રાપરના સલારીમાં વેપારી સાથે ઝપાઝપી કરી લૂંટ ચલાવાઈ
મોબાઈલ ઝુંટવી ફેંકી દેતા રપ હજારનું નુકશાન
રાપર-કચ્છઉદય : તાલુકાના સલારી ગામે વેપારી સાથે ઝપાઝપી કરી મોબાઈલ ઝુંટવી લઈ ફેંકી દેવાતા રપ હજારનું નુકશાન થયાની ફરિયાદ નોંધાઈ છે.
આ બાબતે સલારીમાં રહેતા ફરીયાદી વેપારી સુરજ દેવજીભાઈ લુહારના જણાવ્યા પ્રમાણે આરોપી કાંતિ ધનજી રાઠોડ અને ધનજી કરશન રાઠોડે ફરિયાદી સાથે ઝપાઝપી કરી પેન્ટના ખીસ્સામાં રહેલ રોકડા રૂા. ૪૯૦૦ ની લૂંટ કરી હતી. ફરિયાદી પાસે રહેલ મોબાઈલ ફોન આરોપી કાંતિએ ઝુંટવી લઈ મોબાઈલ ફોન ફેંકતા સ્ક્રિન ડેમેજ કરી ફરીયાદીને રપ હજારનું નુકશાન પહોંચાડવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી રાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.

Comments