો. ગામના બે તરૂણ વયના બાળકો ગઈકાલે બપોર પછી ગુમ થયા હતા. પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી તેમ છતાં કોઈ અતો પતો મળ્યો ન હતો. જેથી સામખિયાળી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી, આ દરમ્યાન ગામના તળાવમાં બાળકોના ચંપલ જોવા મળતા આશંકા પ્રબળ બની જેથી પોલીસ અને ભચાઉ મામલતદાર દ્વારા ભચાઉ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે આવી બોટ અને ટેકનીકલ સાધનોની મદદથી શોધખોળ હાથ ધરી હતી. એ દરમ્યાન બન્ને બાળકોના દેહ મળી આવતા પરિવાર ભાંગી પડયો હતો. મૃતકોમાં ૧૪ વર્ષિય કમલેશ બેચર કોલી અને ૧૩ વર્ષિય દલસુખ હરખા કોલીની ઓળખ થઈ છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ, મયુર રામાનંદી જોડાયા હતા. 
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ડેમ, તળાવ, નદી, કેનાલોમાં ડુબી ઉપરાંત ખાસ કરીને પૂર્વ કચ્છમાં પાણીના ટાંકામાં ડુબી જવાના બનાવો સતત વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.

Comments

COMMENT / REPLY FROM