Trending News
સ્થાનિક સમાચાર

કરમરીયામાં ઈલેકટ્રીક વાયર તુટતા કરંટ લાગવાથી યુવકનું મોત

22 November



નાની ચીરઈમાં આસામના યુવાને મફલર વડે ફાંસો ખાધો : અંજારમાં મહિલાએ આયખું ટુંકાવ્યું


ભચાઉ-કચ્છઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં આપઘાત - અપમૃત્યુના વધુ ત્રણ બનાવ સામે આવ્યા છે. ભચાઉ તાલુકાના કરમરીયા ગામ જવાના રોડ પર વાડી વિસ્તારમાં યુવાનનું મોત થયું હતું. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશને જાણવા મળતી વિગતો મુજબ નવી ભચાઉમાં રહેતા ર૪ વર્ષિય નરેશભાઈ જેમલભાઈ કોલી કરમરીયા રોડ પર આવેલી બટી વાડી વિસ્તારમાં રૂમ સાફ કરતા હતા. ત્યારે અચાનક ઈલેકટ્રીક વાયર તુટી પડતા કરંટ લાગવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન મોત થયું હતું. ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ નાની ચીરઈમાં આવેલ યાહાળપુર કુલીંગ ટાવર પાસે આસામના યુવાનેે આપઘાત કર્યો હતો. રર વર્ષિય સંજય રાજેુકુમાર નામના યુવાને મફલરના કપડા વડે ગાળો બનાવી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. તો અંજારમાં નગરપાલિકા સામે રહેતા ૩૬ વર્ષિય લક્ષ્મીબેન રાજુભાઈ મઈડાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. 



 

Comments

COMMENT / REPLY FROM