કચ્છની ભૂમિથી નાપાક મુલકને શાહની લલકાર
બીએસએફના જવાનો પર દેશને ગર્વ : ભારતીય સૈન્ય સામેપારના નકશા બદલી દેશે
ભારતમાંથી ઘુષપેઠીઓને શોધી-શોધીને દેશવટો કરાવીશું : શાહનો હુંકાર
અમિત શાહની નવી જાહેરાત : • આવનારા એક વર્ષમાં બીએસએફ જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ માટે નવી યોજનાઓ અમલમાં આવશે : • આગામી પાંચ વર્ષમાં બીએસએફને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે
ભુજમાં બીએસએફના ૬૧માં સ્થાપના દિવસની દબદબાભેર ઉજવણી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી, બીએસએફના ડીજી દલજીતસિહ ચૌધરી, બીએસએફના ટોંચના અધિકારીગણ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ઉપરાંત જિલ્લા ભાજપના દિગ્ગજો સહિતાઓએ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
નામ લીધા વગર વિપક્ષ પર અમિત શાહે કર્યા શાબ્દીક પ્રહાર : દેશની જનતા સરની પ્રક્રીયામાં જોડાયા, શ્રી શાહની અપીલ : બીહારની ચૂંટણી દેશની જનતાનો મેન્ડેટ છે, તે ઘુસપેઠીયાઓની દખલઅંદાજીના સામે છે, એટલે સર પ્રક્રીયાનો વિરોધ કરનારા રાજકીય દળો ચેતે
ભુજ : આજ રોજ જિલ્લા વડામથક ભુજ ખાતે કેન્દ્રીયગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશૈષ ઉપસ્થિતીમાં ભારતીય સીમા સુરક્ષા દળના ૬૧માં સ્થાપના દિવસની શૌર્યભેર ઉજવણી કરવામા આવી હતા. કચ્છના પાટનગર ભુજ સ્થિતી મુંદરા રોડ પર બીએસએફ પટાંગણમાં ભારતીય સીમા સુરક્ષા દળના ૬૧મા સ્થાપના દીવસની ઉજવણી ઈતિહાસમાં પહેલી વખત થવા પામી રહી છે. નોધનીય છે કે, ભુજમાં આ રીતે ઐતિહાસીક ઉજવણી કરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સામેપાર નાપાક મુલકને પણ ખુલ્લો લલકાર જ આપી દીધો છે. અમિત શાહે પોતાના ઉદબોધનમાં સૈન્ય જવાનોની બહાદુરી, સજજત અને કેન્દ્ર સરકાર-નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુશમ્ન દેશોને તેમની જ ભાષામાં જવાબ દેવા તમામ મોરચે સજજ હોવાનો ઉદગાર કરવા ઉપરાંત સામેપાર નાપાક મુલકને પણ શ્રી શાહે રીતસરનો લલકાર જ આપી દીધો છે.
આજ રોજ અમિત શાહે ભુજમાં હિરક મહોત્સવના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે, મિત્રો આજે આ હીરક જયંતી સમારોહ એ એક પ્રકારે સીમા સુરક્ષા દળે ન દેશની જનતા બલ્કે પુરા વિશ્વને એવુ માનવા મજબુર કરી છે કે, જયા સુધી દેશની સીમા પર બીએસએફ છે ત્યા સુધી દેશનો દુશ્મન એક ઈંચ પણ આગળ ન વધી શકે. બીએસઅફ જે વીરતા, દક્ષતા અને પ્રાણોનીપણ ચીંતા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતી આપીને બીએસએફના જવાનોએ નિર્વહન કર્યુ છે, તે દેશના ગૃહમંત્રી એટલે કે મારા માટે ગૌવરની વાત છે. અભિમાનની વાત છે. હુ તમામ દળોના જવાનોને કહયુ છે કે, ન માત્ર દેશના પીએમ, ગૃહમંત્રી, દેશ આખાયની જનતા તમારી વિનતાને સલામ કરે છે. શ્રી શાહે વધુમાં કહ્યુ કે, બીએસએફના અત્યાર સુધીમાં ર૦૧૩ જવાનોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે. પરંતુ તેઓએ યુએનના શાંતિ મીશન અને કેટલીય આપાતસ્થિતીમાં દેશની અંદર પણ આતંકવાદ, નકસલવાદને સમાપ્ત કરવાના લક્ષ્યને સિદ્ધ કરવો હોય, બીએસએફના જવાનોએ કદી પાછળ વળીને નથી જોયુ હમેશા કર્તવ્યને પ્રથમ માનીને કામ કરે છે. એટલે જ દેશની સીમાઓ અટલ અને સુરક્ષિત છે. તેનો યશ બીએસએફના જવાનોને જાય છે. આજે આ મહોત્સવ કચ્છની વીર ભુમી પર આયોજીત કર્યો છે મારા માટે વિશેષ આનંદનો વિષય છે કે હું ગુજરાતનો જ છુ. અને અહીથી જ જાહેરજીવનની મે શરૂઆત કરી છે. કચ્છની વીરભુમી અદમ્ય સાહસની પ્રતીક આપણા કચ્છીમાડુઓ કેટલીય સદીઓથી વિપરીત મોસમ હોવા છતા, વિપરીત પરિસ્થીતી હોવા ઉપરાંત અડગ ઉભી છે. સદીનો સૌથી મોટો ભુકંપ આ ધરતીએ જેલ્યો છે. હુ દેશમાં ઘણો ફર્યો છે, ભુકંપ થયા તેવા ઘણા ક્ષેત્રોમાં ફર્યો છે, જે ત્રણ ચાર દાયકા સુધી બેઠા નથી થઈ શકયા પણ હું કહી શકુ છે કે કચ્છીઓની ખુમારી થકી ભુકંપ બાદ કચ્છ ભુકંપ પહેલા હતો તેનાથી પણ વધુ સારી રીતે બેઠા થયો છે. આ કચ્છીઓની જીજીવિષાનો દાખલો છે. આજે આપણા જવાનોને સાહસ-સોર્ય-પરાક્રમ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, આઠ મેડલ ફોર સર્વીસ, જનરલ ટ્રોફી, અશ્વીનીકુમાર ટ્રોફી, મહારાણા ટ્રોફી પ્રદાન કરવામા આવી. આ બળના જવાનોની વીરતા-શૌયની નોધ લેવાની પ્રક્રીયા છે. આજે અહી હીરક જયંતી સમોરાહની સ્મૃતીમાં એક પોસ્ટ ટિકિટ જાહેર કરાઈ છે. આ ટીકીટ સુવર્ણમય ૬૦ વર્ષના કાર્યકાળને સદીઓ સુધી દેશની સ્મૃતીમાં રાખશે. મિત્રો જયારથી બીએસએફની સ્થાપના થઈ ત્યારથી આપણે જોયું છે કે, ધીરે ધીરે કરીને આ દળ સફળતાઓને પ્રાપ્ત કરે છે. બીએસએફ એક એવુ છે કે ભુમી, જળ અને વાયુ ત્રણેય સીમાઓને દેશની સુરક્ષાને સમર્પિત રહે છે. આપણા દેશની ભુમી સીમા હોય કે વાયુ સીમા હોય કે અનેકવીધ બાધાઓ વચ્ચે જળસીમા હોય તેમાં બીએસઅફના જવાનો લાગેલા જ છે. મને આશ્ચર્ય થાય છે કે, એક બળના જવાનો કાશ્મીરની ઠંડીમાં ર૪ કલાક સુરક્ષા કરતા જોવાય છે, તો કયાંક સુંદરવનમા જબરદસ્ત તકલીફ દેય જળસીમામાં દેખાય તો વળી રાજસ્થાનથી લઈ કચ્છના અફાટ રણમાં પણ બીએસએફના જવાનો ખડેપગે સુરક્ષા કરતા દેખાય છે. મિત્રો બીએસએફ આજે ૧પ૩ બટાલીયન અને બે લાખ ૭૬ હજારથી વધુ બળ સંખ્યા સાથે ઉપલબધ્ છે. આજે પાકીસ્તાનથી લાગી રર૮૯ કી.મીથી વધુ બાંગ્લાદેશથી લાગેલી ૪૦૦૦ કીમીથી વધુ સીમાની નિગરાની સુરક્ષા બીએસઅફ કરી રહ્યા છે. આજ રોજ બીએસએફના હિરક જયંતી સમારોહના અવસર પર કહેવા માંગીશ કે આગામી એક વર્ષ બીએસઅફ અને ભારત સરકાર બન્ને સૈન્ય જવાનો અને તેમના પરીવારજનોના કલ્યાણને સમર્પિત વર્ષ રહેશે તેમાં બીએસએફ અને ભારત સરકારના ગૃહવિભાગ અનેકવીધ યોજનાઓ સાથે તેની ચિંતા કરશે તેની સાથોસાથ
ગૃહવિભાગે નકકી કર્યુ છે કે બીએસએફના આગામી સ્થાપના દીવસ સુધી આધુનીકરણના તમામ આયામો આપી અને દુનીયાના સૌથી આધુનીક સજજતા સાથેની બીએસએફ ફોર્સ બનશે તે સંકલ્પ લીધો છે. તેઓએ ક્યુ કે હાલમાં પણ પહેલગામમાં આપણા યાત્રીઓ પર પાક પ્રેરિત પાકીસ્તાની આતંકવાદીઓ માર્યા, દેશના પીએમશ્રીએ નકકી કર્યુ કે ેનો જવાબ આપવામા આવશે, અને તે જવાબ આપણે આપ્યો, આપણો તો સાંકેતીક જવાબ આપ્યો પણ પાકીસ્તાને પોતા પર હુમલો માન્યો તેના જવાબમાં બીએસએફ દ્વારા પણ કરારો જવાબ આપવામા આવ્યો હતો. ઓપરેશન સિદુર હેઠળ પાકના નવ નવા આતંકી અડ્ડાઓ આપણી સૈન્યએ ધ્સ્ત કરી દીધા. આ ઓપરેશનનો ઉદેશ્ય આતંકવાદનો ખાત્મો, નાગરીકોની સુરક્ષા, સીમાવર્તી ક્ષેત્રોની સુરક્ષા હતી. શ્રી શાહે આ તબક્કે કહ્યુ હતુ કે, નકસલપ્રભવિત વિસ્તારોમાં પણ બીએસએફએ અદમ્ય સોર્ય દેખાવ્યુ હતુ. હવે દેશને નકસલમુકત બનાવવાને કપરુ નથી. ૩૧મી માર્ચ ર૦ર૬ સુધીમાં દેશને નકસલમુકત બનાવવો અમારો સંકલ્પ છે. વધુમાં તેઓએ ક્હયુ કે ઘુસપેઠને રોકવી જરૂરી છે. તેઓએ નામ લીધા વગર વિપક્ષને આડેહાથ લઈને કહ્યુ હતુ કે, કેટલાક રાજકીય દળો ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી જે ચાલી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે. હું હીરક જયંતી સમારોહમાં સ્પષ્ટ કરવા માંગુ છુ કે, અમે આ દેશમાં એક એક ઘુસપેઠીયાને શોધી શોધીને બહાર કાઢીશુ તે અમારૂ પ્રણ છે. આ દેશના કોઈ સીએમ હોય, પીએમ કોણ હોય તે ભારતનો નાગરીક નકકી કરે. ધોઈ ધુસપેઠીયાઓને હકક નથી કે આપણી લોકશાહી પ્રણાલીને દુષિત કરે. અદભુત સાહસ, સમર્પણમાં બીએસઅફનો જવાબ કોઈથી પાછો નહી હટે. દરીયાઈ સુરક્ષાને સીમા કરવા દેશની નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીની સ્થાપના ગુજરાતના ઓખામાં કરેલી છે. તેનુ પુરૂ કામ બીએસએફ જ જોઈ રહી છે.મને વિશ્વાસ છે કે આવનારા દીવસોમાં બીએસએફના જવાનો દેશની તમામ મરીન પોલીસ ફોર્સને ટ્રેન કરી અને મરીન સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં ફાયદો મળશે. ગ્વાલીયરમાં ડ્રોન સ્કુલ-ડ્રોન ફોરેન્સીક લેબ સ્થાપિત કરી છે. શ્રી શાહે અંતમાં કહ્યુ હતુ કે, સૈનિકોના કલ્યાણમાં ત્રણ સમસ્યાઓ સ્વાસ્થય, ઘર અને ડયુટીની સૌથી વધુ કલાકો આ ત્રણેય માટે અમે ઘણા ઈન્સીએટીવી લીધા છે અને તેની હુ પુરોપ્તકી કરુ છુ કે આગામી એક વર્ષ બીઅસએફના આધુનીકરણ, બીએસએફના પરીવારજનોના કલ્યાણોને સમર્પિત રહેશે.
આ પહેલા આજ રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશહે બીએસએફના જવાનોને ખુલ્લીજીપમાં સલામી જીલી અને પરેડ નિરિક્ષણ કર્યુ હતુ. દેશની બીએસએફની અલગ અલગ બટાલીયનના જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને શિસ્તભેર સલામી આપી હતી. જે બાદ બીએસએફના જવાનો દ્વારા અલગ અલગ ટેબાલે રજુ કરવામા આવ્યા હતા. બાઈક સહિત અનેકવિધ કરતબો પણ રજુ કરવામ આવ્યા હતા. જેની સાથે શસ્ત્રપ્રદર્શન મારફતે બીએસએફ દ્વારા પોતાની તાકાતનો પરચો પણ કરાવ્યો છે. જે સાથે જ
ગૃહમંત્રીશ્રી અમિત શાહ દ્વારા જવાનોને વિવિધ મેડેલો પણ એનાત કરવામા આવ્યા હતા.
આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય, , જિલ્લા કલેકટર આનંદ પટેલ, ડીડીઓ ઉત્સવ ગૌતમ, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, સીમા સુરક્ષા દળ, જિલ્લા વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત સરહદી કચ્છ જિલ્લાના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર
રહ્યા હતા.
.......
ભુકંપ બાદના કચ્છનો વિકાસ, કચ્છીમાડુઓની જીજીવિષાનો ઉત્તમ દાખલો : શાહની કચ્છીયત
ભુજ : કેન્દ્રીયગ ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ ભુજ ખાતે બીએસએફના હિરક મહોત્સવમાં ઉપસ્થિત હતા અને સભાને સંબોધન કરતી વખતે તેઓએ કચ્છીયતને ઝળકાવી હતી. તેઓએ કહ્યુ કે, કચ્છીમાડુઓના ખમીર અને ખુમારી અલાયદા છે. કચ્છે અનેક પડકારો જોયા છે પરંતુ ર૦૦૧નો મહાવિનાશક ભુકંપ આખાય જિલ્લાને ધસ્વસ્ત કરી દીધો હતો. તેઓએ કહ્યુ કે, હું ઘણા બધા ભુકંપ પ્રભાવિત વિસ્તારો ફર્યો છે પરંતુ કચ્છ જે રીતે ભુકંપ બાદ પણ વિકાસની નવી ઉંચાઈ પર પહોચ્યુ છે તે કચ્છીમાડુઓની જીજીવિષાનો ઉત્તમ દાખલો જ કહી શકાય તેમ છે.
............
અમિત શાહજીના માર્ગદર્શનથી સરહદી સુરક્ષા મજબૂત બની : દલજિત સિંહ ચૌધરી
ભુજ : BSF ના ડાયરેક્ટર જનરલ દલજિત સિંહ ચૌધરીએ હીરક જયંતિ મહોત્સવના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે “આજનો દિવસ અમારે માટે ગૌરવનો દિવસ છે. સરહદની સુરક્ષામાં BSF જે સેવાભાવથી કાર્ય કરી રહી છે તે દેશના દરેક નાગરિક માટે ગૌરવની બાબત છે.”તેમણે આગળ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ BSF જવાનોએ નવી શક્તિ અને ઉત્સાહ પૂરો પાડે છે. “અમિત શાહજીના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી સરહદ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બની છે,” એમ DGએ ઉમેર્યું.DG ચૌધરીએ વીર શહીદોને નમન કરતાં તેમની વીરતા અને બલિદાનને યાદ કર્યા અને જણાવ્યું કે BSF હંમેશા રાષ્ટ્રપ્રતિ સમર્પિત રહી છે. ભુજની આ પાવન ભૂમિ પર હીરક જયંતિ મહોત્સવનું આયોજન થવું
પોતે જ ગૌરવની ક્ષણ છે.વર્ષ ૨૦૨૫માં BSF દ્વારા ૧૨.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું. પર્યાવરણ સંરક્ષણ અને ઇકો-ફ્રેન્ડલી પહેલોને પ્રોત્સાહન આપવા BSF સતત આગળ વધી રહી છે. DGએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના દરેક કાર્યક્રમનું BSF દ્વારા અસરકારક રીતે અમલીકરણ થઈ રહ્યું છે. સરહદ વિસ્તારોમાં વિકાસ, સુરક્ષા વ્યવસ્થાઓનું મજબૂતીકરણ અને જવાનોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને નિષ્ઠાપૂર્વક જમીન સ્તરે પહોંચાડવામાં આવી.

Comments